AHMEDABAD : ચાની કિટલી અને પાનની દુકાનો બાદ હવે હેર સલૂન AMCના અધિકારીઓએ બંધ કરાવ્યા

AHMEDABAD : શહેરમાં CORONAના કેસો સતત વધારી રહ્યા છે. AMCના અધિકારીઓએ CORONAના કેસો કાબૂમાં લેવા માટે નવા નિયમો અને આદેશો જાહેર કર્યા છે.

  • Tv9 Webdesk18
  • Published On - 14:08 PM, 26 Apr 2021
AHMEDABAD : ચાની કિટલી અને પાનની દુકાનો બાદ હવે હેર સલૂન AMCના અધિકારીઓએ બંધ કરાવ્યા

AHMEDABAD : શહેરમાં CORONAના કેસો સતત વધારી રહ્યા છે. AMCના અધિકારીઓએ CORONAના કેસો કાબૂમાં લેવા માટે નવા નિયમો અને આદેશો જાહેર કર્યા છે. શહેરમાં પાનના ગલ્લાઓ અને ચાની કીટલીઓ બંધ કરાવ્યા બાદ આજે સવારથી અમદાવાદમાં હેર કટિંગ સલૂનની દુકાનો પણ બંધ કરાવવામાં આવી છે.

AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો આજે સવારથી વિવિધ વિસ્તારોમાં Hair cutting salonની દુકાનો બંધ કરાવવા નીકળી હતી. જોકે ચાની કીટલીઓ અને પાનના ગલ્લાઓની જેમ Hair cutting salonની દુકાનો પણ ક્યાં સુધી બંધ રહેશે એની માહિતી આપવામાં આવી નથી.

મ્યુનિ.એ 2 હજાર પાનના ગલ્લા બંધ કરાવ્યા

AHMEDABAD શહેરમાં કોરોના વધતા જતા કેસ વચ્ચે મ્યુનિ.સોલિડ વેસ્ટ વિભાગે શહેરના તમામ PANના ગલ્લા અને ચાની લારીઓને બંધ કરાવી દીધી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, લારી-ગલ્લા મ્યુનિ.એ અનિશ્ચિત મુદત માટે બંધ કરાવી દીધા છે. મ્યુનિ.એ 2 હજાર જેટલા PANના ગલ્લા અને 1500 જેટલી ચાની કીટલીઓ બંધ કરાવી છે. નવો હુકમ ન થાય ત્યાં સુધી આ બંધ અમલી રાખવાનો આદેશ અપાયો છે. મ્યુનિ. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરના તમામ લારી-ગલ્લાં બંધ કરાવવા માટે અભિયાન હાથ ધરાયું હતું. શહેરના તમામ વોર્ડના PANના ગલ્લા અને ચાની લારીઓને અનિશ્ચિત મુદત માટે બંધ કરાવ્યા છે.

ગલ્લા પર Social distance અને MASKના નિયમનું ઉલ્લંઘન
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના હર્ષદરાય સોલંકીએ કહ્યું હતું કે AHMEDABAD શહેરમાં સૌથી વધુ લોકો PANના ગલ્લે અને ચાની લારીએ ભેગાં થાય છે. એટલું જ નહીં, PANના ગલ્લે કે ચાની લારીએ ઊભા રહીને સિગારેટ-ચા પીતા કે મસાલો ખાતા નાગરિકો મોઢા પર MASK પહેરતા નથી અને જોડે ઊભા રહીને વાતો કરતા હોય છે, જેને કારણે આ બંને સ્થળો પર લોકો Social distance અને MASK પહેરવાના નિયમોનું ઉલ્લંઘન કરે છે. એક તરફ જ્યાં શુક્રવારે PANના ગલ્લા શનિ-રવિવારે બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ત્યાં PANના ગલ્લા ચાલુ રાખતાં આખરે તંત્રએ રાત્રે રસ્તા પર ઊતરીને PANના ગલ્લા બંધ કરાવ્યા હતા. ​​​​​​

ફરી શરૂ કરવા અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી
અમદાવાદમાં પાનના ગલ્લાઓ અને ચાની કીટલીઓ ક્યાં સુધી બંધ રહેશે એ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે પાનના ગલ્લાઓ અને ચાની કીટલીઓ બંધ રાખવા વેપારીઓને સૂચના આપી છે, પરંતુ પાન ગલ્લાના એસોસિયેશનની જાહેરાત બાદ પણ કોઈપણ ગલ્લા બંધ ન રહેતાં AMCએ કડક પગલાં લીધાં હોવાની વાત છે.