કેન્દ્રએ રાજ્યસભામાં વેક્સિનેશન અંગે આપી મહત્વની માહિતી, અત્યાર સુધીમાં કુલ રસીકરણનો આંકડો 34 કરોડને પાર

છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,678 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે અને 640 મૃત્યુ નોંધાયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસ 3,99,436 છે. જ્યારે સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 3,06,63,147 થઈ છે.

કેન્દ્રએ રાજ્યસભામાં વેક્સિનેશન અંગે આપી મહત્વની માહિતી, અત્યાર સુધીમાં કુલ રસીકરણનો આંકડો 34 કરોડને પાર
પ્રતીકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 10:39 PM

રાજ્યસભાના સાંસદ એમ.વી. શ્રેયંસના એક પ્રશ્નના જવાબમાં આરોગ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવારે (Bharati Pravin Pawar) બુધવારે જણાવ્યું હતું કે કોવિન પોર્ટલ (Cowin Portal) મુજબ 25 જુલાઈ સુધીમાં લગભગ 34.4 કરોડ લોકોને કોરોના વેક્સિન (Corona Vaccine)નો ઓછામાં ઓછો એક ડોઝ અપાઈ ગયો છે.

આ જ સમયગાળા દરમિયાન 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લગભગ 65.5% લોકોને પણ કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ભારતી પ્રવીણ પવારે કહ્યું કે રસીકરણ અભિયાનના તમામ પાસાઓની સમીક્ષા કરવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે નિયમિત સમીક્ષા બેઠકો યોજવામાં આવે છે. આ બેઠકોમાં કોરોના મહામારીને રોકવા, કોરોનાથી બચવા તેમજ વેક્સિનેશનની ગતિ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

છેલ્લા 24 કલાકમાં દેશમાં 43,654 કોરોનાના નવા કેસ

મંગળવારે 132 દિવસ પછી દેશમાં કોવિડ -19ના 30 હજારથી ઓછા નવા કેસ નોંધાયા હતા, પરંતુ ફરી એકવાર દૈનિક કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. આરોગ્ય મંત્રાલયે આજે સવારે આઠ વાગ્યે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,654 નવા કોરોના કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,678 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે અને 640 મૃત્યુ નોંધાયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસ 3,99,436 છે. જ્યારે સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 3,06,63,147 થઈ છે. આ સાથે જ કુલ મોતની સંખ્યા પણ વધીને 4,22,022 થઈ ગઈ છે. કોવિડ રસીકરણ કાર્યક્રમ હેઠળ દેશભરમાં અત્યાર સુધીમાં 44,61,56,659 ડોઝ આપવામાં આવ્યા છે.

સ્પુતનિક વી કોવિડ વેક્સિન સલામત અને અસરકારક તો છે પણ કેટલાક પ્રશ્નોના જવાબ હજુ પણ બાકી

કોવિડ રસી રજીસ્ટર કરનાર રશિયા વિશ્વનો પહેલો દેશ હતો, તેના આરોગ્ય મંત્રાલયે ઓગસ્ટ 2020માં સ્પુતનિક વી રસીને કટોકટી સમયે ઉપયોગની મંજૂરી આપી હતી. આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સમુદાય દ્વારા રશિયન રસી ઉપર કેટલાક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા કારણકે વેક્સિનના ટ્રાયલના પરિણામો આવે એ પહેલા જ વેક્સિનને મંજૂરી મળી ગઈ હતી.

ક્લિનિકલ ટ્રાયલ્સ અને રસીકરણથી વધતા વાસ્તવિક ડેટા દર્શાવે છે કે રસી સલામત અને ખૂબ અસરકારક છે. પરંતુ રસી વિશે ઘણા પ્રશ્નો પણ છે, જેમ કે તે એસ્ટ્રાઝેનેકા રસી જે લોહી ગંઠાઈ જવાની પરિસ્થિતિ સાથે સંકળાયેલું છે અને તે કોરોના વાયરસના પ્રકારો સામે કેટલું સારું પ્રદર્શન કરે છે તો સ્પુતનિક વી કેવા પ્રકારની રસી છે, તે કેવી રીતે કાર્ય કરે છે અને તેના વિશે આપણી પાસે શું ડેટા છે?

આ પણ વાંચો :  જાણો, ક્યારે મળશે જમ્મુ-કશ્મીરને પુર્ણ રાજ્યનો દરરજો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">