100 Crore Vaccination: કોરોના હજુ ખતમ થયો નથી, જાણો નિષ્ણાંતોનો શું છે મત

એક પ્રખ્યાત વેક્સિન નિષ્ણાંતના મત અનુસાર ભારતના વેક્સિનેશન પ્રોગ્રામ માટે આ એક મોટી ઉપલબ્ધી છે. માત્ર એક-તૃતિયાંશ પુખ્તવયના લોકો જ પૂરી રીતે વેક્સિનેટ થયા છે એ પણ ધ્યાનમાં રાખવું ખુબ જ જરૂરી છે.

100 Crore Vaccination: કોરોના હજુ ખતમ થયો નથી, જાણો નિષ્ણાંતોનો શું છે મત
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 4:52 PM

ભારતે કોરોના (Corona Virus) વિરૂદ્ધ વેક્સિનેશન (Vaccination)માં એક મોટી ઉપલબ્ધી મેળવી છે. ચીન બાદ ભારત 100 કરોડ ડોઝ આપનાર બીજો દેશ બની ગયો છે. ચીન ભલે તેમની પુખ્તવયની આબાદીને કોવિડ-19 વિરૂદ્ધ વેક્સિનેટ કરવાનો દાવો કરતું હોય પરંતુ તેના આંકડા ક્યારે પણ વિશ્વાસપાત્ર હોતા નથી. આ કારણે પશ્ચિમી દેશોના નિષ્ણાંતો તેને મહત્ત્વ આપતા નથી.

ભારતમાં કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝ થઈ ગયા છે તેનો અર્થ શું?

મહામારી નિષ્ણાંત કહે છે કે લગભગ 30 કરોડ પુખ્તવયના લોકોને સંપૂર્ણ રીતે ડોઝ લાગી ચૂક્યા છે. ત્યારે 70 કરોડ પુખ્તવયના લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 100 કરોડ ડોઝનો આંક ઉત્સાહ વધારનારો છે. તેમ છતાં એ ન ભુલવું જોઈએ કે લગભગ 23-24 કરોડ પુખ્તવયના લોકો એવા છે જેમને એક પણ ડોઝ લીધો નથી.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

તેનું કારણ જાણવું ખુબ જરૂરી છે. એક ચતુર્થાંશ આબાદી વેક્સિન લગાવવા માટે ખચકાઈ રહી છે. તેમનો આ ખચકાટ દૂર કરવો જરૂરી છે. એજ રીતે સમાચાર મળી રહ્યા છે કે લોકો બીજો ડોઝ નથી લગાવી રહ્યા. તેના પર ફોકસ કરવાની જરૂર છે. લોકોએ સમજવું પડશે કે પૂરી રીતે સુરક્ષા ત્યારે જ મળશે જ્યારે બંન્ને ડોઝ લગાવ્યા હશે.

એક પ્રખ્યાત વેક્સિન નિષ્ણાંતના મત અનુસાર ભારતના વેક્સિનેશન પ્રોગ્રામ માટે આ એક મોટી ઉપલબ્ધી છે. માત્ર એક-તૃતિયાંશ પુખ્તવયના લોકો જ પૂરી રીતે વેક્સિનેટ થયા છે એ પણ ધ્યાનમાં રાખવું ખુબ જ જરૂરી છે.

શું માની શકાય કે કોવિડ-19 મહામારી ખતમ થઈ ગઈ?

નિષ્ણાંતોના મતે મહામારી થોડી મંદ પડી રહી છે. તે હવે એન્ડેમિક (સ્થાનિક મહામારી)નું રૂપ લઈ રહી છે. ત્યાર બાદ પણ કેસ વધવાનો સિલસિલો જોવા મળી શકે છે. વાઈરસ પણ સતત પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. તેના પર કાબૂ મેળવવા માટે આપણે વેક્સિનેશનનો વ્યાપ વધારવો પડશે. સાથે જ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને વેન્ટિલેશન જેવા ઉપાયોને વધારવા પડશે.

નિષ્ણાંતો કહે છે કે બીજી લહેર બાદ સીરો સર્વેમાં આપણે જોયું કે 67.6 % લોકોને કોરોના સંક્રમણ થઈ ચૂક્યું છે. જેમને સંક્રમણ થઈ ચૂક્યું છે તેઓને એક ડોઝ પણ ઘણા અંશે સુરક્ષા આપે છે. આપણે એ દિશામાં જઈ રહ્યા છીએ જ્યાં મોટાભાગનાને સંક્રમણ અથવા એક ડોઝની સુરક્ષા મળેલી છે. ત્યારબાદ પણ લાંબા સમય સુધી બચાવ માટે ત્રણ ચતુર્થાંશ વસ્તીને ઓછામાં ઓછો એક ડોઝ મળવો જોઈએ. બંન્ને ડોઝ બાદ જ સંપૂર્ણ પ્રોટેક્શન મળશે.

1oo ટકા કવર કરવા આગળ શું કરવાની જરૂરિયાત રહેશે?

100 ટકા વેક્સિનેશનના લક્ષ્યને મેળવવા માટે નિષ્ણાંતોના મતે પહેલા આપણે વેક્સિન બાબતે 90% આવરી લેવામાં સફળતા મેળવી છે. ત્યારે 100ના આકંડા સુધી પહોંચવા હજુ લાંબો સફર ખેડવાનો છે. લોકલ કવરેજ વધારવા માટે એ નેટવર્કનો ફાયદો ઉઠાવી ગામ-ગામ સુધી વેક્સિન પહોંચાડવી ખુબ જ જરૂરી છે.

ભારતમાં આગામી એક-બે મહિનામાં તહેવારો આવે છે. જેમાં લોકો ભેગા થશે તો કેસ વધી શકે છે. દુનિયાભરમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે જ્યારે લોકો એક સાથે આવે છે ત્યારે કેસ વધવા લાગ્યા છે. એવામાં તહેવારોની સિઝન દરમિયાન સાવધાની અને સર્તકતા ખુબ જ જરૂરી છે. વેક્સિનેશન સાથે-સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિગ જેવા ઉપાયોને અપનાવા પડશે.

આ પણ વાંચો: Big News: કરણ જોહરની પાર્ટીનો વિવાદ હજુ અટક્યો નથી, પાર્ટી વીડિયો NCB ના રડાર પર

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">