UPSC ESIC Recruitment 2021: ESICમાં નાયબ નિયામકની જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, જલ્દી કરો અરજી

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને ESICમાં ડેપ્યુટી ડિરેક્ટરના પદ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

UPSC ESIC Recruitment 2021: ESICમાં નાયબ નિયામકની જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, જલ્દી કરો અરજી
UPSC ESIC Recruitment 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 5:22 PM

UPSC ESIC Recruitment 2021: યુનિયન પબ્લિક સર્વિસ કમિશને ESICમાં ડેપ્યુટી ડિરેક્ટરના પદ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર કુલ 151 પોસ્ટ્સની ભરતી કરવામાં આવશે. આમાં (UPSC ESIC Recruitment 2021) અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો UPSCની સત્તાવાર વેબસાઈટ upsconline.nic.in પર જઈને અરજી કરી શકે છે.

UPSC દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસ અનુસાર આ પદ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારોને અરજી કરવા માટે 2 સપ્ટેમ્બર 2021 સુધી 11:59 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. ઉમેદવારો 3 સપ્ટેમ્બર 2021 સુધી UPSC ESIC નાયબ નિયામક ભરતી 2021 (UPSC ESIC Recruitment 2021) માટે સબમિટ કરેલ અરજી ફોર્મ પ્રિન્ટ કરી શકશે. ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ રાઉન્ડના આધારે કરવામાં આવશે, જેની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

લાયકાત

UPSC ESIC Recruitment 2021 માટે અરજી કરનાર ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ઇચ્છિત ક્ષેત્રમાં ડિગ્રી હોવી જોઈએ. આ સાથે ઉમેદવારો પાસે કોઈપણ સરકારમાં એકાઉન્ટ, માર્કેટિંગ, વીમા અથવા જાહેર સંબંધોમાં ઓછામાં ઓછી 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

મહત્વપૂર્ણ તારીખો

  1. અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ – 2 સપ્ટેમ્બર 2021
  2. અરજી ફોર્મ પ્રિન્ટ કરવની છેલ્લી તારીખ – 3 સપ્ટેમ્બર 2021
  3. લેખિત પરીક્ષા તારીખ – ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે

વય મર્યાદા

જાહેર કરેલી સૂચના અનુસાર UPSC ESIC નાયબ નિયામક ભરતી 2021 માટે અરજી કરનાર ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. તે જ સમયે અનામતના દાયરામાં આવતા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે. 151 ખાલી જગ્યાઓમાંથી 66 UR ઉમેદવારો માટે, SC ઉમેદવારો માટે 23, ST માટે 09, OBC માટે 38, EWS માટે 15 અને PWBD ઉમેદવારો માટે 4 જગ્યાઓ છે.

પસંદગી પ્રક્રિયા

આ ખાલી જગ્યા (UPSC ESIC Recruitment 2021)માં ઉમેદવારોને પ્રથમ કમ્પ્યુટર આધારિત ટેસ્ટ એટલે કે CBTમાં પસંદ કરવામાં આવશે. તે એક ઓનલાઈન ટેસ્ટ હશે, જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ રાઉન્ડમાં હાજર રહેવું પડશે. કમ્પ્યૂટર આધારિત ટેસ્ટ બે કલાકની રહેશે અને તેમાં A અને B એમ બે ભાગ હશે. ભાગ-એ અંગ્રેજી સાથે સંબંધિત હશે અને ભાગ-બી સામાન્ય ક્ષમતા સાથે સંબંધિત હશે. વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચના તપાસો.

ઇન્ડિયન ઓઇલમાં 480 પદ પર જાહેર થયેલી ભરતી માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (Indian Oil Corporation Limited, IOCL)એ એપ્રેન્ટિસ પોસ્ટ્સની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ ખાલી જગ્યા (IOCL Recruitment 2021) હેઠળ કુલ 480 પદ પર ભરતી કરવામાં આવનાર છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો IOCLની સત્તાવાર વેબસાઇટ iocl.comની મુલાકાત લઈને આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે.

આ પણ વાંચો: Maharashtra : નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર કર્યા પ્રહાર, કહ્યુ “હું શિવસેના વિશે ઘણું જાણું છું, ધીમે ધીમે પોલ ખોલીશ”

આ પણ વાંચો: Tokyo Paralympics 2020: PM મોદીએ ભાવિના પટેલની સફળતાને કરી સલામ, ટ્વીટ કરીને કહ્યુ સમગ્ર રાષ્ટ્રને તમારા પર ગર્વ છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">