કોરોના વાયરસ રોગચાળાને કારણે NET પરીક્ષા વર્ષ 2020થી સ્થગિત કરવામાં આવી રહી છે. UGC NET ડિસેમ્બર 2020 અને UGC NET જૂન 2021, બંને પરીક્ષાઓ સમયસર યોજાઈ શકી નથી. આ પછી, યુજીસી અને એનટીએ સાથે મળીને નવેમ્બર 2021થી જાન્યુઆરી 2022 દરમિયાન એક પછી એક બંને સાયકલની નેટ પરીક્ષાઓ યોજી હતી. હવે બંનેના પરિણામો આવવાના છે.
બે દિવસ પહેલા જાહેર કરાયેલી નોટિસમાં, યુજીસીના નવા અધ્યક્ષ, પ્રોફેસર એમ જગદેશ કુમારે કહ્યું હતું કે, યુજીસી નેટનું પરિણામ વહેલામાં વહેલી તકે જાહેર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આગામી એક-બે દિવસમાં નેટ પરિણામ જાહેર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. તે મુજબ NTA આજે NET પરિણામ જાહેર કરી શકે છે. જાણો કે તમે ફક્ત ત્રણ સરળ સ્ટેપમાં તમારું પરિણામ કેવી રીતે તપાસી શકો છો.
UGC NETની સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.nic.in પર જાઓ. હોમ પેજ પર નીચે સ્ક્રોલ કરો. તમને UGC NET પરિણામની બે અલગ અલગ લિંક્સ ડિસેમ્બર 2020 અને UGC NET પરિણામ જૂન 2021 મળશે. તમે જે પરીક્ષાનું પરિણામ જોવા માંગો છો તેના પર ક્લિક કરો. એક નવું લોગીન પેજ ખુલશે. અહીં તમારો UGC NET એપ્લિકેશન નંબર, જન્મ તારીખ અને સ્ક્રીન પર પ્રદર્શિત સિક્યોરિટી પિન દાખલ કરીને સબમિટ બટન પર ક્લિક કરો. તમારું લૉગિન પેજ ખુલશે. અહીં તમે તમારું નેટ પરિણામ જોશો.
તમે આ પેજ પરથી તમારું UGC NET પરિણામ પણ ડાઉનલોડ કરી શકો છો. સ્કોરકાર્ડ ડાઉનલોડ કર્યા પછી, તેની પ્રિન્ટ આઉટ લો અને તેને તમારી પાસે સુરક્ષિત રાખો.
UGC NET પરિણામ 2021-22 ની વિગતો પણ તમને NTA વેબસાઇટ nta.ac.in પર આપવામાં આવશે. પરિણામ જાહેર થયા પછી, તમે આ વેબસાઇટની મુલાકાત લઈને પણ જરૂરી માહિતી મેળવી શકો છો.
આ પણ વાંચો: CISF Recruitment 2022: ધોરણ 12 પાસ માટે CISFમાં કોન્સ્ટેબલની ભરતી, જાણો પગાર અને અરજીની વિગતો
આ પણ વાંચો: IAF Recruitment 2022: ભારતીય વાયુસેનામાં એપ્રેન્ટિસની જગ્યા માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી