UGC NET Exam Dates: NTAએ UGC NET પરીક્ષાની તારીખો બદલી, જાણો નવું શેડ્યૂલ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (National Testing Agency, NTA) એ ડિસેમ્બર 2020 અને જૂન 2021 સાયકલ માટે UGC NET પરીક્ષાની તારીખો બદલી છે.

UGC NET Exam Dates: NTAએ UGC NET પરીક્ષાની તારીખો બદલી, જાણો નવું શેડ્યૂલ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 3:43 PM

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (National Testing Agency, NTA) એ ડિસેમ્બર 2020 અને જૂન 2021 સાયકલ માટે UGC NET પરીક્ષાની તારીખો બદલી છે. NTAએ સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.nic.in પર પરીક્ષાનું સુધારેલું સમયપત્રક જાહેર કર્યું છે. UGC NETની પરીક્ષા હવે 6 થી 8 અને 17 થી 19 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. અગાઉ આ પરીક્ષા 6 થી 11 ઓક્ટોબર દરમિયાન યોજાવાની હતી.

NTAએ તેની એક નોટિસમાં જણાવ્યું હતું કે, “એજન્સીને વિદ્યાર્થી સમુદાય તરફથી જાણવા મળ્યું છે કે, 10 ઓક્ટોબરની પરીક્ષાની તારીખ કેટલીક મોટી પરીક્ષાઓ સાથે ટકરાઈ રહી છે. સહભાગીતા સુનિશ્ચિત કરવા અને તેમને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે યુજીસી-નેટ ડિસેમ્બર 2020 અને જૂન 2021 સાયકલની અમુક તારીખોને ફરીથી સુનિશ્ચિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

UGC NET 2021 પરીક્ષા માટે નોંધણી પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહિ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) 5 સપ્ટેમ્બર, 2021ના ​​રોજ UGC NET માટે અરજી પ્રક્રિયા બંધ કરશે. જે ઉમેદવારોએ હજુ સુધી આ પરીક્ષા માટે નોંધણી કરાવી નથી તેમણે 5 સપ્ટેમ્બર સુધી સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.nic.in પર જઈને નોંધણી કરાવી લેવી જોઈએ.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

પરીક્ષા ફી જમા કરવાની છેલ્લી તારીખ 6 સપ્ટેમ્બર છે. તે જ સમયે, એપ્લિકેશનમાં સુધારા કરવા માટે 7 થી 12 સપ્ટેમ્બર સુધી વિન્ડો ખોલવામાં આવશે. આ દરમિયાન તમામ ઉમેદવારો તેમના અરજી ફોર્મમાં થયેલી કોઈપણ ભૂલોને સુધારી શકશે. ઉમેદવારો નીચે આપેલા આ સરળ સ્ટેપની મદદથી UGC NET પરીક્ષા માટે નોંધણી કરાવી શકે છે.

UGC NET 2021 Registration: આ સ્ટેપ્સ દ્વારા કરો રજિસ્ટ્રેશન

  1. સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.nic.in પર જાઓ.
  2. પછી વેબસાઇટ પર આપેલ Application Form લિંક પર ક્લિક કરો.
  3. હવે New Registration લિંક પર ક્લિક કરો.
  4. આ પછી તમારું નામ, પિતાનું નામ, મોબાઇલ, ઇમેઇલ અને અન્ય માહિતી ભરીને નોંધણી કરો.
  5. હવે લોગ ઈન કરી અને તમારું અરજી ફોર્મ ભરો, ફોટો અને સહી અપલોડ કરો.
  6. તે પછી અરજી ફી સબમિટ કરો.
  7. બધી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અરજીની પ્રિન્ટ લો.

અરજી ફી

અરજી કરવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોને 1000 રૂપિયા અને ઓબીસી, ઇડબલ્યુએસ જેવા અનામત કેટેગરીના ઉમેદવારોને 500 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય એસસી, એસટી અને ટ્રાન્સજેન્ડર કેટેગરીના ઉમેદવારોએ 250 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે.

આ પણ વાંચો: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે કરશે 45 કેન્દ્રીય યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે બેઠક, જાણો ક્યા વિષયો પર થશે ચર્ચા

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">