UGC NET 2022 પરીક્ષા સ્થગિત? જાણો શું છે આ વાયરલ નોટિસનું સત્ય

યુજીસી નેટ પરીક્ષાને (UGC NET Exam) લઈને સોશિયલ મીડિયા પર એક નોટિસ વાયરલ થઈ છે. નોટિસમાં કહેવામાં આવી રહ્યું છે કે યુજીસી નેટ પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે, હવે આ પરીક્ષા નવી તારીખે લેવામાં આવશે.

UGC NET 2022 પરીક્ષા સ્થગિત? જાણો શું છે આ વાયરલ નોટિસનું સત્ય
UGC-NET-exam-2022-postponed
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2022 | 4:19 PM

યુજીસી નેટની પરીક્ષા (UGC NET Exam) 12, 13, 14 ઓગસ્ટ 2022 ના રોજ યોજાવા જઈ રહી છે. યુજીસીએ તેની જાહેરાત કરી દીધી છે. પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર પરીક્ષા વિશેના સમાચાર વાયરલ થઈ રહ્યા છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે કોઈ કારણથી કમ્પ્યુટર બેસ્ડ પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. ટૂંક સમયમાં યુજીસી દ્વારા યુજીસી નેટ (UGC NET) પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે. આ નોટિસ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આના પર પીઆઈબી ફેક્ટ ચેકે સ્પષ્ટ કર્યું છે કે આ સમાચાર સંપૂર્ણ ફેક છે. આવી કોઈ નોટિસ યુજીસી દ્વારા જાહેર કરવામાં આવી નથી. સરકારે આ નોટિસને નકલી ગણાવી છે.

નકલી નોટિસ પર ન કરો વિશ્વાસ

પરીક્ષા તેના નિર્ધારિત સમય પર જ આયોજીત કરવામાં આવશે. પીઆઈબીએ ટ્વિટર હેન્ડ્સ પર આ જાણકારી આપી છે. યુજીસી નેટ પરીક્ષા સ્થગિત કરવા માટે નકલી સર્કુલરથી વિદ્યાર્થીઓએ સર્તક રહેવું જોઈએ. તેમણે લખ્યું છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના નામે પ્રસારિત કરવામાં આવી રહેલી એક નકલી નોટિસમાં દાવો કરવામાં આવ્યો છે કે યુજીસી નેટ પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

યુજીસી નેટ પરીક્ષા આ તારીખોમાં થશે

એનટીએ દ્વારા જાહેર કરાયેલ યુજીસી નેટ 2022 શેડ્યૂલ મુજબ આસિસ્ટન્ટ પ્રોફેસર અને જેઆરએફની પરીક્ષાઓ 8 જુલાઈ, 9, 11, 12 અને 12, 13, 14 ઓગસ્ટના રોજ લેવામાં આવશે. કોવિડના કારણે સેશનના વિલંબને કારણે છેલ્લા સમયથી એટીએ દ્વારા એક સાથે બે સાઈકલ પરીક્ષાઓ એકસાથે આયોજીત કરવામાં આવી રહી છે. જે ઉમેદવારોએ યુજીસી નેટ માટે અરજી કરી છે તેઓ ટૂંક સમયમાં એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. એનટીએ યુજીસી નેટ 2022 એડમિટ કાર્ડ ઓફિશિયલ વેબસાઇટ ugcnet.nta.nic.in પર ઓનલાઇન મોડમાં જાહેર કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">