UBI Recruitment 2021: યુનિયન બેંકમાં ભરતી માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ, જલ્દી કરો અરજી

બેન્કિંગ ક્ષેત્રમાં નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે યુનિયન બેંકમાં નોકરી મેળવવા માટેની આજે છેલ્લી તક છે.

UBI Recruitment 2021: યુનિયન બેંકમાં ભરતી માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ, જલ્દી કરો અરજી
UBI Recruitment 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 2:30 PM

UBI Recruitment 2021: બેન્કિંગ ક્ષેત્રમાં નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે યુનિયન બેંકમાં નોકરી મેળવવા માટેની આજે છેલ્લી તક છે. યુનિયન બેન્ક હેડક્વાર્ટર મુંબઇએ વિવિધ નિષ્ણાત પોસ્ટ્સ માટે અરજીઓ મંગાવી છે. જેમાં સિનિયર મેનેજર, મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજર માટેની જગ્યાઓ સામેલ છે. ઉમેદવારો યુનિયન બેન્ક ભરતી 2021 માટેની અરજી સત્તાવાર વેબસાઇટ Unionbankofindia.co.in પર જઈને કરી શકાય છે.

મહત્વનું છે કે, અરજી પ્રક્રિયા 12 ઓગસ્ટ 2021થી શરૂ થઈ હતી. અને ઉમેદવારોને 3 સપ્ટેમ્બર 2021 એટલેકે આજ સુધી પોતાની અરજીઓ ઓનલાઈન સબમિટ કરવાનો સમય આપવામાં આવ્યો હતો. સૂચના અનુસાર યુનિયન બેંક ભરતી 2021 હેઠળ કુલ 347 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતીઓ MMGS-III, MMGS-II અને MMGS-I ગ્રેડ હેઠળ થશે. પસંદ કરેલા ઉમેદવારોને યુનિયન બેંકની કોઈપણ શાખામાં પોસ્ટ કરી શકાય છે.

Union Bank of India Recruitment 2021 માટે મહત્વની તારીખો:

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
  1. ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ – 12 ઓગસ્ટ 2021
  2. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ – 03 સપ્ટેમ્બર 2021
  3. અરજી ફોર્મ એડિટ કરવાની છેલ્લી તારીખ – 03 સપ્ટેમ્બર 2021
  4. અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લેવાની છેલ્લી તારીખ – 18 સપ્ટેમ્બર 2021
  5. ઓનલાઇન ફી જમા કરવાની તારીખ – 12 ઓગસ્ટ 2021 થી 3 સપ્ટેમ્બર 2021

Union Bank of India Recruitment 2021 માટે ખાલી જગ્યાની વિગતો:

  1. સીનિયર મેનેજર (રિસ્ક) – 60 પદ
  2. મેનેજર (રિસ્ક) – 60 પદ
  3. મેનેજર (સિવિલ એન્જિનિયર) – 07 પદ
  4. મેનેજર (આર્કિટેક્ટ) – 07 પદ
  5. મેનેજર (ઇલેક્ટ્રિકલ એન્જિનિયર) – 02 પદ
  6. મેનેજર મેનેજર (પ્રિન્ટીંગ ટેકનોલોજીસ્ટ) 01 પદ
  7. મેનેજર (ફોરેક્સ) – 50 પદ
  8. મેનેજર (CA) – 14 પદ
  9. આસિસ્ટન્ટ મેનેજર (ટેકનિકલ ઓફિસર) – 26 પદ
  10. આસિસ્ટન્ટ મેનેજર (ફોરેક્સ) – 120 પદ

Union Bank of India Recruitment 2021 માટે લાયકાત:

  1. આસિસ્ટન્ટ મેનેજર- માન્ય સંસ્થામાંથી સ્નાતક અને MBA/PGDBM અથવા એન્જિનિયરિંગ ડિગ્રી.
  2. મેનેજર – સંબંધિત ટ્રેડ/ વિષય અથવા ક્ષેત્રમાં સ્નાતક અથવા પી.જી. ઓછામાં ઓછા ત્રણ વર્ષનો અનુભવ પણ હોય.
  3. સીનિયર મેનેજર – CA, CFA, CS અથવા MBA ઓછામાં ઓછા 5 વર્ષના અનુભવ સાથે. ઉંમર

Union Bank of India Recruitment 2021 માટે વય મર્યાદા:

  1. સીનિયર મેનેજર – 30 થી 40 વર્ષ
  2. મેનેજર – 25 થી 35 વર્ષ
  3. આસિસ્ટન્ટ મેનેજર – 20 થી 30 વર્ષ

Union Bank of India Recruitment 2021 માટે અરજી ફી:

  1. સામાન્ય કેટેગરી, EWS અને OBC – 850 રૂપિયા
  2. SC, ST અને દિવ્યાંગ – મફત

NHPCમાં સિનિયર મેડિકલ ઓફિસર અને જુનિયર એન્જિનિયરની પોસ્ટ માટે જાહેર થઈ ભરતી:

નેશનલ હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર કોર્પોરેશન દ્વારા સિનિયર મેડિકલ ઓફિસર, જુનિયર ઈજનેર, મદદનીશ રાજભાષા અધિકારી સહિત અનેક જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સૂચના દ્વારા કુલ 173 પોસ્ટ્સની ભરતી કરવામાં આવશે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ nhpcindia.com પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે.

આ પણ વાંચો: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે કરશે 45 કેન્દ્રીય યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે બેઠક, જાણો ક્યા વિષયો પર થશે ચર્ચા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">