આ કંપની New Joining પર કર્મચારીઓને આપી રહી છે BMW SUPER BIKE અને T20 World Cup નિહાળવાનો મોકો , શું તમે કર્યું એપ્લાય ?

BharatPe પોતાની વિસ્તરણ યોજના તૈયાર કરી છે. આ યોજના અંતર્ગત કંપની આગામી કેટલાક દિવસોમાં વેપારી અને ગ્રાહક ધિરાણના ક્ષેત્રમાં કેટલાક નવા ઉત્પાદનો લોંચ કરશે. આ માટે તેણે ટીમને વિસ્તૃત કરવાની જરૂર ઉભી થઇ છે. વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં એટલે કે માર્ચ 2022 સુધીમાં કંપનીએ તેની ટીમની સંખ્યા ત્રણ ગણી વધારવી પડશે.

આ કંપની New Joining પર કર્મચારીઓને આપી રહી છે BMW SUPER BIKE અને T20 World Cup નિહાળવાનો મોકો , શું તમે કર્યું એપ્લાય ?
Under the package, the company is offering a new employee the option of 5 super bikes. These include BMW G310R, Jawa Parek, KTM Duke 390, KTM RC 390 and Royal Enfield Himalayas as alternatives.
TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Jul 20, 2021 | 1:24 PM

point of sale (POS) કેટેગરીમાં ભારતની ત્રીજી સૌથી મોટી કંપની BharatPe એ તેના નવા કર્મચારીઓ માટે Bumper Joining Perkની જાહેરાત કરી છે. આ પર્ક હેઠળ નવા એમ્પલોયને BMW Bike,Apple iPad Pro, Samsung Galaxy Watch ની ભેટ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત નવેમ્બરમાં આયોજિત ICC Men’s T20 World Cup માટે દુબઈ ટૂર પર લઈ જવામાં આવશે

BharatPe પોતાની વિસ્તરણ યોજના તૈયાર કરી છે. આ યોજના અંતર્ગત કંપની આગામી કેટલાક દિવસોમાં વેપારી અને ગ્રાહક ધિરાણના ક્ષેત્રમાં કેટલાક નવા ઉત્પાદનો લોંચ કરશે. આ માટે તેણે ટીમને વિસ્તૃત કરવાની જરૂર ઉભી થઇ છે. વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં એટલે કે માર્ચ 2022 સુધીમાં કંપનીએ તેની ટીમની સંખ્યા ત્રણ ગણી વધારવી પડશે. આ માટે કંપની તેની ટીમમાં 100 નવા લોકોને સામેલ કરશે.

પસંદગીની SUPER BIKE નો વિકલ્પ ઉદ્યોગની સારી પ્રતિભાને પોતાના તરફ આકર્ષવા માટે કંપની નવા કર્મચારીઓને બે પ્રકારના પેકેજ આપી રહી છે. પ્રથમ પેકેજ “Bike Package” અને બીજું પેકેજ “Gadget Package” છે. બાઇક પેકેજ હેઠળ કંપની નવા કર્મચારીને 5 સુપર બાઇકનો વિકલ્પ આપી રહી છે. આમાં BMW G310R, Jawa Parek, KTM Duke 390, KTM RC 390 અને રોયલ એનફિલ્ડ હિમાલયને વિકલ્પ તરીકે આપવામાં આવ્યા છે.

Gadget Package માં શું ભેટ મળે છે ? Gadget Package હેઠળ કંપની નવા કર્મચારીઓને Apple iPad Pro (with Pencil), Bose, હર્મન કાર્ડન સ્પીકર્સ, સેમસંગ ગેલેક્સી વોચ, WFH ડેસ્ક એન્ડ ચેર તથા Firefox Typhoon 27.5 D સાઈકલ આપી રહી છે.

વર્લ્ડ કપ બતાવવા માટે કંપની દુબઇ લઈ જશે ICC Men’s T20 World Cup ઓક્ટોબર મહિનાથી શરૂ થઈ રહ્યો છે અને તેનું આયોજન દુબઇમાં કરવામાં આવી રહ્યું છે. કંપની ટીમના કર્મચારીઓને મેચ બતાવવા દુબઈ લઈ જવામાં આવશે.

8 મહિના પહેલા અપ્રેઝલ લાગુ કરાયું આ ઉપરાંત કંપનીએ વર્તમાન નાણાકીય વર્ષ માટે 8 મહિના અગાઉથી અપ્રેઝલની જાહેરાત કરી છે. તેનો અમલ 1 જુલાઈ 2021 થી કરવામાં આવ્યો છે. અપ્રેઝલને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં એક ભાગ કર્મચારી સ્ટોક વિકલ્પ એટલે કે ESOPના રૂપમાં પણ ઉપલબ્ધ થશે.

POS બિઝનેસને આ વર્ષે ૩ ગણું કરવાનું લક્ષય કંપનીના વ્યવસાય વિશે વાત કરીએ તો ગયા અઠવાડિયે ભારત પેએ તેના પીઓએસ બિઝનેસમાં ત્રણ ગણો લક્ષ્યાંક મૂક્યો છે. ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં કંપનીએ ટીપીવી એટલે કે ટ્રાંઝેક્શન પ્રોસેસ્ડ વેલ્યુ 6 અબજ ડોલર (44800 કરોડ રૂપિયા) સુધી પહોંચવાનો લક્ષ્યાંક આપ્યો છે. કંપનીએ ઇક્વિટી અને ડેટ દ્વારા અત્યાર સુધીમાં 300 મિલિયન ડોલર એટલે કે 2100 કરોડ રૂપિયા થી વધુના ભંડોળ એકઠા કર્યા છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati