UPSC સિવિલ સર્વિસિસ પરીક્ષા માટે બીજી તક આપવા મામલે સુપ્રીમ કોર્ટેમાં સુનાવણી, કોર્ટે UPSCને પુનર્વિચાર કરવા કહ્યું

સિવિલ સર્વિસ પરીક્ષા 2021-22ના વિદ્યાર્થીઓની જે કોરોનાને કારણે મુખ્ય પરીક્ષા આપવાથી વંચિત રહી ગયા હતા તેમની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે (Supreme Court) UPSCને બે અઠવાડિયામાં ફરીથી નીર્ણય કરવાનો આદેશ આપ્યો છે.

UPSC સિવિલ સર્વિસિસ પરીક્ષા માટે બીજી તક આપવા મામલે સુપ્રીમ કોર્ટેમાં સુનાવણી, કોર્ટે UPSCને પુનર્વિચાર કરવા કહ્યું
supreme-court
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 3:44 PM

સિવિલ સર્વિસ પરીક્ષા 2021-22 (UPSC CSE 2021-22)ના વિદ્યાર્થીઓની જે કોરોનાને કારણે મુખ્ય પરીક્ષા આપવાથી વંચિત રહી ગયા હતા તેમની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે (Supreme Court) UPSCને બે અઠવાડિયામાં ફરીથી નીર્ણય કરવાનો આદેશ આપ્યો છે. કોરોનાને કારણે જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષા આપી શક્યા ન હતા, તેઓએ માંગ કરી છે કે, તેમને મુખ્ય પરીક્ષા માટે વધારાની તક આપવામાં આવે. વિદ્યાર્થીઓ તરફથી હાજર રહેલા એડવોકેટ પ્રશાંત ભૂષણે 24 માર્ચ 2022ની સંસદીય સમિતિના અહેવાલનો ઉલ્લેખ કર્યો હતો, જેના પછી સુપ્રીમ કોર્ટે UPSCને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું છે.

મહત્વનું છે કે, આ પહેલા ફણ આ મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ કોરોના પોઝિટિવ હોવાના કારણે UPSC પરીક્ષામાં બેસી ન શકનારા ઉમેદવારો માટે ફરીથી પરીક્ષા યોજવાની માંગ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં, યુપીએસસી (Union Public Service Commission)એ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે, જો કોઈ ઉમેદવાર કોઈપણ કારણોસર નિર્ધારિત તારીખે પરીક્ષામાં હાજર ન રહે, તો પછી પરીક્ષા યોજવાની કોઈ જોગવાઈ નથી. પછી તે બીમારી હોય અકસ્માત હોય કે બીજું કંઈક.

આ માટે ત્રણ ઉમેદવારોએ અરજી કરી હતી. ત્રણેય ઉમેદવારોએ UPSC-2021ની પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરી હતી પરંતુ કોવિડ-19થી સંક્રમિત જણાયા બાદ તેઓ મુખ્ય પરીક્ષાના તમામ પેપરમાં હાજર રહી શક્યા ન હતા. આ ઉમેદવારો હવે પરીક્ષામાં બેસવા માટે વધારાની તક આપવાની માંગ કરી રહ્યા છે. આ પહેલા UPSCએ સર્વોચ્ચ અદાલતમાં એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું હતું કે, સિવિલ સર્વિસીસ પરીક્ષામાં વય છૂટછાટ અને વળતર/વધારાના પ્રયત્નો અંગેનો કોઈપણ નિર્ણય એ “નીતિની બાબત” છે જે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT)ના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કેન્દ્ર સરકારના નિયમો મુજબ યોજાઈ પરીક્ષા

કમિશને જણાવ્યું હતું કે, “કમિશન સામાન્ય રીતે એક વર્ષ દરમિયાન ઘણી ભરતી પરીક્ષાઓ સિવાય 13 પરીક્ષાઓનું આયોજન કરે છે”. આ પરીક્ષાઓના સંદર્ભમાં, જો ઉમેદવાર કોઈપણ રોગ/અકસ્માત સહિતના કોઈપણ કારણોસર નિયત તારીખે પરીક્ષામાં બેસવામાં નિષ્ફળ જાય, તો તે પરીક્ષા આપી શકશે નહીં, તો ફરીથી પરીક્ષા યોજવાની કોઈ જોગવાઈ રહેશે નહીં. કમિશને કહ્યું કે ભૂતકાળમાં, આયોગે સમાન સંજોગોમાં કોઈ પુનઃપરીક્ષા હાથ ધરી નથી. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, UPSC ભારત સરકાર દ્વારા કાર્મિક મંત્રાલયમાં વાર્ષિક ધોરણે લેવામાં આવતી પરીક્ષાના નિયમો અનુસાર સિવિલ સર્વિસ પરીક્ષાનું આયોજન કરે છે.

સમગ્ર દેશમાં 24 કેન્દ્રો પર લેવામાં આવી હતી પરીક્ષા

UPSCએ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે, સિવિલ સર્વિસીસ મુખ્ય (લેખિત) પરીક્ષા 2021 7 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી સમગ્ર દેશમાં 24 કેન્દ્રો પર સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું. કોવિડ-19 પ્રોટોકોલમાં કોરોના સંક્રમિત ઉમેદવારો માટે કોઈ અલગ વ્યવસ્થા કરવામાં આવી નથી. કમિશને કહ્યું કે, અમે મહત્વની ખાલી જગ્યાઓ સમયસર ભરીને સરકારને મેનપાવર પુરી પાડવાની બંધારણીય જવાબદારી પૂરી કરી રહ્યા છીએ.

આ પણ વાંચો: CA Syllabus: CAનો સિલેબસ બદલવાનો છે, ICAIએ જણાવ્યો પ્લાન, જાણો કેવો હશે નવો સિલેબસ

આ પણ વાંચો: UG admission 2022: કયા વિષયમાં પ્રવેશ માટે ધોરણ 12નો કયો કોર્સ જરૂરી છે, AICTEએ સંપૂર્ણ યાદી બહાર પાડી 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">