શરમજનક! બીએસસીના પુસ્તકમાં દહેજ પ્રથાના ગણાવાયા 4 ફાયદા, જાણો શું છે સમગ્ર મામલો

શાળા-કોલેજમાં ભણાવવામાં આવતા પાઠ્યપુસ્તકોની સામગ્રીને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. આ બીએસસી નર્સિંગના પુસ્તક વિશે છે. આ પુસ્તકમાં દહેજ પ્રથાના (Dowry System) ફાયદાની ગણતરી કરવામાં આવી છે.

શરમજનક! બીએસસીના પુસ્તકમાં દહેજ પ્રથાના ગણાવાયા 4 ફાયદા, જાણો શું છે સમગ્ર મામલો
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 1:35 PM

BSc book shows benefits of dowry system: શાળા-કોલેજમાં ભણાવવામાં આવતા પાઠ્યપુસ્તકોની સામગ્રીને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. આ બીએસસી નર્સિંગના (BSc Nursing) પુસ્તક વિશે છે. આ પુસ્તકમાં દહેજ પ્રથાના (Dowry System) ફાયદાની ગણતરી કરવામાં આવી છે. આ પુસ્તકનું નામ છે ‘ટેક્સ્ટબુક ઓફ સોશિયોલોજી ફોર નર્સ’, જે ટીકે ઈન્દ્રાણીએ લખી (TK Indrani) છે. જે પોતે એક મહિલા છે. શિવસેનાના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ અંગે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ફરિયાદ કરી છે. આ લખાણને મહિલાઓ માટે અપમાનજનક અને સમાજ માટે શરમજનક ગણાવીને તેને અભ્યાસક્રમમાંથી હટાવવાની માંગણી કરી છે. તે જ સમયે, આ મામલે ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા પણ સ્પષ્ટતા આપવામાં આવી છે.

આ પુસ્તકનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે દહેજ પ્રથાના ફાયદા પોઈન્ટ-બાય-પોઈન્ટની રીતે ગણવામાં આવ્યા છે. વાંચો તેમાં શું લખ્યું છે…

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આ લાભોનો ઉલ્લેખ પુસ્તકમાં કરવામાં આવ્યો છે

1. ‘દહેજ નવું ઘર ઊભું કરવામાં મદદરૂપ છે. પથારી, ગાદલા, ટીવી, પંખા, ફ્રીજ, વાસણો, કપડાં અને વાહન પણ દહેજ તરીકે આપવાની પ્રથા ભારતના ઘણા ભાગોમાં જોવા મળે છે.

2. ‘છોકરીને તેના માતા-પિતાની મિલકતનો હિસ્સો દહેજના રૂપમાં મળે છે.’

3. દહેજના કારણે છોકરીઓમાં શિક્ષણનો પ્રસાર થઈ રહ્યું છે. કારણ કે, દહેજના બોજથી બચવા માટે ઘણા માતા-પિતાએ પોતાની દીકરીઓને ભણાવવાનું શરૂ કરી દીધું છે. જેથી જ્યારે છોકરીઓ ભણશે અને નોકરી કરશે ત્યારે દહેજની માંગ ઓછી થશે. તેથી તે પરોક્ષ ફાયદો છે.

4. ‘ખરાબ દેખાતી છોકરીઓ આકર્ષક દહેજ સાથે સારા કે ખરાબ દેખાતા છોકરા સાથે લગ્ન કરી શકે છે.’

દેશ અને બંધારણ માટે શરમજનક

શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ (Shiv Sena MP Priyanka Chaturvedi) શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને (Education Minister Dharmendra Pradhan) પત્ર લખીને B.Sc નર્સિંગના બીજા વર્ષમાં ચાલતા આ પુસ્તક (Textbook of Sociology for Nurses)માં આપવામાં આવેલી સામગ્રી વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેણે કહ્યું છે કે, ‘આ મહિલાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ છે. આટલું નબળું લખાણ ભણાવવામાં આવે છે તે ચોંકાવનારી બાબત છે. દહેજના ફાયદાઓ જણાવતું પુસ્તક આપણા અભ્યાસક્રમમાં છે, તે દેશ અને તેના બંધારણ માટે શરમજનક બાબત છે.

તેમણે લખ્યું છે કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે જ્યાં દહેજ અપરાધ છે ત્યાં આવી જૂની વિચારધારાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તે વધુ ચિંતાજનક છે કે વિદ્યાર્થીઓને આવી પ્રતિક્રિયાશીલ વસ્તુઓ શીખવવામાં આવે છે. આજ સુધી આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આવા પુસ્તકો તાત્કાલિક બંધ કરવા જોઈએ અને તેને અભ્યાસક્રમમાંથી બહાર કાઢવા જોઈએ. તેમજ તેની સામે કડક પગલાં લેવા જોઈએ જેથી ભવિષ્યમાં પણ આવી મહિલા વિરોધી સામગ્રી શીખવવામાં કે તેનો પ્રચાર ન થાય.

નર્સિંગ કાઉન્સિલની સ્પષ્ટતા

આ મામલે ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલે પણ એક નોટિફિકેશન બહાર પાડી સ્પષ્ટતા કરી છે. તે કહે છે કે, INC આવી કોઈપણ અપમાનજનક સામગ્રીની વિરુદ્ધ છે, જે દેશના કાયદાની વિરુદ્ધ છે. તે સ્પષ્ટ કરવામાં આવે છે કે નર્સિંગ કાઉન્સિલ ફક્ત તે જ અભ્યાસક્રમ નક્કી કરે છે જે INCની વેબસાઇટ પર છે.

આ પણ વાંચો: GPAT Admit Card 2022: ગ્રેજ્યુએટ ફાર્મસી એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું, આ રીતે કરો ડાઉનલોડ

આ પણ વાંચો: CLAT Exam 2022: CLAT પરીક્ષા જૂનમાં લેવામાં આવશે, અહીં તપાસો પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">