SBI Student Loan : દેશની સૌથી મોટી સરકારી બેંક સસ્તાં દરે દોઢ કરોડ રૂપિયા સુધી લોન આપી રહી છે, જાણો વિગતવાર

SBI સ્ટુડન્ટ લોન વિશે જાણતા પહેલા તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ લોન IIT, IIM જેવી સંસ્થાઓમાંથી ગ્રેજ્યુએશન, પોસ્ટ-ગ્રેજ્યુએશન, ડિગ્રી, ડિપ્લોમા વગેરે જેવા અભ્યાસક્રમો માટે આપવામાં આવે છે.

SBI Student Loan : દેશની સૌથી મોટી સરકારી બેંક સસ્તાં દરે દોઢ કરોડ રૂપિયા સુધી લોન આપી રહી છે, જાણો વિગતવાર
State Bank Of India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2022 | 7:56 AM

જરૂરી નથી કે માત્ર ઘર ખરીદવા કે કાર ખરીદવા માટે જ પૈસાની જરૂર હોય. ઘણા લોકોને ઉચ્ચ શિક્ષણ(Higher Studies)માટે પણ મોટા પૈસાની જરૂર હોય છે. હવે જે લોકો ઉચ્ચ શિક્ષણનો ખર્ચ ઉઠાવી શકતા નથી તેઓ બેંકોમાંથી લોન પણ લઈ શકશે. આજે અમે તમને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા(State Bank of India)ની સ્ટુડન્ટ લોન(SBI Student Loan) વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે તમારા ઘણા પ્રશ્નોના જવાબ આપશે. તમને જણાવી દઈએ કે દેશની સૌથી મોટી બેંક – SBI દેશના નાગરિકોને ઉચ્ચ શિક્ષણ માટે સસ્તા દરે લોન આપી રહી છે.

SBI સસ્તાદરે લોન આપે છે

હોમ લોનથી લઈને કાર લોન અને પર્સનલ લોનથી લઈને એજ્યુકેશન લોન સુધીની તમારી તમામ જરૂરિયાતો માટે આપણા દેશમાં વિવિધ લોન ઉપલબ્ધ છે. જો તમે ભારત અથવા અન્ય કોઈ દેશમાં ઉચ્ચ શિક્ષણ માટે અભ્યાસ કરવા માંગતા હોય તો SBI સસ્તું દરે વિદ્યાર્થી લોન પ્રદાન કરે છે.

તમે ભારત અને અન્ય દેશોમાં અભ્યાસ માટે લોન મળે છે

SBI સ્ટુડન્ટ લોન વિશે જાણતા પહેલા તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ લોન IIT, IIM જેવી સંસ્થાઓમાંથી ગ્રેજ્યુએશન, પોસ્ટ-ગ્રેજ્યુએશન, ડિગ્રી, ડિપ્લોમા વગેરે જેવા અભ્યાસક્રમો માટે આપવામાં આવે છે. આ સિવાય ટીચર ટ્રેનિંગ, નર્સિંગ કોર્સ, પાઈલટ ટ્રેનિંગ, શિપિંગ જેવા કોર્સ માટે પણ લોન લઈ શકાય છે. આટલું જ નહીં જો તમે ભારતની બહાર અન્ય દેશોમાં રહીને MCA, MBA, MS, CIMA, CPA જેવા કોર્સ કરવા માંગો છો, તો આવી સ્થિતિમાં તમે SBI પાસેથી લોન પણ લઈ શકો છો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

SBI સ્ટુડન્ટ લોન અંગેની અગત્યની માહિતી

  • SBI સ્ટુડન્ટ લોન હેઠળ ઉચ્ચ શિક્ષણ માટે ખૂબ જ પોસાય તેવા દરે લોન આપવામાં આવે છે.
  • જો કોઈ છોકરી કે મહિલા ઉચ્ચ શિક્ષણ માટે લોન લે છે તો તેને વ્યાજ દરમાં 0.50 ટકા રિબેટ મળે છે.
  • 7.5 લાખ સુધીની લોન માટે કોઈ કોલેટરલ સિક્યોરિટીની જરૂર પડશે નહીં.
  • 20 લાખ સુધીની લોન માટે કોઈ પ્રોસેસિંગ ફીની જરૂર પડશે નહીં. 20 લાખથી વધુની લોન પર 10 હજાર વધુ ટેક્સ લાગશે.
  • લોનની ચુકવણી અભ્યાસક્રમ પૂર્ણ થયાના એક વર્ષ પછી શરૂ થશે.
  • કોર્સ પૂરો થયા પછી 15 વર્ષ સુધીની ચુકવણીનો સમયગાળો આપવામાં આવશે. આ સાથે 12 મહિનાની રિપેમેન્ટ લીવ પણ મળશે.
  • 4 લાખ સુધીની લોન માટે કોઈ માર્જિન લાગુ પડશે નહીં.
  • SBI સ્ટુડન્ટ લોન હેઠળ વ્યક્તિ 1.50 કરોડ રૂપિયાની લોન લઈ શકે છે. જો તમે ભારતમાં ભણવા જઈ રહ્યા છો, તો તમે 50 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો અને જો તમે વિદેશમાં ભણવા જઈ રહ્યા છો, તો તમે 1.50 કરોડ રૂપિયા સુધીની લોન લઈ શકો છો.
  • SBI સ્ટુડન્ટ લોનનો વ્યાજ દર 8.65 ટકા છે, જ્યારે છોકરીઓ અને મહિલાઓ માટે તે 8.15 ટકા છે.
  • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વિદ્યાર્થી લોન વિશે વધુ માહિતી માટે, તમે બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત, તમે તમારી નજીકની સ્ટેટ બેંકની શાખામાં જઈને  વિદ્યાર્થી લોન વિશે પણ માહિતી મેળવી શકો છો.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">