SBI SO Exam : સ્પેશિયાલિસ્ટ ઓફિસરની 606 જગ્યાઓ માટે આજે યોજાશે પરીક્ષા, આ નિયમોનું કરવુ પડશે પાલન

ભારતીય સ્ટેટ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી આ ભરતી મુજબ લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

SBI SO Exam : સ્પેશિયાલિસ્ટ ઓફિસરની 606 જગ્યાઓ માટે આજે યોજાશે પરીક્ષા, આ નિયમોનું કરવુ પડશે પાલન
SBI SO Exam 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 11:06 AM

SBI SO Exam : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલ સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ માટેની ભરતી પરીક્ષા 15 નવેમ્બર ના રોજ લેવામાં આવશે. આ પરીક્ષા (SBI SO Exam 2021) દ્વારા કુલ 606 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આવી સ્થિતિમાં, જે ઉમેદવારોએ આ પોસ્ટ્સ માટે અરજી કરી છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પરીક્ષાનું સમયપત્રક અને પેટર્ન જોઈ શકે છે.

સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO) ની પોસ્ટ માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટેની અરજી પ્રક્રિયા 28 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ શરૂ થઈ હતી. આ માટે ઉમેદવારોને 18 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો હતો.આ પરીક્ષા માટેના એડમિટ કાર્ડ (Admit Card) 3 નવેમ્બરે જારી કરવામાં આવ્યા હતા.

આ જગ્યાઓ પર ભરતી થશે

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

રિલેશનશિપ મેનેજર – 314 જગ્યાઓ રિલેશનશિપ મેનેજર ટીમ લીડ – 20 જગ્યાઓ ગ્રાહક સંબંધો એક્ઝિક્યુટિવ – 217 જગ્યાઓ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર – 12 જગ્યાઓ કેન્દ્રીય સંશોધન ટીમ – 2 જગ્યાઓ માર્કેટિંગ – 12 જગ્યાઓ ડેપ્યુટી મેનેજર માર્કેટિંગ – 26 જગ્યાઓ

પસંદગી પ્રક્રિયા

SBI માં વિવિધ પોસ્ટ પર બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટે ઉમેદવારોની 3 સ્તરે પસંદગી કરવામાં આવશે. પહેલા લેખિત પરીક્ષા. ત્યાર બાદ લેખિત પરીક્ષામાં પસંદ કરાયેલા ઉમેદવારોએ ઇન્ટરવ્યુ અથવા ગ્રુપ ડિસ્કશનમાં હાજર રહેવાનું રહેશે. તે બાદ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.

પરીક્ષા પેટર્ન

આ પરીક્ષાના પ્રશ્નો ઓબ્જેક્ટિવ ટાઈપ (MCQs)ના હશે. જેમાં લોજિક રીઝનીંગમાંથી 50 પ્રશ્નો, મેથ્સના 35 પ્રશ્નો, અંગ્રેજી ભાષાના 35 પ્રશ્નો અને પ્રોફેશનલ નોલેજમાંથી 50 પ્રશ્નો પૂછવામાં આવશે. આ માટે કુલ 2 કલાક 15 મિનિટનો સમય આપવામાં આવશે.

આ પણ વાંચો: Indian Railway Recruitment 2021: આજથી રેલવેમાં નોકરીની મળી રહી છે અઢળક તક, જાણો ક્યાં કરવું એપ્લાય

આ પણ વાંચો: IBPS SO Application 2021: સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, આ રીતે કરો અરજી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">