ગુજરાતમાં SBI બેન્કમાં નોકરી કરવાની તક, સ્નાતક ઉમેદવારો માટે 6,100 જગ્યા ખાલી, જુઓ વિગતો

SBI Apprentice Recruitment 2021: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એપ્રેન્ટિસની પોસ્ટ્ પર અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ- sbi.co.in પર જવું પડશે.

ગુજરાતમાં SBI બેન્કમાં નોકરી કરવાની તક, સ્નાતક ઉમેદવારો માટે 6,100 જગ્યા ખાલી, જુઓ વિગતો
SBI Apprentice Recruitment 2021 (સાંકેતિક ફોટો)
Follow Us:
| Updated on: Jul 07, 2021 | 11:12 PM

SBI Recruitment 2021: બેંકમાં નોકરીનું (Bank Job) સપનું જોતા યુવાનો માટે એક મોટી તક આવી છે. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (State Bank of India) દ્વારા એપ્રેન્ટિસની પોસ્ટ (SBI Apprentice Recruitment 2021) માટે બમ્પર વેકેન્સી બહાર પાડવામાં આવી છે. (SBI Recruitment 2021) બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા હેઠળ કુલ 6,100 પોસ્ટ્સની ભરતી કરવામાં આવશે (SBI 6100 vacancy 2021). આ સ્થિતિમાં આ પોસ્ટ માટે અરજી કરવા માંગતા ઉમેદવારો SBIની સત્તાવાર વેબસાઇટ – sbi.co.in ની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકે છે.

સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (State Bank of India)માં એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી માટે જાહેર કરવામાં આવેલી આ ખાલી જગ્યામાં અરજીની પ્રક્રિયા કાલથી એટલે કે 6 જુલાઈ 2021થી શરૂ થઈ ગઈ છે. સ્ટેટ બેંકમાં નોકરી મેળવવાની આ (SBI Recruitment 2021) એક સુવર્ણ તક છે. આ સ્થિતિમાં, જે ઉમેદવારો આ પોસ્ટ્ માટે અરજી કરવા માંગતા હોય તેઓએ સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને ઑનલાઈન અરજી કરવી જોઈએ. સાથે તમને જણાવી દઈએ કે આ પોસ્ટ્ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 26 જુલાઈ 2021 છે. અરજી કરતા પહેલા, કૃપા કરીને વેબસાઈટ પર ઉપલબ્ધ સત્તાવાર સૂચના તપાસો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ રાજ્યોમાં કરવામાં આવશે ભરતી

રાજ્ય પોસ્ટ્સ
ગુજરાત 800 પોસ્ટ્સ
આંધ્રપ્રદેશ 100 પોસ્ટ્સ
કર્ણાટક 200 પોસ્ટ્સ
મધ્ય પ્રદેશ 75 પોસ્ટ્સ
કર્ણાટક 200 પોસ્ટ્સ
છત્તીસગ 75 પોસ્ટ્સ
લદાખ 10 પોસ્ટ્સ
પંજાબ 365 પોસ્ટ્સ
ઉત્તર પ્રદેશ 875 પોસ્ટ્સ
મહારાષ્ટ્ર 375 પોસ્ટ્સ
લદાખ 10 પોસ્ટ્સ
પશ્ચિમ બંગાળ 715 પોસ્ટ્સ
આંદામાન અને નિકોબાર 10 પોસ્ટ્સ
સિક્કિમ 25 પોસ્ટ્સ
ઓરિસ્સા 400 પોસ્ટ્સ
હિમાચલ પ્રદેશ 200 પોસ્ટ્સ
હરિયાણા 150 પોસ્ટ્સ
જમ્મુ અને કાશ્મીર 100 પોસ્ટ્સ
ચંડીગઢ 25 પોસ્ટ્સ
અરુણાચલ પ્રદેશ 20 પોસ્ટ્સ
આસામ 250 પોસ્ટ્સ
મણિપુર 20 પોસ્ટ્સ
મેઘાલય 50 પોસ્ટ્સ
મિઝોરમ 20 પોસ્ટ્સ
નાગાલેન્ડ 20 પોસ્ટ્સ
ત્રિપુરા 20 પોસ્ટ્સ
બિહાર 50 પોસ્ટ્સ
ઝારખંડ 25 પોસ્ટ્સ
તમિલનાડુ 90 પોસ્ટ્સ
પુડ્ડુચેરી 10 પોસ્ટ્સ
ગોવા 50 પોસ્ટ્સ
ઉત્તરાખંડ 125 પોસ્ટ્સ
તેલંગાણા 125 પોસ્ટ્સ
રાજસ્થાન 650 પોસ્ટ્સ
કેરળ 75 પોસ્ટ્સ

અરજી ફી

જાહેર કરેલી સૂચના મુજબ આ વર્ગ માટે જનરલ કેટેગરી, ઓબીસી અને આર્થિક નબળા એટલે કે EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી (Application Fees for SBI) તરીકે 300 રૂપિયા જમા કરાવવાના રહેશે. ત્યારે એસસી એસટી અને પીએચ કેટેગરીના ઉમેદવારોને નિ:શુલ્ક અરજી કરવાની તક મળી છે. અરજી ફી ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા ચુકવી શકાય છે. આ (SBI Recruitment 2021) પોસ્ટ માટે અરજી કરવા સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઇટ- sbi.co.in ની મુલાકાત લો.

કોણ અરજી કરી શકે છે?

આ ખાલી જગ્યા (SBI Apprentice Recruitment 2021) માટે અરજી કરતા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોઈપણ ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. SBIમાં એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી માટે જાહેર કરાયેલી આ ખાલી જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 20 વર્ષથી વધુ અને 28 વર્ષથી ઓછી હોવી જોઈએ. ત્યારે અનામતના હેઠળ આવતા ઉમેદવારોને નિયમો અનુસાર ઉપલી વયમર્યાદામાં રાહત આપવામાં આવશે.

આ પણ વાંચો: NATA 2021 Admit card: કેવી રીતે ડાઉનલોડ કરશો નેશનલ એપ્ટીટ્યૂડનું એડમિડ કાર્ડ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">