Sarkari Naukri : ગુજરાત સહીત દેશભરમાં 38 હજાર જગ્યાઓ ઉપર સરકાર આપી રહી છે નોકરી, 6 જૂન પહેલા આ રીતે કરો અરજી

Sarkari Naukri : ગુજરાત સહીત દેશભરમાં 38 હજાર જગ્યાઓ ઉપર સરકાર આપી રહી છે નોકરી, 6 જૂન પહેલા આ રીતે કરો અરજી
sarkari naukri

ભારતીય ટપાલ વિભાગ દ્વારા જારી કરાયેલ નોટિફિકેશન અનુસાર, આ પોસ્ટ્સ(GDS Recruitment 2022) માટે અરજી પ્રક્રિયા 2 મે 2022 થી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને આમાં અરજી કરવા માટે 5 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

May 25, 2022 | 8:48 AM

India Post GDS Recruitment 2022: ભારતીય ટપાલ વિભાગ તરફથી ગ્રામીણ ડાક સેવકોની જગ્યાઓ પરની ખાલી જગ્યાઓ માટે અરજીની પ્રક્રિયા ટૂંક સમયમાં બંધ કરવામાં આવશે. ભારતીય ટપાલ વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ઝારખંડ, છત્તીસગઢ, ઝારખંડ, ગુજરાત સહીત અન્ય સર્કલમાં આવેલ પોસ્ટ ઓફિસોમાં ગ્રામીણ ડાક સેવકોની જગ્યાઓ માટે સરકારી નોકરી(Sarkari Naukri) ની ખાલી જગ્યાઓ બહાર પાડી છે. આ પોસ્ટ પર કુલ 38926 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. જે ઉમેદવારોએ હજુ સુધી આ જગ્યા માટે અરજી કરી નથી તેઓ ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ indiapostgdsonline.gov.in પર જઈને અરજી કરી શકે છે. આમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો.

ભારતીય ટપાલ વિભાગ દ્વારા જારી કરાયેલ નોટિફિકેશન અનુસાર, આ પોસ્ટ્સ(GDS Recruitment 2022) માટે અરજી પ્રક્રિયા 2 મે 2022 થી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને આમાં અરજી કરવા માટે 5 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે. અરજી કરતા પહેલા વેબસાઇટ પર જાઓ અને નોટિફિકેશન તપાસો. આ જગ્યા માટે ઉમેદવારોની પસંદગી મેરીટ લિસ્ટ દ્વારા કરવામાં આવશે. અન્ય કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં.

India Post GDS Recruitment 2022  માટે આ રીતે અરજી કરો

  • અરજી કરવા માટે પહેલા સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in પર જાઓ.
  • વેબસાઈટના હોમ પેજ પર India Post GDS Recruitment 2022 પર જાઓ.
  • આ પછી ઓનલાઈન ગ્રામીણ ડાક સેવક એંગેજમેન્ટ પર ક્લિક કરો.
  • હવે Validate your details ના વિકલ્પ પર જાઓ.
  • અહીં મોબાઈલ નંબર અને ઈમેલની મદદથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
  • પ્રાપ્ત નોંધણી નંબરની મદદથી, તમે અરજી ફોર્મ ભરી શકો છો.
  • એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી પ્રિન્ટ આઉટ મેળવી લો

અરજી કરતા પહેલા જાણવા જેવી મહત્વની બાબતો

ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અરજી કરનાર ઉમેદવાર 10મું પાસ હોવો જોઈએ. અનામત શ્રેણીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે જેની માહિતી નોટિફિકેશનમાં શેર કરવામાં આવી છે. ઉમેદવારોએ અરજી માટે 100 રૂપિયા ચૂકવવાના રહેશે.

કેટલો પગાર મળશે?

જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ આ પ્રક્રિયા દ્વારા ઈન્ડિયા પોસ્ટમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM), આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) અને ડાક સેવકની 38,926 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. બ્રાન્ચ પોસ્ટ માસ્ટર પોસ્ટ પર પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 12,000નો પગાર આપવામાં આવશે. અન્ય પોસ્ટ માટે, ઉમેદવારોને દર મહિને 10,000 રૂપિયા સુધીનો પગાર મળશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati