SAI Recruitment 2021: સહાયક કોચની જગ્યા માટે બહાર પડી ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

રમતગમત ક્ષેત્રે નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે એક મોટી તક સામે આવી છે. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સહાયક કોચની જગ્યા પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

SAI Recruitment 2021: સહાયક કોચની જગ્યા માટે બહાર પડી ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી
SAI Recruitment 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 7:12 PM

SAI Recruitment 2021: રમતગમત ક્ષેત્રે નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે એક મોટી તક સામે આવી છે. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સહાયક કોચની જગ્યા પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આવી સ્થિતિમાં, જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા ઇચ્છે છે તેમણે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ sportsauthorityofindia.nic.in પર જવું પડશે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (Sports Authority of India ) દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા હેઠળ કુલ 220 પોસ્ટ્સની ભરતી કરવામાં આવશે. આમાં અરજી કરવા માટે, અરજી ફોર્મની લિંક આવતીકાલ એટલે કે 27 ઓગસ્ટ 2021થી શરૂ થશે. ઉમેદવારોને આ (SAI Recruitment 2021)માં અરજી કરવા માટે 10 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવશે.

આ પોસ્ટ્સ માટે અરજી કરતા પહેલા, કૃપા કરીને સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચના વાંચો. અરજી ફોર્મ ભરતી વખતે સાવચેત રહો કારણ કે, ફોર્મમાં કોઈ પણ ભૂલ અસ્વીકાર તરફ દોરી જશે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

કોણ અરજી કરી શકે છે

ઉમેદવારો સહાયક કોચ પદ માટે અરજી કરવા પાત્ર છે, જેમણે SAI, NS NIS અથવા અન્ય કોઇ માન્ય ભારતીય/ વિદેશી યુનિવર્સિટીમાંથી કોચિંગમાં ડિપ્લોમા પૂર્ણ કર્યો હોય અથવા ઓલિમ્પિક/ આંતરરાષ્ટ્રીય સહભાગીતા હોય, અથવા દ્રોણાચાર્ય પુરસ્કાર હોય. જ્યાં સુધી વય મર્યાદાનો સવાલ છે, ઉમેદવારોની મહત્તમ ઉંમર 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. અરજીની છેલ્લી તારીખ મુજબ ઉંમર ગણવામાં આવશે. પાત્રતાના માપદંડ પર વિગતવાર માહિતી માટે, તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

મહત્વપૂર્ણ તારીખો

  1. ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ: 27 ઓગસ્ટ 2021
  2. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 10 ઓક્ટોબર 2021

આ રીતે નોટિફિકેશન જુઓ

ઉમેદવારો sportsauthorityofindia.nic.in/sai ની જવું પડશે. અહીં હોમપેજ પર લેટેસ્ટ અપડેટ્સ પર ક્લિક કરો, પછી જોબ્સ પર ક્લિક કરો. આમ કરવાથી, નોટિફિકેશન અને આંખની રચના જેવું બટન તેમની સામે દેખાશે, જેના પર ક્લિક કરીને, સૂચના ખુલશે. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હેઠળ સહાયક કોચની જગ્યાઓ માટે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવી પડશે અને આ અપજી sportsauthorityofindia.nic.in દ્વારા ઓનલાઇન સ્વીકારવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

આ ખાલી જગ્યા માટે ઉમેદવારોની પસંદગી મૌખિક પરીક્ષા સાથે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. તમે પસંદગી પ્રક્રિયાની વિગતો માટે સૂચના જોઈ શકો છો. SAI ભરતી 2021 હેઠળ, પસંદ કરેલા કોચને 41,420 – 112,400 રૂપિયા વેતન આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gold Hallmarking : જાણો સરકારના નવા નિયમથી કેમ નારાજ છે જવેલર્સ ? શું છે HUID જેને સ્વીકારવા સુવર્ણકાર તૈયાર નથી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">