Railway Recruitment 2021: રેલ્વેમાં એક્ટ એપ્રેન્ટિસના 1785 પદ પર ભરતી માટે અરજી કરવામાં હવે થોડા દિવસો બાકી

Railway Recruitment 2021: રેલ્વે રિક્રુટમેન્ટ સેલ દ્વારા ધોરણ 10 અને ITI કોર્સ પાસ કરેલ યુવાનો માટે ભરતી હાથ ધરવામાં આવી છે.

Railway Recruitment 2021: રેલ્વેમાં એક્ટ એપ્રેન્ટિસના 1785 પદ પર ભરતી માટે અરજી કરવામાં હવે થોડા દિવસો બાકી
Railway Jobs
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 12:10 PM

Railway Recruitment 2021: રેલ્વે રિક્રુટમેન્ટ સેલ દ્વારા ધોરણ 10 અને ITI કોર્સ પાસ કરેલ યુવાનો માટે ભરતી હાથ ધરવામાં આવી છે. આ ભરતી સાઉથ ઈસ્ટર્ન રેલવેમાં કરવામાં આવશે. RRC એ સાઉથ ઈસ્ટર્ન રેલવેમાં એક્ટ એપ્રેન્ટિસની પોસ્ટ માટે અરજીઓ આમંત્રિત કરી છે. 1785 પોસ્ટ પર નોકરી આપવામાં આવશે. આ રેલ્વે ભરતીની સૂચના બહાર પાડવામાં આવી હતી.

મહત્વની તારીખો

  1. અરજીની શરૂઆતની તારીખ – નવેમ્બર 15, 2021
  2. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ- 14 ડિસેમ્બર, 2021
  3. કુલ ખાલી જગ્યાઓ- 1785
  4. પોસ્ટ ઉપલબ્ધ- એપ્રેન્ટિસ

રેલવે એક્ટ એપ્રેન્ટિસ માટે આવશ્યક લાયકાત

માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ. ઉપરાંત, ખાલી જગ્યા સંબંધિત ટ્રેડમાં ITI કોર્સ કર્યો છે. ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 15 વર્ષ અને વધુમાં વધુ 24 વર્ષ હોવી જોઈએ. આરક્ષિત વર્ગોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

કેવી રીતે કરવી અરજી

તમે RRC SERની વેબસાઈટ rrcser.co.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો. અરજીની પ્રક્રિયા 15 નવેમ્બર 2021 થી 14 ડિસેમ્બર 2021 સુધી શરૂ થશે. જનરલ અને ઓબીસી માટે અરજી ફી 100 છે. SC, ST, દિવ્યાંગ અને મહિલાઓ માટે અરજી મફત છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

પસંદગી પ્રક્રિયા

દક્ષિણ પૂર્વ રેલવેમાં એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી મેરિટના આધારે કરવામાં આવશે. પરીક્ષા યોજાશે નહીં. પસંદગી માત્ર 10 અને ITIના માર્કસના આધારે કરવામાં આવશે.

વય મર્યાદા

જે ઉમેદવારો એપ્રેન્ટિસશીપની જગ્યાઓ માટે અરજી કરવા ઈચ્છે છે તેમની ઉંમર ઓછામાં ઓછી 15 વર્ષ હોવી જોઈએ અને 1 જાન્યુઆરી, 2022 સુધીમાં તેમની ઉંમર 24 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આરક્ષિત વર્ગો માટે વય મર્યાદામાં અમુક છૂટછાટ આપવામાં આવી છે. ઉપલી વય મર્યાદા SC, ST કેટેગરીના ઉમેદવારો માટે 5 વર્ષ અને OBC ઉમેદવારો માટે 3 વર્ષ સુધી હળવી છે.

આ પણ વાંચો: BEL Recruitment 2021: ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: HAL Recruitment 2021: એન્જીનીયરીંગ ડીગ્રી કે ડીપ્લોમા કરેલ માટે એપ્રેન્ટીસશીપ માટે ભરતી, જાણો તમામ વિગતો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">