Police Recruitment 2022 : પોલીસ વિભાગમાં નોકરી માટે મળી રહી છે તક, જાણો અરજી કરવાની રીત

ઉમેદવારોની પસંદગી કમ્પ્યુટર આધારિત ઉદ્દેશ્ય પ્રકાર કસોટી, શારીરિક સહનશક્તિ અને માપન કસોટી અને અન્ય બાબતોના આધારે કરવામાં આવશે. પેપર હિન્દી અને અંગ્રેજી ભાષામાં હશે.

Police Recruitment 2022 : પોલીસ વિભાગમાં નોકરી માટે મળી રહી છે તક, જાણો અરજી કરવાની રીત
Police Recruitment 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2022 | 8:52 AM

Police Recruitment 2022 : દિલ્હી પોલીસમાં સરકારી નોકરી મેળવવાની સારી તક સામે આવી છે. દિલ્હી પોલીસ (Delhi Police Constable Bharti) માં હેડ કોન્સ્ટેબલની ભરતી માટે સ્ટાફ સિલેક્શન કમિશન(Staff Selection Commission) દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  હેડ કોન્સ્ટેબલની 800 થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી કરવા માટે ઉમેદવારોએ SSCની સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર જવું પડશે. કમિશન દ્વારા નિર્ધારિત સમયપત્રક અનુસાર હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટ્રીયલ) દિલ્હી પોલીસ પરીક્ષા 2022 ની નોટિસ મંગળવાર તારીખ  17 મે 2022 ના રોજ જારી કરવામાં આવી છે.

SSC પરીક્ષા કેલેન્ડર 2022 મુજબ અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન હશે. ઉમેદવારોને 16 જૂન 2022 સુધી અરજી કરવાની તક મળશે. આ પછી ઓનલાઈન અરજી વિન્ડો બંધ થઈ જશે. તેથી, ઉમેદવારોને કહેવામાં આવ્યું છે કે જેમ જેમ અરજી પ્રક્રિયા શરૂ થાય તેમ તેમ તેઓએ શક્ય તેટલું જલદી ફોર્મ ભરવું અને તેને ઑનલાઇન સબમિટ કરવું જોઈએ.

SSC દિલ્હી પોલીસમાં ખાલી જગ્યા

હેડ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા હેઠળ ઓપન કેટેગરીમાં પુરૂષ ઉમેદવારો માટેની જગ્યાઓની સંખ્યા લગભગ 503 છે. જેમાંથી 15 જગ્યાઓ PWD કેટેગરી હેઠળ અનામત છે.  આ ઉમેદવારોને 40 ટકા કે તેથી વધુ સાથે ડિસેબિલિટી કેટેગરીમાં આવવાની તક મળશે. તે જ સમયે મહિલા ઉમેદવારો માટે ઓપન કેટેગરીમાં કુલ પોસ્ટની સંખ્યા 276 છે. વધુ વિગતો માટે કમિશનની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

SSC દિલ્હી પોલીસ હેડ કોન્સ્ટેબલ અરજી ફોર્મ ભરવા આ સ્ટેપ્સ ફોલો કરો

  • અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ- ssc.nic.in પર જાઓ.
  • વેબસાઈટના હોમ પેજ પર આપેલા Apply Online વિકલ્પ પર જાઓ.
  • હવે તમારે દિલ્હી પોલીસ પરીક્ષા 2022 માં હેડ કોન્સ્ટેબલ (મંત્રાલય) ની લિંક પર જવું પડશે.
  • હવે Apply ની લિંક પર ક્લિક કરો.
  • તે પછી પૂછવામાં આવેલી વિગતો ભરીને રજીસ્ટ્રેશનની  પ્રક્રિયા પૂર્ણ કરો.
  • રજીસ્ટ્રેશન પછી તમે અરજી ફોર્મ ભરી શકો છો.
  • એપ્લિકેશન પૂર્ણ કર્યા પછી તેની પ્રિન્ટ મેળવી લેવી.

SSC દિલ્હી પોલીસ હેડ કોન્સ્ટેબલ પાત્રતા

SSC દ્વારા જારી કરાયેલ નોટિફિકેશન અનુસાર દિલ્હી પોલીસમાં હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10+2 પરીક્ષા પાસ કરેલ હોવી આવશ્યક છે. ઉપરાંત, કમ્પ્યુટર પર અંગ્રેજીમાં 30 શબ્દો પ્રતિ મિનિટ અથવા હિન્દીમાં 25 શબ્દો પ્રતિ મિનિટ ટાઈપ કરવાની ઝડપ હોવી જોઈએ.

સત્તાવાર નોટિફિકેશન વાંચવા માટે અહીં ક્લિક કરો.

દિલ્હી પોલીસ હેડ કોન્સ્ટેબલ પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી કમ્પ્યુટર આધારિત ઉદ્દેશ્ય પ્રકાર કસોટી, શારીરિક સહનશક્તિ અને માપન કસોટી અને અન્ય બાબતોના આધારે કરવામાં આવશે. પેપર હિન્દી અને અંગ્રેજી ભાષામાં હશે. કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટમાં લાયકાત મેળવનાર ઉમેદવારોને દરેક કેટેગરીમાં  20 માર્ક પસંદ કરવામાં આવશે. આ ઉમેદવારો આગળના તબક્કામાં જશે. તેઓએ ફિઝિકલ એન્ડ મેઝરમેન્ટ ટેસ્ટ (PE&MT)માં હાજર રહેવું પડશે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">