વિચિત્ર નોકરી ! આ મહિલા બીચ પર મેસેજ લખે છે, મહિને 1 લાખ રૂપિયા કમાય છે

Chinaનો રહેવાસી ફેંગ સેલ્સ સેક્ટરમાં કામ કરતો હતો. પરંતુ તેણે પોતાના જુસ્સા માટે નોકરી છોડી દીધી. હવે તે બીચ પર મેસેજ લખવાનું કામ કરે છે.

વિચિત્ર નોકરી ! આ મહિલા બીચ પર મેસેજ લખે છે, મહિને 1 લાખ રૂપિયા કમાય છે
ચીની મહિલાની વિચિત્ર જોબ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2023 | 2:34 PM

વિશ્વભરના દેશો વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કેટલાક દેશો વધતી જતી મોંઘવારી અને મંદી સાથે સંઘર્ષ કરી રહ્યા છે, જ્યારે કેટલાક હજુ પણ કોવિડ-19ની અસરોમાંથી બહાર આવી રહ્યા છે. આવા સંજોગોમાં જીવન જીવવા માટે નોકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. જો કે, કેટલાક લોકો એવા હોય છે જેઓ આવા સમયે પોતાનો જુસ્સો પૂરો કરવા માટે નોકરી છોડી દે છે. ચીનમાં રહેતી એક મહિલાએ પણ આવું જ કંઈક કર્યું. તેણે નોકરી છોડીને એક વિચિત્ર નોકરી શરૂ કરી છે, જેમાંથી તે મહિને એક લાખ રૂપિયાથી વધુ કમાઈ રહી છે. કરીઅર ન્યુઝ અહીં વાંચો.

ફેંગ નામની આ ચીની મહિલા સેલ્સ સેક્ટરમાં કામ કરતી હતી. પરંતુ પછી તેણે નોકરી છોડી દીધી અને ખૂબ જ રસપ્રદ કામ શરૂ કર્યું, જેમાં રેતાળ દરિયાકિનારા પર સંદેશા લખવાના હોય છે. આ કામ માટે ફેંગને તગડો પગાર પણ મળે છે. હવે ફેંગ બીચ પર અન્ય લોકો માટે સંદેશા લખવાનું કામ કરે છે. તેણે દાવો કર્યો કે આ નોકરી માત્ર મજાની જ નથી, પરંતુ તેમાં તગડો પગાર પણ મળે છે. ફેંગ ચીનના હૈનાન ક્ષેત્રના સાન્યા શહેરની રહેવાસી છે.

આ કામ કેવી રીતે શરૂ થયું?

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

વાસ્તવમાં, ફેંગને આ કામ વિશે ત્યારે ખબર પડી જ્યારે તેણે એક વ્યક્તિને રેતી પર મેસેજ લખતા જોયો. આ પછી તેનો તેમાં રસ વધી ગયો અને તેણે પોતાની સેલ્સ જોબ છોડી દીધી અને તેને ફુલ ટાઈમ પ્રોફેશન બનાવી લીધું. શરૂઆતમાં, ફેંગે દરિયાકિનારા પર સંદેશા લખવાનું અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનું શરૂ કર્યું. પરંતુ તેને આશા નહોતી કે આ તેને સફળતા અપાવશે.

જો કે, રેતીના કિનારા પર કરવામાં આવેલી તેની આર્ટવર્ક લોકોને ખૂબ પસંદ આવી હતી. આનું પરિણામ એ આવ્યું કે ટૂંક સમયમાં તેને મેસેજ લખવા માટે બુકિંગ મળવાનું શરૂ થઈ ગયું. એક સમય એવો આવ્યો જ્યારે તેણે નક્કી કરવું પડ્યું કે તેનું વેચાણનું કામ કરવું કે રેતી પર સંદેશા લખવાનું સંપૂર્ણપણે શરૂ કરવું. જો કે, તેણે એક હિંમતવાન નિર્ણય લીધો અને તેના જુસ્સાને પસંદ કર્યો.

કમાણી કેટલી છે?

ફેંગે સંદેશા લખવાનું કામ પણ પસંદ કર્યું કારણ કે તેની નવી નોકરી તેને ફ્લેક્સિબલ કલાક કામ કરવાનો વિકલ્પ આપે છે. હવે તે માત્ર વધુ પૈસા કમાતી નથી, પરંતુ તેના પરિવારને સમય પણ આપી શકે છે. તેણે કહ્યું, ‘જ્યારે મેં મારી નવી કારકિર્દીની શરૂઆત કરી, ત્યારે મારા પરિવારે મને ખૂબ સપોર્ટ કર્યો.’ તેણે ડિઝાઇન વિશે વધુ અભ્યાસ કર્યો અને પછી તેની યોજનામાં સુધારો કરવાનું પણ શરૂ કર્યું.

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, ફેંગે જણાવ્યું કે તે આઠ કલાક કામ કરીને દર મહિને 10000 યુઆન (લગભગ 1.2 લાખ રૂપિયા) કમાય છે. તેણે કહ્યું કે તે અન્ય લોકો માટે મેસેજ લખીને ખૂબ ખુશ છે, કારણ કે જ્યારે કોઈ તે મેસેજ વાંચે છે ત્યારે તેના ચહેરા પર સ્મિત આવી જાય છે.

(ઇનપુટ-ભાષાંતર)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">