NTSE Stage II Admit Card 2021: NTSE પરીક્ષાનું એડમિટ કાર્ડ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

NTSE Stage II Admit Card 2021: રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, NCERTએ NTSE સ્ટેજ II એડમિટ કાર્ડ 2021 બહાર પાડ્યું છે.

NTSE Stage II Admit Card 2021: NTSE પરીક્ષાનું એડમિટ કાર્ડ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ
NTSE Stage II Admit Card

NTSE Stage II Admit Card 2021: રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, NCERTએ (National Council of Educational Research and Training, NCERT) NTSE સ્ટેજ II એડમિટ કાર્ડ 2021 બહાર પાડ્યું છે. જે ઉમેદવારો રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા 2021 (NTSE Stage II Admit Card 2021) માટે ઉપસ્થિત થશે તેઓ ncert.nic.in પર NCERT ની સત્તાવાર વેબસાઇટ મારફતે પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. પરીક્ષા 24 ઓક્ટોબર 2021 ના ​​રોજ યોજાશે. આ પરીક્ષા અગાઉ 13 જૂન, 2021 ના ​​રોજ યોજાવાની હતી, જે મુલતવી રાખવામાં આવી હતી. અગાઉ પરીક્ષા 7 ફેબ્રુઆરી અને પછી 14 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ યોજાવાની હતી. જે દેશભરમાં COVID19 કેસોમાં વધારો થવાને કારણે મુલતવી રાખવામાં આવી હતી.

NTSEની પરીક્ષા દેશભરના વિવિધ કેન્દ્રો પર લેવામાં આવશે. સત્તાવાર સૂચના મુજબ, તેમના સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ભલામણ કરાયેલા ઉમેદવારોને જ સ્ટેજ II ની પરીક્ષામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે, ઉમેદવારો નીચે જણાવેલ સીધી લિંક અને સરળ સ્ટેપને અનુસરી શકે છે.

NTSE Stage II Admit Card 2021 આ સીધી લિંક પરથી કરો ડાઉનલોડ

ઉમેદવારો નીચે આપેલ સીધી લિંક પર ક્લિક કરીને તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

NTSE Stage II Admit Card 2021 Direct Link

NTSE Stage II Admit Card 2021 આ રીતે કરો ડાઉનલોડ

સ્ટેપ 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ ncert.nic.in પર જાઓ.
સ્ટેપ 2: વેબસાઇટ પર આપવામાં આવેલી એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે તમારો રોલ નંબર અને જન્મ તારીખ ભરો અને સબમિટ કરો.
સ્ટેપ 4: તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
સ્ટેપ 5: હવે તેને તપાસો અને ડાઉનલોડ કરો.
સ્ટેપ 6: પરીક્ષા હોલમાં લઈ જવા માટે તેની પ્રિન્ટ આઉટ લો.

સીએસ ફાઉન્ડેશનની પરીક્ષાની તારીખ જાહેર

ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાએ (Institute of Company Secretaries of India) ICSI CS ફાઉન્ડેશન પરીક્ષા 2021 તારીખો (ICSI CS Foundation Exam 2021 Dates) જાહેર કરી છે. ડિસેમ્બર ટર્મ માટેની પરીક્ષા 3 અને 4 જાન્યુઆરી, 2022 ના રોજ યોજાશે. જે ઉમેદવારો પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેઓ ICSI ની સત્તાવાર વેબસાઈટ icsi.edu પર જઈને નોટિસ ચેક કરી શકે છે. સંસ્થાએ ડિસેમ્બર 2021 સત્રથી રિમોટ પ્રોક્ટોરિંગ દ્વારા ફાઉન્ડેશન પ્રોગ્રામ (ICSI CS Foundation Exam 2021) માટે કમ્પ્યુટર આધારિત પરીક્ષા યોજવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો: Breaking News: મુંબઈના બાંદ્રામાં ફિલ્મ નિર્માતા ઈમ્તિયાઝ ખત્રીના ઘરે-ઓફિસ પર NCB ના દરોડા

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati