હવે એકના બદલે બે વર્ષનો રહેશે LLMનો અભ્યાસક્રમ, રેગ્યુલર LLB કરનારને જ મળશે LLMમાં પ્રવેશ

હવે એકના બદલે બે વર્ષનો રહેશે LLMનો અભ્યાસક્રમ, રેગ્યુલર LLB કરનારને જ મળશે LLMમાં પ્રવેશ

હાલમાં શરૂ એક વર્ષનો LLM અભ્યાસક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી શરૂ રહેશે. નવા બે વર્ષના LLM અભ્યાસક્રમમાં પ્રવેશ માટે આપવી પડશે પરીક્ષા

Nakulsinh Gohil

| Edited By: Pinak Shukla

Jan 08, 2021 | 7:21 PM

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ હવે કાયદાનો એક વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમ – LLM (Master of Law) બે વર્ષનો કરવાનો નિર્ણય લીધો છે. પણ જે LLM અભ્યાસક્રમ અત્યારે શરૂ છે એ પૂરો થાય ત્યાં સુધી શરૂ રહેશે. આ એક વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમ વર્ષ 2013માં શરૂ કરવામાં આવ્યો હતો.

રેગ્યુલર LLB કરનારને જ LLMમાં પ્રવેશ બાર કાઉન્સિલની ઉચ્ચ શિક્ષણ સમિતિએના નિયમ 2020 માં કાયદાનો પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમ બે વર્ષનો કરવામાં આવ્યો છે. કાયદાના આ પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમ – LLMમાં એ વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળશે જેમણે કાયદાનો સ્નાતક અભ્યાસક્રમ – LLB (Bachelor of Law) રેગ્યુલર મોડમાં પૂર્ણ કર્યો હશે. બાર કાઉન્સિલ દ્વારા આ નિયમોને અધિસૂચિત કર્યા બાદ કાયદાના પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમમાં આ ફેરફાર લાગુ થશે.

વર્ષમાં એક વાર યોજાશે LLMની પ્રવેશ પરીક્ષા બાર કાઉન્સિલની ઉચ્ચ શિક્ષણ સમિતિએના નિયમ 2020 પ્રમાણે હવે બે વર્ષના કાયદાના નવા અભ્યાસક્રમ – LLM (Master of Laws)માં પ્રવેશ માટે રેગ્યુલર મોડમાં LLM પાસ કરનાર વિદ્યાર્થીએ પ્રવેશ પરીક્ષા આપવી પડશે. કાઉન્સિલ દ્વારા આ પરીક્ષા વર્ષમાં એક વાર લેવામાં આવશે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati