હવે NEET નાપાસ પણ BDSમાં એડ્મિશન લઈ શકશે, SCએ ક્વોલિફાઇંગ ટકાવારીને 10% ઘટાડી

હવે NEET નાપાસ પણ BDSમાં એડ્મિશન લઈ શકશે, SCએ ક્વોલિફાઇંગ ટકાવારીને 10% ઘટાડી
Supreme Court And NEET

સુપ્રીમ કોર્ટે NEET દ્વારા 2020-21 માટે BDSમાં પ્રવેશ માટે લઘુત્તમ ગુણ (Minimum Marks) ઘટાડ્યા છે.

TV9 Gujarati

| Edited By: Pinak Shukla

Feb 09, 2021 | 6:37 PM

ડોક્ટર બનવા માટે દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ NEET પરીક્ષામાં ભાગ લે છે. NEET પરીક્ષામાં મેરિટના આધારે ઉમેદવારોને MBBS અને BDS કોર્સમાં પ્રવેશ મળે છે. સખત મહેનત કર્યા પછી પણ ઘણા વિદ્યાર્થીઓની NEET ક્લિયર કરી શકતા નથી, જેના કારણે તેમને પ્રવેશ મળતો નથી. પરંતુ હવે NEET નાપાસ(NEET Fail)ને પણ પ્રવેશ મળશે. હા, સુપ્રીમ કોર્ટે એવો નિર્ણય આપ્યો છે કે 2020 માં NEET ની પરીક્ષાના નિષ્ફળ વિદ્યાર્થીઓ પણ BDS એટલે કે બેચલર્સ ઓફ ડેન્ટલ સર્જરીમાં પ્રવેશ લઈ શકશે. સુપ્રીમ કોર્ટે ખાલી બેઠકોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે 2020-21 માટે BDSમાં પ્રવેશ માટે લઘુત્તમ ગુણ (Minimum Marks) ઘટાડ્યા છે.

SCએ તેના નિર્ણયમાં કેન્દ્ર સરકારના તે નિર્ણયને ફગાવી દીધો હતો કે જેમાં કહવામાં આવ્યું હતું કે ખાલી BDS કોર્સની બેઠક ભરવા માટે ટકાવારી ઘટાડવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એલ. નાગેશ્વરા રાવની અધ્યક્ષતાવાળી ખંડપીઠે તેના નિર્ણયમાં જણાવ્યું છે કે કોર્ટને કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2020-21 માટે BDS (બેચલર ઓફ ડેન્ટલ સર્જરી) અભ્યાસક્રમમાં 7000 બેઠકો પ્રવેશ માટે ઉપલબ્ધ છે. અમે એડિશનલ સોલિસિટર જનરલની દલીલ સાથે સહમત નથી કે દેશભરમાં ડેન્ટિસ્ટની સંખ્યા વધારે છે અને જો બેઠકો ખાલી રહે તો પણ કોઈ ખોટ નહીં થાય.

કોર્ટે કહ્યું કે અમે 30 ડિસેમ્બર 2020 ના કેન્દ્ર સરકારના નિર્ણયને નકારી કાઢીએ છીએ, જેમાં તેણે ન્યૂનતમ સંખ્યા ઘટાડવાનો ઇનકાર કર્યો અને કોર્ટે કહ્યું કે તે ગેરકાયદેસર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે સૂચનાઓ જાહેર કરીએ છીએ કે BDSની ખાલી બેઠકો પર NEETની પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓથી ભરવામાં આવે અને આ માટે ટકાવારીમાં (percentile) 10 ટકાનો ઘટાડો કરવામાં આવશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા 40% પર્સેન્ટાઇલ અને રિઝર્વેશન કેટેગરીના 30% પર્સેન્ટાઇલ છે એ વિદ્યાર્થીઓ પણ પાત્ર બનશે અને તેનો વિચાર કરી શકાય

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati