NCL Recruitment 2021: એપ્રેન્ટિસની 1,500 જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, જલ્દી અરજી કરો

NCL Recruitment 2021: નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડ (Northern Coalfields Limited) દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના અનુસાર આ પોસ્ટ્ માટેની અરજી પ્રક્રિયા 10 જૂન 2021થી શરૂ થઈ ગઈ છે.

NCL Recruitment 2021: એપ્રેન્ટિસની 1,500 જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, જલ્દી અરજી કરો
Northern Coalfields Limited (NCL Recruitment 2021)
Follow Us:
| Updated on: Jun 28, 2021 | 6:58 PM

NCL Recruitment 2021: ધોરણ 8 અને 10 પછી સરકારી નોકરી (Sarkari Naukri) મેળવવી એ આજના સમયમાં એક સ્વપ્ન છે. આવી સ્થિતિમાં નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડે (NCL) એપ્રેન્ટિસ પોસ્ટ્ની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેર કરેલી સૂચના મુજબ કુલ 1,500 પદની નિમણૂક કરવામાં આવશે. આમાં અરજી કરવા માટે ઉમેદવારો એનસીએલની સત્તાવાર વેબસાઈટ nclcil.inની મુલાકાત લઈને ઑનલાઈન અરજી કરી શકે છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડ (Northern Coalfields Limited) દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના અનુસાર આ પોસ્ટ્ માટેની અરજી પ્રક્રિયા 10 જૂન 2021થી શરૂ થઈ ગઈ છે. આમાં ઉમેદવારોને અરજી કરવા 09 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે. આમાં અરજી કરનારા ઉમેદવારોને નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડ (Northern Coalfields Limited) હેઠળ કામ કરવાની તક મળશે. આવી સ્થિતિમાં જે ઉમેદવારો આ પોસ્ટ્ માટે અરજી કરવા માંગે છે, તે સત્તાવાર વેબસાઈટ- nclcil.inની મુલાકાત લઈને ઑનલાઈન અરજી કરી શકે છે.

આ જગ્યાઓ પર ભરતી થશે

નોર્ધન કોલફિલ્ડ લિમિટેડ (Northern Coalfields Limited) દ્વારા જાહેર કરાયેલી આ ભરતીમાં (NCL Recruitment 2021) કુલ 1500 પોસ્ટ્સની ભરતી કરવામાં આવશે. વેલ્ડર માટે 100, ફીટર માટે 800 પોસ્ટ્સ, ઈલેક્ટ્રિશિયન માટેની 500 પોસ્ટ્સ અને મોટર મિકેનિક માટે 100 પોસ્ટ્સ હશે. જેમાં અનરિક્ષિત વર્ગ માટે 762 બેઠકો, ઓબીસી માટે 225 બેઠકો, અનુસૂચિત જાતિ માટે 213 બેઠકો, અનુસૂચિત જનજાતિ માટે 300 બેઠકો અને પીડબ્લ્યુડી કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે 60 બેઠકો નક્કી કરવામાં આવી છે.

લાયકાત

વેલ્ડર પદ માટે અરજી કરનારા ઉમેદવારોએ કોઈપણ માન્યતા પ્રાપ્ત શાળામાંથી ધોરણ 8 અને ITI પાસ હોવું આવશ્યક છે. ઈલેક્ટ્રિશિયન પદ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી 10મી અને ITI પાસ હોવા જોઈએ.

આમાં યુપી બોર્ડ (UP Board) અને એમપી બોર્ડના (MP Board) ઉમેદવારો પણ અરજી કરી શકે છે. આ સિવાય ફીટરની પોસ્ટ માટે અરજી કરનારાઓની પણ 10 અને ITI પાસ કરવી ફરજિયાત છે. 10મી પાસ ઉમેદવારો મોટર મિકેનિક માટે અરજી કરી શકે છે તેમ જ તેમની પાસેથી ITI પાસ સર્ટિફિકેટ માંગવામાં આવ્યું છે.

વય મર્યાદા અને પસંદગી પ્રક્રિયા

જાહેર કરેલી સૂચના મુજબ આ પોસ્ટ્ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 16 વર્ષથી વધુ અને 24 વર્ષથી ઓછી હોવી જોઈએ. અનામત હેઠળ આવતા ઉમેદવારોને અનામતના નિયમો મુજબ ઉપલી વયમર્યાદામાં રાહત આપવામાં આવશે. આ પદ માટે ઉમેદવારોની પસંદગી મેરીટ લિસ્ટના આધારે કરવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને મેડિકલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે એપોઈન્ટમેન્ટ મળશે.

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">