Maharashtra Health Dept Exam Date Update: મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગની નવી પરીક્ષાની તારીખ થઈ જાહેર, પરીક્ષા 24 અને 31 ઓક્ટોબરે યોજાશે

મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગની પરીક્ષા સ્થગિત કરાયા બાદ વિદ્યાર્થીઓમાં આક્રોશ હતો. તેને જોતા રાજ્ય સરકારે તત્પરતા દર્શાવી હતી.

Maharashtra Health Dept Exam Date Update: મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગની નવી પરીક્ષાની તારીખ થઈ જાહેર, પરીક્ષા 24 અને 31 ઓક્ટોબરે યોજાશે
Maharashtra Health Dept Exam Date Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 7:20 PM

મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગની પરીક્ષા (Maharashtra Health Department Exam Date) સ્થગિત કરાયા બાદ વિદ્યાર્થીઓમાં આક્રોશ હતો. તેને જોતા રાજ્ય સરકારે તત્પરતા દર્શાવી હતી. આજે (27 સપ્ટેમ્બર, સોમવાર) આ સંદર્ભે 2 થી 3 કલાક સુધી એક બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી હતી.

નવી તારીખ મુજબ પરીક્ષા 24 અને 31 ઓક્ટોબરે લેવામાં આવશે. 24 ઓક્ટોબરે, વર્ગ-ક (Class- C) ની પરીક્ષા લેવામાં આવશે અને 31 ઓક્ટોબરે, વર્ગ-ડ (Class- D) ની પરીક્ષા લેવામાં આવશે. રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ આ માહિતી આપી છે. પરીક્ષાની તૈયારી માટે ડેશબોર્ડ આપવા માટે, પરીક્ષા કેન્દ્રો વિશેની માહિતી, ઉપલબ્ધ શાળાઓની માહિતી 1 ઓક્ટોબર સુધી ઉપલબ્ધ રહેશે. વિદ્યાર્થીઓને 9 દિવસ અગાઉથી હોલ ટિકિટ મળશે.

9 દિવસની પહેલા હોલ ટિકિટ મળશે

રાજેશ ટોપેએ માહિતી આપી હતી કે, વિદ્યાર્થીઓને 9 દિવસ અગાઉ હોલ ટિકિટ મળશે. રાજેશ ટોપે પરીક્ષાર્થીઓને અપીલ કરી છે કે, તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે. તેઓએ ખાતરી આપી છે કે, તેઓ પરીક્ષામાં કોઈ ગેરરીતિ થવા દેશે નહીં. તેમણે કહ્યું કે, જ્યારે મોટા પાયે પરીક્ષા લેવામાં આવે છે અને વધુ સંખ્યાને પ્રભાવિત કરે છે ત્યારે આવા વિવાદો અને અફવાઓ પણ ફેલાય છે. આવી કોઈ વિસંગતતા હોય તો કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ખોટી રીતે પરીક્ષા પાસ કરનાર અથવા નોકરી મેળવવાનો દાવો કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી

રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, જો કોઈ ખોટી પદ્ધતિ અપનાવતા જોવા મળે છે અને જો કોઈ વિદ્યાર્થીઓને દાવો કરે છે કે, તે પરીક્ષા પાસ કરી શકે છે અથવા અન્ય કોઈ રીતે નોકરી મેળવી શકે છે. તો સંબંધિત વિદ્યાર્થી અને વાલી તરત જ આવી વ્યક્તિ સામે પોલીસની ફરિયાદ નોંધાવી શકે છે. અમે સુનિશ્ચિત કરીશું કે, પરીક્ષા પારદર્શક રીતે લેવામાં આવશે. ખોટી અફવાઓ પર ધ્યાન ન આપો અને જો તમને કોઈ તકલીફ દેખાય તો તરત જ પોલીસને જાણ કરો.

ન્યાસા સંસ્થા સાથે સંબંધિત ઓડિયો ક્લિપમાં પૈસા લઈને નોકરી મેળવવાનો દાવો કરાયો

પરીક્ષા લેતી કંપની ન્યાસા કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ (Nysa Communications Pvt. Ltd.) સંબંધિત એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે. જેમાં એક દલાલ અને મધ્યસ્થી વચ્ચેની વાતચીતમાં 5 થી 15 લાખ રૂપિયાની નોકરી મેળવવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે અને આ કંપની સાથે સંબંધિત લાયકાત ધરાવતી નથી તે આદેશ હોવા છતાં પરીક્ષા યોજવાની જવાબદારી આ કંપનીને કેમ આપવામાં આવી? આ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે.

આ સવાલના જવાબમાં રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, “આરોગ્ય વિભાગ દ્વારા ન્યાસા કંપનીની પસંદગી કરવામાં આવી ન હતી. સામાન્ય વહીવટ વિભાગ હેઠળ કાર્યરત ટેકનિકલ વિભાગે 5 એજન્સીઓની પસંદગી કરી છે. આરોગ્ય વિભાગનું કામ પરીક્ષાનું પેપર તૈયાર કરવાનું હતું. પેપર પ્રિન્ટિંગ, પરીક્ષા કેન્દ્રની પસંદગી જેવી એજન્સીનું કામ થાય છે. આરોગ્ય વિભાગે પેપર તૈયાર કરીને તેમને સોંપવાની કામગીરી કરી છે. અમને કહેવામાં આવ્યું કે, આ કંપનીએ અન્ય વિભાગોની પરીક્ષા પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. અમારું કામ માત્ર પ્રશ્નપત્ર સેટ કરવાનું હતું.

આ પણ વાંચો: Ayushman Bahart Digital Mission: આજથી આયુષ્યમાન ભારત ડિજિટલનો પ્રારંભ, હવે તમામ નાગરિકોના મેડિકલ રેકોર્ડ રહેશે સુરક્ષિત,સાથે વધશે સારવારની સુવિધા: PM મોદી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">