શું છે Green Job? ભારતે વર્ષભરમાં 8 લાખથી વધારે લોકોને આપી નોકરી

આ રિપોર્ટ ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન અને ઈન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી દ્વારા સંયુક્ત રીતે પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેને એન્યુઅલ રિવ્યુ 2022 નામ આપવામાં આવ્યું છે.

શું છે Green Job? ભારતે વર્ષભરમાં 8 લાખથી વધારે લોકોને આપી નોકરી
Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 5:05 PM

ગ્રીન જોબ્સના (Green Job) મામલે ભારત વિશ્વના શક્તિશાળી અને વિકસિત દેશો સાથે ખભે ખભો મિલાવીને કામ કરી રહ્યું છે. ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માત્ર એક વર્ષમાં દેશમાં 8.63 લાખ લોકોને ગ્રીન જોબ આપવામાં આવી છે. આ સિવાય ચીન, અમેરિકા, યુરોપ, બ્રાઝિલ જેવા દેશો ગ્રીન જોબ્સ જનરેટ કરવામાં વિશ્વમાં ટોચ પર છે. પ્રશ્ન એ છે કે આ ગ્રીન જોબ શું છે? આ અંતર્ગત કયા સેક્ટરમાં નોકરીઓ આપવામાં આવે છે? કયામાં સૌથી વધુ વૃદ્ધિ છે? તેમાં સરકારી નોકરીનો પણ સમાવેશ થાય છે? આ સમાચારમાં સંપૂર્ણ વિગતો વાંચો.

આ રિપોર્ટ ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન અને ઈન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી દ્વારા સંયુક્ત રીતે પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેને એન્યુઅલ રિવ્યુ 2022 નામ આપવામાં આવ્યું છે.

કયા ક્ષેત્રમાં નોકરીઓ સૌથી ઝડપથી વધી રહી છે?

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2020-21માં વિશ્વભરમાં કુલ 1 કરોડ 27 લાખ ગ્રીન જોબ્સ જનરેટ કરવામાં આવી હતી. આમાં સૌથી મોટો હિસ્સો એશિયન દેશોનો 63.6 ટકા હતો. સૌથી વધુ નોકરીઓ ચીનમાં આવી – કુલ 54 લાખ. એવો દાવો કરવામાં આવે છે કે 2030 સુધીમાં ભારતમાં ગ્રીન સેક્ટરમાં 34 લાખ નવી નોકરીઓ આવશે.

આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ
IPLમાં એક ઓવરમાં 5 સિક્સર આપનાર બોલરોનું લિસ્ટ, ગુજરાતનો આ ખેલાડી પણ સામેલ
ઘરના માટલામાં મેળવો Fridge જેવું ઠંડુ પાણી, બસ આટલુ કરી લો કામ, જુઓ-VIDEO

વિશ્વભરમાં રિન્યુએબલ એનર્જી સેક્ટર્સમાં જેટલી પણ નોકરીઓ નીકળી રહી છે, તેમાં સૌથી વધારે ઝડપથી ગ્રોથ કરનારૂ સેક્ટર Solar Photovoltaic છે. ત્યારબાદ વિન્ડ એનર્જી પછી હાઈડ્રોપાવર અને પછી બાયોએનર્જી.

વાર્ષિક સમીક્ષા 2022ના અહેવાલ મુજબ વર્ષ 2021-22માં ભારતમાં સોલાર ફોટોવોલ્ટેઈક વર્ટિકલ (સોલર એનર્જી)માં 2.17 લાખ નોકરીઓ આપવામાં આવી હતી. તે જ સમયે, હાઈડ્રોપાવર સેક્ટરમાં 4.14 લાખ નોકરીઓ મળી.

ગ્રીન જોબ શું છે?

એવા ક્ષેત્રો કે જે પર્યાવરણના સંરક્ષણ તરફ કામ કરે છે, જેમ કે સૌર ઉર્જા, નવીનીકરણીય ઉર્જા, હાઈડ્રોપાવર… આમાં પેદા થતી નોકરીઓને ગ્રીન જોબ કહેવામાં આવે છે. એટલે કે એવી નોકરી જ્યાં ગ્રીન એનર્જી સેક્ટરમાં કામ કરવું.

રિપોર્ટ અનુસાર દેશમાં ઉત્પાદન વધારવા માટે ભારતે એપ્રિલ 2022થી તમામ મોડ્યુલની આયાત પર 40 ટકા અને વેચાણ પર 25 ટકા ટેક્સ લગાવ્યો છે. આ ઉપરાંત ભારત સરકારે આ ક્ષેત્રોમાં ઉત્પાદન પર પ્રોત્સાહન (PLI) આપવાની જોગવાઈ પણ કરી છે. આ અંતર્ગત ગ્રીન એનર્જી સંબંધિત પ્રોજેક્ટ્સના વિકાસ સાથે સંકળાયેલા લોકોને નાણાકીય સહાય આપવામાં આવી રહી છે. દેખીતી રીતે જ્યારે ઉત્પાદન માટે કારખાનાઓ સ્થપાશે, ત્યારે નોકરીની તકો પણ વધશે.

Latest News Updates

વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
g clip-path="url(#clip0_868_265)">