JEE Main Exam: JEE મેઇન પરીક્ષામાં ગેરરીતિ સંદર્ભે CBIએ 19 સ્થળો પર પાડ્યા દરોડા

ખાનગી સંસ્થા એફિનીટી એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટરો દ્વારા જેઇઇ મેઇન્સ પરીક્ષામાં કથિત ગેરરીતિના સંદર્ભમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ગુરુવારે 19 સ્થળો પર દરોડા પાડ્યા હતા

JEE Main Exam: JEE મેઇન પરીક્ષામાં ગેરરીતિ સંદર્ભે CBIએ 19 સ્થળો પર પાડ્યા દરોડા
પ્રતિકાત્મક તસવીર

ખાનગી સંસ્થા એફિનીટી એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટરો દ્વારા જેઇઇ (મેઇન્સ) પરીક્ષામાં કથિત હેરફેરના સંદર્ભમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ગુરુવારે 19 સ્થળો પર દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. એજન્સીએ બુધવારે આ મામલે કેસ નોંધ્યો હતો અને ગુરુવારે પરીક્ષા પૂરી થયા બાદ દરોડા પાડ્યા હતા. IITs (Indian Institute of Technology) અને NITs (National Institute of Technology) માં પ્રવેશ માટે પ્રતિષ્ઠિત JEE (મેઈન્સ) પરીક્ષા ખૂબ મહત્વની છે.

અધિકારીઓએ જણાવ્યું કે, સીબીઆઈની ટીમોએ દિલ્હી-રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર, પૂણે, જમશેદપુર, ઈન્દોર અને બેંગલુરુમાં 19 સ્થળો પર દરોડા પાડ્યા હતા. સીબીઆઈના પ્રવક્તા આરસી જોશીએ જણાવ્યું હતું કે, “દરોડા દરમિયાન મોટી સંખ્યામાં પીડીસી (પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ) વિવિધ વિદ્યાર્થીઓની માર્કશીટ સાથે 25 લેપટોપ, સાત કોમ્પ્યુટર, પછીની તારીખના લગભગ 30 ચેક મળી આવ્યા હતા.”

એજન્સીએ એફિનિટી એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ અને તેના ત્રણ ડિરેક્ટર્સ સિદ્ધાર્થ કૃષ્ણ, વિશ્વંભર મણિ ત્રિપાઠી અને ગોવિંદ વાર્ષની ઉપરાંત અન્ય ટાઉટ્સ અને સહયોગીઓ સામે કેસ નોંધ્યા બાદ આ કાર્યવાહી કરી હતી. એવો આરોપ છે કે ડિરેક્ટરોએ અન્ય સહયોગીઓ અને દલાલો સાથે મળીને કાવતરું રચ્યું હતું.

આક્ષેપ મુજબ, તેઓ “JEE (મેઈન્સ) ની ઓનલાઈન પરીક્ષામાં છેડછાડ કરી રહ્યા હતા અને સોનીપત (હરિયાણા) માં પસંદ કરેલા પરીક્ષા કેન્દ્રમાંથી રિમોટ એક્સેસ દ્વારા અરજદારોના પ્રશ્નપત્રો ઉકેલીને મોટી રકમ મેળવી હતી. અને ટોચની NIT સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવામાં મદદ કરી હતી.

એવો પણ આરોપ હતો કે, આરોપીઓ રસ ધરાવતા વિદ્યાર્થીઓ પાસેથી ધોરણ 10 અને 12ની માર્કશીટ, યુઝર આઈડી, પાસવર્ડ અને પછીની તારીખોના ચેક લેતા હતા અને એકવાર પ્રવેશ થઈ ગયા બાદ દેશભરના દરેક ઉમેદવાર પાસેથી 12 થી 15 લાખ રૂપિયા સુધીની મોટી રકમ એકત્રિત કરો તેમણે કહ્યું કે, ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તપાસ ચાલુ છે.

JEE મેઇન સત્ર 4નું પરિણામ ક્યારે આવશે?

એવી અપેક્ષા છે કે, જેઇઇ મેઇનના ચોથા સત્રનું પરિણામ આવતા અઠવાડિયે જાહેર થશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) પહેલા પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરશે અને ઉમેદવારોને તેના પર વાંધો ઉઠાવવાની મંજૂરી આપશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ખડગપુર 11 સપ્ટેમ્બરના રોજ JEE એડવાન્સ્ડ 2021 રજિસ્ટ્રેશન શરૂ કરશે, તેથી JEE મેઈન 2021 નું પરિણામ 11 સપ્ટેમ્બર પહેલાં જાહેર થવાની ધારણા છે.

 

આ પણ વાંચો: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે કરશે 45 કેન્દ્રીય યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે બેઠક, જાણો ક્યા વિષયો પર થશે ચર્ચા

Click on your DTH Provider to Add TV9 Gujarati