અનેક વિવાદોમાં ફસાયેલી JEE Advanced 2021 પરીક્ષાની આન્સર કી જાહેર કરાઈ, આ રીતે કરો ડાઉનલોડ

જે ઉમેદવારો જેઈઈ એડવાન્સ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેઓ સત્તાવાર વેબસાઈટ jeeadv.ac.in પર જઈને આન્સર કી ડાઉનલોડ કરી શકે છે.

અનેક વિવાદોમાં ફસાયેલી JEE Advanced 2021 પરીક્ષાની આન્સર કી જાહેર કરાઈ, આ રીતે કરો ડાઉનલોડ

JEE Advanced 2021: જેઈઈ એડવાન્સડ પરીક્ષા 2021 (JEE Advanced 2021) 3 ઓક્ટોબરના રોજ લેવામાં આવી હતી. ત્યારે હાલ બોર્ડ દ્વારા JEE એડવાન્સ્ડ પરીક્ષાની આન્સર કી જાહેર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં જે ઉમેદવારો જેઈઈ એડવાન્સ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેઓ સત્તાવાર વેબસાઈટ jeeadv.ac.in પર જઈને આન્સર કી ડાઉનલોડ કરી શકે છે.

 

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પ્રક્રિયા આગળ વધારવામાં આવી

ઉલ્લેખનીય છે કે JEE એડવાન્સ્ડ 2021 માટેની અરજી પ્રક્રિયા 15 સપ્ટેમ્બર 2021થી શરૂ કરવામાં આવી હતી. જેમાં ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવા માટે 20 સપ્ટેમ્બર 2021 સુધીનો સમય આપવામાં આવ્યો હતો, તેમજ અરજી ફી જમા કરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2021 હતી.

 

આ પરીક્ષા 3 ઓક્ટોબર 2021ના ​​રોજ યોજાઈ હતી, તેનું એડમિટ કાર્ડ 26 સપ્ટેમ્બરના રોજ આપવામાં આવ્યું હતું. ત્યારે સુપ્રીમ કોર્ટના (Supreme Court) પરીક્ષા રદ ન કરવાના નિર્ણયને ધ્યાનમાં રાખીને બોર્ડ દ્વારા આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પરીક્ષાનું પરિણામ પણ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.

 

આ રીતે આન્સર કી ડાઉનલોડ કરો

Step 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ jeeadv.ac.in પર જાઓ
Step2: વેબસાઈટ પર આપવામાં આવેલી Answer Key લિંક પર ક્લિક કરો.
Step 3: હવે માહિતી ભરો અને સબમિટ કરો.
Step 4: તમારી સ્ક્રીન પર આન્સર કી દેખાશે.
Step 5: હવે તેને તપાસીને ડાઉનલોડ કરો.

 

મહત્વપૂર્ણ તારીખો

JEE એડવાન્સ્ડ 2021ની અંતિમ આન્સર કી અને પરિણામની જાહેરાત – 15 ઓક્ટોબર, 2021
આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે ઓનલાઈન નોંધણી – 15 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર, 2021
આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (AAT) – 18 ઓક્ટોબર, 2021
AAT પરિણામોની જાહેરાત – 22 ઓક્ટોબર, 2021
સીટ ફાળવણી પ્રક્રિયાની સંભવિત તારીખ – 16 ઓક્ટોબર, 2021

 

સીટ ફાળવણી

IIT ખડગપુર (Indian Institute of technology,kharagpur)માં પરીક્ષાના પરિણામના આધારે સીટ ફાળવણી પ્રક્રિયા 16 ઓક્ટોબર 2021થી શરૂ કરવામાં આવશે. કાઉન્સેલિંગ પ્રક્રિયા અગાઉના વર્ષની જેમ સંપૂર્ણપણે ઓનલાઈન (Online) રહેશે. વિદ્યાર્થીઓને JEE એડવાન્સ્ડ 2021 રિસ્પોન્સ શીટ પર નવીનતમ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઈટ જોવાની રહેશે.

 

 

આ પણ વાંચો : SSC Recruitment 2021 : સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આ પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી

 

આ પણ વાંચો : IBPS Recruitment 2021: ઉમેદવારો માટે ખુશખબર, રાષ્ટ્રીય બેંકોમાં કારકુનના પદ માટે અરજી પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati