રોજગારી ક્ષેત્રે રાહતના સમાચાર : કોરોનાની અસરમાંથી રિકવરી મેળવવા ઉદ્યોગો મોટાપાયે ભરતી કરશે, ઔદ્યોગિક સર્વેમાં ખુલાસો થયો

સર્વે અનુસાર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન 63 ટકા કંપનીઓએ હાયરિંગ લેવલમાં વધારાની અપેક્ષા વ્યક્ત કરી હતી. 12 ટકાએ હાયરિંગમાં કાપની આશંકા વ્યક્ત કરી હતી જ્યારે 24 ટકાએ કહ્યું હતું કે પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થશે નહીં.

રોજગારી ક્ષેત્રે રાહતના સમાચાર : કોરોનાની અસરમાંથી રિકવરી મેળવવા ઉદ્યોગો મોટાપાયે ભરતી કરશે, ઔદ્યોગિક સર્વેમાં ખુલાસો થયો
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2022 | 7:12 AM

કોરોના(Corona)માંથી રિકવરી પછી કંપનીઓએ છેલ્લા બે વર્ષમાં ગુમાવેલી તેમની ગતિ પાછી મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આ કારણે આવનારા સમયમાં રોજગારીની ઘણી તકો જોવા મળશે. ભારતમાં જોબ માર્કેટ આગામી મહિનાઓમાં ખૂબ જ મજબૂત રહેવાની શક્યતા છે. મંગળવારે જાહેર કરાયેલા એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે 63 ટકા કંપનીઓ આગામી ત્રણ મહિનામાં એટલે કે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રિકવરીને વેગ આપવા અને આર્થિક વૃદ્ધિને ટકાવી રાખવા માટે ભરતી કરવાની યોજના બનાવી રહી છે. ‘એમ્પ્લોયમેન્ટ આઉટલુક ઓફ મેનપાવરગ્રુપ’ સર્વેક્ષણ મુજબ ભારતનો રોજગાર આઉટલૂક 2022 ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન અત્યંત મજબૂત રહેવાની શક્યતા છે.  રોજગાર આઉટલૂક 51 ટકાના આઠ વર્ષની ટોચે રહેવાની ધારણા છે. કુલ રોજગારમાં વધારો થવાની શક્યતા એમ્પ્લોયરોની ટકાવારીમાંથી હાયરિંગ પ્રવૃત્તિમાં ઘટાડો થવાની અપેક્ષા રાખતા એમ્પ્લોયરોની ટકાવારીને બાદ કરીને ચોખ્ખો રોજગાર દૃષ્ટિકોણ પ્રાપ્ત થાય છે.

કેટલી કંપનીઓ રોજગાર આપી શકે છે

સર્વે અનુસાર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન 63 ટકા કંપનીઓએ હાયરિંગ લેવલમાં વધારાની અપેક્ષા વ્યક્ત કરી હતી. 12 ટકાએ હાયરિંગમાં કાપની આશંકા વ્યક્ત કરી હતી જ્યારે 24 ટકાએ કહ્યું હતું કે પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થશે નહીં. મેનપાવર ગ્રૂપ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સંદીપ ગુલાટીએ જણાવ્યું હતું કે “વધતી જતી મોંઘવારી અને ભૌગોલિક રાજકીય અસ્થિરતા હોવા છતાં ભારતમાં સુધારાની પ્રક્રિયાને વેગ આપવા અને આર્થિક વૃદ્ધિને ટકાવી રાખવા માટે તમામ ક્ષેત્રોમાં હકારાત્મક લાગણી છે. અગાઉ કોરોના સંકટને કારણે કંપનીઓની માંગને અસર થઈ હતી જેના કારણે કંપનીઓએ છટણીનો આશરો લીધો હતો. જો કે, સમય સાથે માંગ પાછી પાછી આવવાના સંકેતો સાથે ઉદ્યોગ ફરી એકવાર નવી ભરતી શરૂ કરશે. સર્વેમાં જણાવાયું છે કે આઈટી અને ટેક્નોલોજી સેક્ટરમાં જોબ આઉટલૂક શ્રેષ્ઠ છે. તે જ સમયે બેંકિંગ, ફાઇનાન્સ, વીમા અને રિયલ એસ્ટેટ, રેસ્ટોરાં અને હોટલ અને ઉત્પાદન ક્ષેત્રોમાં પણ નવી નોકરીઓ ઉપલબ્ધ થશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

સરકાર ભરતીને પણ ઝડપી બનાવશે

આ સાથે કેન્દ્ર સરકારે નવી નોકરીઓ માટે પોતાની યોજનાનો પણ ખુલાસો કર્યો છે. કેન્દ્ર સરકાર આગામી દોઢ વર્ષમાં 10 લાખ ભરતીની તૈયારી કરી રહી છે. આ નોકરીઓ સરકારના વિવિધ વિભાગો અને મંત્રાલયોમાં ઉપલબ્ધ થશે. આજે વડા પ્રધાનના સત્તાવાર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી હતી.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">