Armyમાં એન્જિનિયર માટે વેકેન્સી, પરીક્ષા વિના મળશે નોકરી, 1 લાખથી વધુ સેલરી

ઇન્ડિયન આર્મી Short Service Commission કોર્સ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ joinindianarmy.nic.inની પર જવું પડશે.

Armyમાં એન્જિનિયર માટે વેકેન્સી, પરીક્ષા વિના મળશે નોકરી, 1 લાખથી વધુ સેલરી
Indian army recruitment 2023Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2023 | 9:46 AM

Indian army recruitment 2023 : ઈન્ડિયન આર્મીમાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે કામના સમાચાર છે. ભારતીય સેનામાં જોડાવાથી શોર્ટ સર્વિસ કમિશન માટે અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પરીક્ષા આર્મીની ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. આમાં અરજી કરવા માટે, ઉમેદવારોએ ભારતીય સેનાની ઓફિશિયલ વેબસાઇટ joinindianarmy.nic.in પર જવું પડશે.

આ કોર્સ અપરિણીત પુરૂષો, અપરિણીત મહિલાઓ અને સૈન્ય અધિકારીઓની વિધવાઓ માટે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ કોર્સ દ્વારા કુલ 93 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ વર્ષે આ કોર્સ માટેની અરજી પ્રક્રિયા 11 જાન્યુઆરી 2023થી શરૂ થઈ ગઈ છે. આમાં અરજી કરવા માટે 09 ફેબ્રુઆરી 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ કોર્સ ઓક્ટોબર 2023થી શરૂ થશે. તેના માટે અરજી કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો.

Army SSC કોર્સમાં બેઠકો

Indian Army શોર્ટ સર્વિસ કમિશન માટે આ વર્ષે કુલ 93 સીટો રાખવામાં આવી છે. પુરૂષ ઉમેદવારો માટે 61 બેઠકો છે. સાથે જ મહિલાઓની કુલ 32 જગ્યાઓ માટે ભરતી થશે. આમાં અરજી કરતા પહેલા, ઉમેદવારોએ વેબસાઇટની મુલાકાત લઈને નોટિફિકેશન ચેક કરી લો.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

Indian Army SSC આ રીતે કરો અરજી

  1. આમાં અપ્લાય કરવા માટે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ joinindianarmy.nic.in પર જાઓ.
  2. વેબસાઇટના હોમ પેજ પર New Notificationની લિંક પર ક્લિક કરો.
  3. આ પછી Short Service Commission Technicalની લિંક પર જાઓ.
  4. આગલા પેજ પર પૂછવામાં આવેલી વિગતો સાથે રજીસ્ટ્રેશન કરો.
  5. રજીસ્ટ્રેશન પછી તમે એપ્લીકેશન ફોર્મ ભરી શકો છો.
  6. રજીસ્ટ્રેશન કર્યા પછી પ્રિન્ટ લો.

Indian Army SSC Application અહીં સીધી અરજી કરો.

Army SSC Eligibility : લાયકાત અને ઉંમર

આમાં અરજી કરનારા ઉમેદવારો માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત ટ્રેડમાં એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. આ સિવાય એન્જિનિયરિંગના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ પણ આ માટે અરજી કરી શકે છે. નોન-ટેક્નિકલ માટે, BE અથવા B.Tech ડિગ્રી ધારકો અરજી કરવા પાત્ર છે.

ઉમેદવારોની ઉંમર 20થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સેનાની વિધવાઓ માટે મહત્તમ વય મર્યાદા 35 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 01 ઓક્ટોબર 2023ના આધારે કરવામાં આવશે. વધુ વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

સેલરી ડિટેલ્સ

પોસ્ટ સેલરી
લેફ્ટનન્ટ લેવલ 10 56,100 – 1,77,500 રુપિયા
કેપ્ટન લેવલ 10B 61,300-1,93,900 રુપિયા
મેજર લેવલ 11 69,400-2,07,200 રુપિયા
લેફ્ટનન્ટ કર્નલ લેવલ 12A 1,21,200-2,12,400 રુપિયા
કર્નલ લેવલ 13 1,30,600-2,15,900 રુપિયા
બ્રિગેડિયર લેવલ 13A 1,39,600-2,17,600 રુપિયા
મેજર જનરલ લેવલ 14 1,44,200-2,18,200 રુપિયા
લેફ્ટનન્ટ જનરલ HAG સ્કેલ લેવલ 15 1,82,200-2,24,100 રુપિયા
લેફ્ટનન્ટ જનરલ HAG + સ્કેલ લેવલ 16 2,05,400 -2,24,400 રુપિયા
VCOAS/આર્મી કમાન્ડર/લેફ્ટનન્ટ જનરલ (NFSG) – લેવલ 17 2,25,000 રુપિયા (Fixed)
COAS લેવલ 18 2,50,000 રુપિયા (Fixed)

સિલેક્શન પ્રોસેસ

ઇન્ડિયન આર્મી Short Service Commission કોર્સમાં ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે થશે. આમાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની પસંદગી SSB ઇન્ટરવ્યૂ અને Medical Exam દ્વારા કરવામાં આવશે. આ માટે ઓફિશિયલ વેબસાઇટ પર નોટિસ જાહેર કરીને માહિતી આપવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">