IIT મદ્રાસે ‘મોશન પ્લાનિંગ’ અલ્ગોરિધમ વિકસાવ્યું, જે મનુષ્યની જેમ વિચારે છે, સ્વયંસંચાલિત વાહનો અને ડ્રોન માટે મહત્વપૂર્ણ

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) મદ્રાસના સંશોધકોએ એક ઝડપી અને અસરકારક 'મોશન પ્લાનિંગ' અલ્ગોરિધમ વિકસાવ્યું છે જે મનુષ્યની જેમ વિચારી શકે છે.

IIT મદ્રાસે 'મોશન પ્લાનિંગ' અલ્ગોરિધમ વિકસાવ્યું, જે મનુષ્યની જેમ વિચારે છે, સ્વયંસંચાલિત વાહનો અને ડ્રોન માટે મહત્વપૂર્ણ
IIT Madras
TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Dec 20, 2021 | 11:29 AM

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) મદ્રાસના સંશોધકોએ એક ઝડપી અને અસરકારક ‘મોશન પ્લાનિંગ’ અલ્ગોરિધમ વિકસાવ્યું છે જે મનુષ્યની જેમ વિચારી શકે છે. આ અલ્ગોરિધમ હવા, જમીન અથવા સપાટી પર સ્વાયત્ત વાહનોને અવરોધ-મુક્ત વાતાવરણમાં નેવિગેટ કરવા સક્ષમ બનાવે છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, અલ્ગોરિધમ ‘જેનરાઈઝ્ડ શેપ એક્સપેંશન’ (GSE) ના વિશિષ્ટ ખ્યાલના આધારે વિકસાવવામાં આવ્યું છે, જે સ્વયંસંચાલિત વાહનો માટે સલામત અને સુસંગત આયોજન કરી શકે છે.

સંશોધકોએ કહ્યું કે, નવા અલ્ગોરિધમ હાલના અને અત્યાધુનિક મોશન પ્લાનિંગ અલ્ગોરિધમ કરતાં વધુ સારા પરિણામો આપે છે. તેમણે દાવો કર્યો હતો કે તેના દ્વારા ‘સેફ’ ઝોનની અનોખી ગણતરી ડ્રાઈવરલેસ કાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ISR ઓપરેશન્સ, ડ્રોન દ્વારા ડિલિવરી, ગ્રહોની શોધ અને અન્ય પરિસ્થિતિઓ જેવી સમય-સંવેદનશીલ પરિસ્થિતિઓમાં મહત્વપૂર્ણ રહેશે.

તેમણે કહ્યું કે, માનવરહિત એરિયલ વ્હીકલ (યુએવી) (સામાન્ય રીતે ડ્રોન કહેવાય છે) નો ઉપયોગ અસરગ્રસ્ત વિસ્તારોના સર્વેક્ષણ માટે, શોધ અને બચાવ મિશન માટે કાટમાળને સ્કેન કરવા માટે થાય છે. આવા કાર્યક્રમોમાં, UAV ના પાથને સમયની સાથે અગાઉથી આયોજન કરવાની જરૂર હોવાથી, આ અલ્ગોરિધમ્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

IIT મદ્રાસના એરોસ્પેસ એન્જિનિયરિંગ વિભાગમાં સહાયક પ્રોફેસર સતદલ ઘોષના નેતૃત્વમાં સંશોધકોએ આ સિદ્ધિ હાંસલ કરી છે. સંશોધન ટીમમાં IIT મદ્રાસના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલમાં યુ.એસ.ની ઓસ્ટિન ખાતે યુનિવર્સિટી ઓફ ટેક્સાસના સંશોધક વૃષભા જીનાગે, પોલેન્ડની વોર્સો યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીના અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થી અદ્વૈત રામકુમાર અને ગોલ્ડમેન સૅક્સના વિશ્લેષક પી નિખિલનો સમાવેશ થાય છે.

સંસ્થાના સંશોધકોએ સફેદ પ્રકાશ ઉત્સર્જક વિકસાવ્યું હતું

ઓક્ટોબરની શરૂઆતમાં, IIT મદ્રાસના સંશોધકોએ સફળતાપૂર્વક સફેદ પ્રકાશ ઉત્સર્જક વિકસાવ્યું હતું, જેનો ઉપયોગ LED ઉપકરણોમાં થઈ શકે છે. સંશોધન ટીમે ધ્યાન દોર્યું હતું કે, પરંપરાગત પ્રકાશ-ઉત્સર્જન ડાયોડ (LED) સામગ્રી સફેદ પ્રકાશનું ઉત્સર્જન કરી શકતી નથી, તેથી આ પરોક્ષ તકનીકોને બદલે સીધી રીતે સફેદ પ્રકાશ ઉત્સર્જિત કરી શકે તેવી સામગ્રી માટે વિશ્વભરમાં શોધ ચાલી રહી છે.

અરવિંદ કુમાર ચંદીરન, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ, IIT મદ્રાસ, આ અંગે જણાવ્યું હતું કે, “LED લગભગ તમામ રંગોમાં ઉપલબ્ધ છે, સફેદ પ્રકાશ LED એ તાજેતરનો વિકાસ છે. પરંપરાગત એલઇડી સામગ્રી સફેદ પ્રકાશનું ઉત્સર્જન કરી શકતી નથી અને ખાસ તકનીકો જેમ કે વાદળી એલઇડીને પીળા ફોસ્ફર સાથે કોટિંગ અને વાદળી, લીલો અને લાલ એલઇડીનું મિશ્રણ દૂધિયું સફેદ પ્રકાશ ઉત્પન્ન કરવા માટે વપરાય છે. સમગ્ર વિશ્વમાં આ પરોક્ષ તકનીકોને બદલે સીધા સફેદ પ્રકાશનું ઉત્સર્જન કરતી સામગ્રીની શોધ થઈ છે. પરંપરાગત LEDsમાં, આ પરોક્ષ તકનીકો અસર કાર્યક્ષમતાને ઘટાડી શકે છે.”

આ પણ વાંચો: NCL Recruitment 2021: આવતીકાલે એપ્રેન્ટિસની જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ, 1295 જગ્યાઓ પર ભરતી થશે

આ પણ વાંચો: Youngest UPSC Toppers: દેશના 5 સૌથી યુવા IAS ઓફિસર, જાણો આ UPSC ટોપર વિશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati