ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત યુનિવર્સિટીએ (IGNOU-Indira Gandhi National Open University) બે અનુસ્નાતક કાર્યક્રમો શરૂ કર્યા છે. જેમાં માસ્ટર ઓફ સાયન્સ (ઇન્ફર્મેશન સિક્યુરિટી) અને માસ્ટર ઓફ આર્ટ્સ (ઉદ્યમ) શામેલ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા ‘વિશ્વ યુવા કૌશલ્ય દિવસ’ નિમિત્તે 15 જુલાઈ, 2021 ના રોજ સ્કૂલ ઓફ વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ દ્વારા બંને પી.જી. કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ આ પી.જી. કાર્યક્રમો માટે 31 જુલાઇ સુધી ignouadmission.samarth.edu.in પર રજિસ્ટ્રેશન કરી શકાશે.
પી.જી. કાર્યક્રમોની શરૂઆત વર્ચ્યુઅલ રીતે પ્રોફેસર નાગેશ્વરા રાવ, કુલપતિ દ્વારા કરવામાં આવી હતી. આ લોન્ચમાં યુએનડીપીના બાહ્ય નિષ્ણાત, દેશના સંયોજક (યુએનવી) અરુણ સહદેવ, પ્રોફેસર સંજય સહગલ, ડીન વિભાગ નાણાકીય અધ્યયન વગેરે હાજર રહ્યા હતા.
ઇગ્નૂના નિવેદન અનુસાર, એમએ ઉદ્યમતા કાર્યક્રમનો ઉદ્દેશ તમારા પોતાના વ્યવસાયનું સાહસ શરૂ કરવા માહિતિ અને કુશળતા પ્રદાન કરવાનો છે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે, કાર્યક્રમ સ્ટાર્ટઅપ, નવીનતા અને સોફ્ટ સ્કિલ્સના પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે જે સફળ ઉદ્યોગસાહસિક માટે આવશ્યક છે.
ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત યુનિવર્સિટીએ (IGNOU) સંસ્કૃતમાં સર્ટિફિકેટ અભ્યાસક્રમ શરૂ કર્યો છે. જે ઉમેદવારો આ નવા કોર્સ માટે નોંધણી કરવા ઇચ્છે છે તેઓ IGNOU ની ઓફિશિયલ વેબસાઇટ Ignou.samarth.edu.in પર ઓનલાઇન અરજી કરી શકે છે. સંસ્કૃતનો કોર્સ જુલાઈ 2021ના સત્રથી ઉપ્લબ્ધ થશે. જેણે 12માં ધોરણની પરીક્ષા પાસ કરી છે તેઓ 15 જુલાઇ 2021 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. કોર્સનો સમયગાળો ઓછામાં ઓછો છ મહિના અને મહત્તમ એક વર્ષનો છે. કોર્સ ફી 1500 રૂપિયા છે, જ્યારે નોંધણી ફી 200 રૂપિયા છે.