જો તમે કૃષિમાં રુચિ ધરાવો છો અને રિપોર્ટિંગ કરવા માંગો છો તો તમારા માટે છે Agro Journalism

જો તમે કૃષિમાં રુચિ ધરાવો છો અને રિપોર્ટિંગ કરવા માંગો છો તો તમારા માટે છે Agro Journalism
સાંકેતિક ફોટો

ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રીય યુનિવર્સિટી Agro Journalism ના કોર્સ શરૂ કરી રહ્યા છે, યુનિવર્સિટી તેની સાથે અને અનેક વિષયોમાં સર્ટિફાઇડ કોર્સ પણ શરૂ કરી રહ્યા છે.

TV9 Gujarati

| Edited By: Bipin Prajapati

Jun 03, 2021 | 10:20 AM

કૃષિમાં (Agriculture) વધતી ટેકનોલોજીની સાથે સાથે નવા પરિવર્તનને જોતાં હવે પત્રકારત્વના અભ્યાસમાં પણ પરિવર્તન જરૂરિયાત ઊભી થઈ રહી છે. આ વાતની ધ્યાનમાં રાખતા ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રિય યુનિવર્સિટી (Dr. Rajendra Prasad Central University) એગ્રો જર્નલિઝમ (Agro Journalism) ના કોર્સ શરૂ કરી રહ્યા છે, યુનિવર્સિટી તેની સાથે અને અનેક વિષયોમાં સર્ટિફાઇડ કોર્સ પણ શરૂ કરી રહ્યા છે.

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીએ (Dr. Rajendra Prasad Central Agricultural University) પહેલી વાર કઈંક નવા કોર્સની શરૂઆત કરવાનો ફેસલો લીધો છે.

યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રમેશ ચંદ્ર શ્રીવાસ્તવએ Tv9 ભારતવર્ષને (Tv9Bharatvarsh) જણાવ્યું કે આ દેશ ની પહેલી યુનિવર્સિટિ છે જેમાં અમે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સની શરૂઆત કરી રહ્યા છીએ. સાથે ડૉ. શ્રીવાસ્તવે જણાવ્યું કે દેશમાં, કૃષિ જગતમાં જે રીતે પરિવર્તન આવ્યું છે તેને ધ્યાનમાં રાખીને અમારી પાસે અનુભવી યુવકો નથી પરંતુ હવે નવી ટેકનિકની સાથે આપડે કામ કરવાનું છે તો કોર્સની સાથે સાથે યુવાનોની સ્કિલ પર પણ જોર આપવું પડશે.

હવેથી યુનિવર્સિટીમાં એગ્રી જર્નાલિઝમનો (Agro Journalism) અભ્યાસક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ PG Cours માટે આર્ટ, મેનેજમેન્ટ અથવા અન્ય વિષયમાં સ્નાતક થવું ફરજિયાત છે. બે વર્ષના આ અભ્યાસક્રમમાં યુનિવર્સિટીના નિષ્ણાતો યુવાનોને કૃષિ વિશે શિખવાડશે.

આ સાથે એગ્રી ટુરિઝમ અને એગ્રી વેરહાઉસ મેનેજમેન્ટ (Agri Tourism and Agri Warehouse Management) માં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવી રહ્યા છે. એગ્રી વેરહાઉસ મેનેજમેન્ટમાં (Agri Warehouse Management) નોંધણી માટે કૃષિ (Agriculture) અને સંબંધિત વિષયોમાં સ્નાતકની ડિગ્રી ફરજિયાત છે.

ડૉ. શ્રીવાસ્તવ જણાવે છે કે હવે આપણે શિક્ષણમાં પરિવર્તન લાવવાનું છે કારણ કે હવે આપણે એ પ્રકારે અભ્યાસક્રમો તૈયાર કરી રહ્યા છીએ કે બાળકો ફક્ત પોતાના દેશમાં જ નહીં પરંતુ નોકરી માટે વિદેશમાં પણ જઈ રહ્યા છે અને તેમને સારું શિક્ષણ મળવું જરૂરી છે.

કુલપતિ ડૉ. રમેશ શ્રીવાસ્તવે જણાવ્યું કે, હજી કેટલાક વધુ અભ્યાસક્રમો શરૂ કરવામાં આવી રહ્યા છે, જેમાં ફાર્મ મિકેનાઇઝેશન (Farm Mechanization), સિનિયર સિટીઝન સહાયક (Senior Citizen Assistant), નર્સરી મેનેજમેન્ટ (Nursery Management), એસી સ્ટેન્ટ (AC Stent), ટીશ્યુ કલ્ચર (Tissue Culture), લેબ આસિસ્ટન્ટ (Lab Assistant) અને એઆઈ & ઇટીટી મદદનીશ (AI & ETT Assistant) ના સર્ટિફાઇડ અભ્યાસક્રમો શરૂ કરવામાં આવી રહ્યા છે.

સર્ટિફાઇડ કોર્સમાં આઠમા પાસથી લઈને બારમા ધોરણ સુધીના લોકો માટે વિવિધ પ્રકારના પ્રમાણપત્ર અભ્યાસક્રમો શરૂ કરવામાં આવી રહ્યા છે.

ઑનલાઇન ફોર્મ ભરાઈ રહ્યા છે

યુનિવર્સિટીના પ્રવક્તા ડો.રાજ્યવર્ધન કુમાર કહે છે કે આ માટે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ. ત્યાં અભ્યાસક્રમો વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. નોંધણી માટે ઓનલાઇન ફોર્મ ફક્ત યુનિવર્સિટીની વેબસાઇટ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા માટે વિવિધ વિષયોમાં 25 બેઠકો હશે, જેમાં ઉમેદવારી યોગ્યતાના આધારે કરવામાં આવશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 જૂન છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati