છેલ્લા કેટલાક વર્ષોમાં, Edtech કંપનીઓની ભરમાર છે. કોરોનાવાયરસ (coronavirus) રોગચાળા અને પછી લોકડાઉનને કારણે, વિદ્યાર્થીઓએ ઑનલાઇન શિક્ષણનો આશરો લેવો પડ્યો છે. આ કારણે Edtech કંપનીઓનો વિકાસ ખૂબ જ ઝડપી હતો. અત્રે નોંધનીય બાબત એ છે કે, Edtechને કારણે વિદ્યાર્થીઓને માત્ર દૂરથી જ શિક્ષણ મેળવવાની તક મળી નથી, પરંતુ તેનાથી મોટી સંખ્યામાં નોકરીઓ પણ ઊભી થઈ છે. Online Education હવે જીવનનો એક ભાગ બની ગયું છે. આ જ કારણ છે કે, ઘણી કંપનીઓ હવે ઓનલાઈન ડિગ્રી પણ ઓફર કરી રહી છે.
તાજેતરમાં રાષ્ટ્રીય શિક્ષક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 700 શિક્ષકોએ ભાગ લીધો હતો. આ શિક્ષકોમાંથી 86 ટકા માને છે કે, એડટેક કંપનીઓના ઉદભવને કારણે તેમના માટે નોકરીની તકો વધી છે. તે જ સમયે, સર્વેમાં ભાગ લેનારા 82 ટકા શિક્ષકો માને છે કે, ટેક્નોલોજીના કારણે તેમની શીખવવાની ક્ષમતા વધી છે.
ઈન્ડિયા એડટેક કન્સોર્ટિયમ (IEC), ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (આઈએએમએઆઈ)ના નેજા હેઠળ રચાયેલી સ્વ-નિયમનકારી સંસ્થા, દેશની અંદર એડટેક કંપનીઓ દ્વારા કરવામાં આવતી શિક્ષણની અસરકારકતા અને ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા શિક્ષકો પર એક સર્વે હાથ ધર્યો હતો. સર્વેક્ષણમાં કોવિડના મુશ્કેલ સમયમાં અને રોગચાળા પછીના દિવસો દરમિયાન શિક્ષકોએ અનુભવેલા નોકરીના સંતોષના સ્તરનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
સર્વે અનુસાર, 62 ટકા શિક્ષકોએ સ્વીકાર્યું કે, કોવિડ રોગચાળા પછી તેમના વર્ક-લાઇફ બેલેન્સમાં સુધારો થયો છે. અહીં નોંધનીય બાબત એ છે કે આ ટ્રેન્ડ મેટ્રો અને નોન મેટ્રો બંને શહેરોમાં જોવા મળ્યો હતો. જો કે, 10 ટકા શિક્ષકોએ આ વલણ વિશે અનિચ્છા વ્યક્ત કરી અને કહ્યું કે, તેનાથી તેમના કાર્ય-જીવનની સુમેળમાં ખલેલ પડી છે. આ શિક્ષકોનું કહેવું છે કે, વધતી સ્પર્ધાને કારણે ઈન્ડસ્ટ્રીઝ ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. જેના કારણે તેમના પર ઘણું દબાણ છે.
IEC રિપોર્ટ અનુસાર, સભ્ય કંપનીઓએ રેખાંકિત કર્યું કે, નાણાંકીય વર્ષ 2022 દરમિયાન, શિક્ષકો, કન્ટેન્ટ અને ફેકલ્ટીની ઇકોસિસ્ટમને વધારવા માટે લગભગ 3500 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.