ICSI CS June 2022: કંપની સેક્રેટરીએ જૂન પરીક્ષાની તારીખો કરી જાહેર, અહીં તપાસો તમામ વિગતો

ICSI CS June 2022: ઈન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઈન્ડિયા (ICSI) એ કંપની સેક્રેટરીની જૂનની પરીક્ષાઓની તારીખ જાહેર કરી છે. એક્ઝિક્યુટિવ પ્રોફેશનલ અને ફાઉન્ડેશન કોર્સ માટેની પરીક્ષાની સંપૂર્ણ વિગતો બહાર પાડવામાં આવી છે.

ICSI CS June 2022: કંપની સેક્રેટરીએ જૂન પરીક્ષાની તારીખો કરી જાહેર, અહીં તપાસો તમામ વિગતો
ICSI CS June 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 6:24 PM

ICSI CS June 2022: ઈન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઈન્ડિયા (ICSI) એ કંપની સેક્રેટરીની જૂનની પરીક્ષાઓની તારીખ જાહેર કરી છે. એક્ઝિક્યુટિવ પ્રોફેશનલ અને ફાઉન્ડેશન કોર્સ માટેની પરીક્ષાની સંપૂર્ણ વિગતો બહાર પાડવામાં આવી છે. તારીખ શીટ ICSI (Institute of Company Secretaries of India, ICSI) ની સત્તાવાર વેબસાઇટ icsi.edu પર જોઈ શકાય છે. જાહેર કરાયેલા ટાઈમ ટેબલ મુજબ, એક્ઝિક્યુટિવ અને વોકેશનલ પરીક્ષાઓ 1 જૂનથી શરૂ થશે અને 10 જૂન, 2022ના રોજ સમાપ્ત થશે.

પરીક્ષા વિગતો

ICSI એ તેની સત્તાવાર વેબસાઈટ icsi.edu પર જાહેર કરેલી ડેટશીટમાં જણાવ્યું છે કે, સમયપત્રક મુજબ, એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પરીક્ષાઓ 1 જૂનથી શરૂ થશે અને 10 જૂન 2022ના રોજ સમાપ્ત થશે. પરીક્ષા બે પાળીમાં લેવામાં આવશે.

પેપર I અને પેપર III સવારે 9.30 થી 11 અને પેપર-2 અને પેપર-4 બપોરે 4 થી 5.30 દરમિયાન લેવામાં આવશે. જ્યારે કેટલાક પેપર OMR આધારિત હશે, કેટલાક અન્ય ઓપન-બુક હશે. ફાઉન્ડેશન કોર્સ માટેની પરીક્ષા 15 અને 16 જૂન, 2022ના રોજ લેવામાં આવશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ફાઉન્ડેશન પ્રોગ્રામ જૂન 2022 સત્ર પેપર I અને પેપર II

પેપર-1: બિઝનેસ એન્વાયરમેન્ટ એન્ડ લો (Business Environment & Law) પેપર-2: બિઝનેસ મેનેજમેન્ટ, એથિક્સ અને એન્ટરપ્રિન્યોરશિપ

ફાઉન્ડેશન પ્રોગ્રામ જૂન 2022 સત્ર પેપર 3 અને પેપર-4

પેપર-3: વ્યાપાર અર્થશાસ્ત્ર પેપર-4: એકાઉન્ટિંગ અને ઓડિટીંગના ફંડામેન્ટલ્સ

આ રીતે જુઓ ડેટાશીટ

ડેટશીટ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ- icsi.edu પર જાઓ. વેબસાઇટના હોમ પેજ પર, Examination લિંક પર જાઓ. આ પછી Time Table and Programme for CS Examination, June, 2022 પર જાઓ. ક્લિક કરવાથી પીડીએફ ફાઈલ ખુલશે. તેને ડાઉનલોડ કરી શકો છો. ડેટ શીટ તપાસો અને ભાવિ સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ લો.

તમામ ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે, CS એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પરીક્ષાઓ સવારે 9 થી 12 વાગ્યા સુધી યોજાવાની છે. સીએસ પરીક્ષા જૂન 2022 સંબંધિત વધુ વિગતો માટે, ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ICSIની અધિકૃત વેબસાઇટની મુલાકાત લે.

આ પણ વાંચો: CISF Recruitment 2021: હેડ કોન્સ્ટેબલની પોસ્ટ માટે નોકરી મેળવવાની તક, સ્પોર્ટ્સ ક્વોટામાંથી કરવામાં આવશે ભરતી

આ પણ વાંચો: Best Management College: જો તમે શ્રેષ્ઠ મેનેજમેન્ટ કોલેજ શોધી રહ્યા છો, તો અહીં છે ઘણા વિકલ્પો, જુઓ ટોપ કોલેજોની યાદી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">