IBSAT Result 2021: IBSAT MBA પ્રવેશ પરીક્ષાનું પરિણામ થયું જાહેર, આ રીતે ચેક કરો તમારો સ્કોર

IBSAT Result 2021: ICFAI બિઝનેસ સ્કૂલે IBSAT પરિણામ જાહેર કર્યું છે. જે વિદ્યાર્થીઓએ IBSAT 2021ની પરીક્ષા આપી હતી તેઓ સત્તાવાર વેબસાઇટ પર જઈને તેમના પરિણામો ચકાસી શકે છે.

IBSAT Result 2021: IBSAT MBA પ્રવેશ પરીક્ષાનું પરિણામ થયું જાહેર, આ રીતે ચેક કરો તમારો સ્કોર
IBSAT Result 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 11:51 AM

IBSAT Result 2021: ICFAI બિઝનેસ સ્કૂલે IBSAT પરિણામ જાહેર કર્યું છે. જે વિદ્યાર્થીઓએ IBSAT 2021ની પરીક્ષા આપી હતી તેઓ સત્તાવાર વેબસાઇટ – ibsindia.org પર જઈને તેમના પરિણામો ચકાસી શકે છે. પરિણામ ઓનલાઈન ઉપલબ્ધ છે. ઉમેદવારોની સરળતા માટે, IBSAT પરિણામ 2021 તપાસવા માટેની સીધી લિંક નીચે આપવામાં આવી છે. ફેબ્રુઆરી સત્ર માટે IBSAT પરીક્ષા 2021 ડિસેમ્બર 25 અને ડિસેમ્બર 26 ના રોજ લેવામાં આવી હતી. IBSAT પરિણામ સહિત સ્કોરકાર્ડ ડાઉનલોડ કરવા માટે, ઉમેદવારોને IBSAT લૉગિન ક્રેડેંશિયલની જરૂર છે.

કેવી રીતે તપાસવું પરિણામ

  1. IBSAT પરિણામ તપાસવા માટે, IBSAT ની સત્તાવાર વેબસાઇટ ibsindia.org પર જાઓ.
  2. લૉગિન કરવા માટે, IBSAT લૉગિન એપ્લિકેશન નંબર અને પાસવર્ડ દાખલ કરો.
  3. લોગિન બટન પર ક્લિક કરો, તે પછી પરિણામ તમારી સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
  4. IBSAT 2021 પરીક્ષામાં લાયકાત ધરાવતા ઉમેદવારોની સંપૂર્ણ યાદી સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
  5. ઉમેદવારો તેમનું પરિણામ ચકાસી શકે છે, ડાઉનલોડ કરી શકે છે અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લઈ શકે છે.

IBSAT સ્કોર કાર્ડમાં ઉમેદવારની તમામ વિગતવાર માહિતી જેમ કે ઉમેદવારનું નામ, ઉમેદવારનો રોલ નંબર, IBSAT 2021 એપ્લિકેશન નંબર, IBSAT 2021 રેન્ક, IBSAT 2021 ગુણનો સ્કોર હશે. ICFAI સાથે સંલગ્ન તમામ નવ MBA કોલેજો પ્રવેશ માટે જરૂરી કટઓફ માપદંડો જાહેર કરશે. IBS કોલેજો સમગ્ર ભારતમાં IBSAT 2021 સ્કોર્સ સ્વીકારશે. ઉમેદવારો કે જેઓ કટઓફ માપદંડોને પૂર્ણ કરે છે તેઓ વધુ પસંદગીના રાઉન્ડ (ગ્રુપ ચર્ચા અને પીઆઈ) માટે પાત્ર બનશે જે ફેબ્રુઆરી 2022 થી કામચલાઉ રીતે શરૂ થશે. પરીક્ષા સંબંધિત વધુ માહિતી માટે, ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ તપાસવી જોઈએ.

IBSAT સ્કોર ICFAI સાથે સંલગ્ન તમામ કોલેજો દ્વારા સ્વીકારવામાં આવે છે.

  1. IBS હૈદરાબાદ
  2. IBS કોલકાતા
  3. IBS બેંગ્લોર
  4. IBS મુંબઈ
  5. IBS ગુડગાંવ
  6. IBS દેહરાદૂન
  7. IBS અમદાવાદ
  8. IBS પુણે
  9. IBS જયપુર

આ પણ વાંચો: ARIIA Rankings 2021: અટલ રેન્કિંગમાં IIT મદ્રાસ આ વર્ષે પણ પ્રથમ સ્થાને, જુઓ ટોપ 10 લિસ્ટ

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ પણ વાંચો: NTPC Recruitment 2022: NTPCમાં કેટલાક પદો પર ભરતી, પરીક્ષા વગર જ કરવામાં આવશે પસંદગી, જાણો તમામ વિગતો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">