IBPS Calendar 2021: ક્યારે થશે RRB, PO, Clerk અને SO પરીક્ષાઓ? જાણો શેડયૂલ

Institute of Banking Personnel Selection, IBPS દ્વારા RRB, PO, Clerk અને SO પરીક્ષાઓની સંભવિત તારીખો બહાર પાડવામાં આવી છે.

IBPS Calendar 2021: ક્યારે થશે RRB, PO, Clerk અને SO પરીક્ષાઓ? જાણો શેડયૂલ
IBPS (સાંકેતિક ફોટો)
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: May 22, 2021 | 7:51 AM

IBPS Calendar 2021: Institute of Banking Personnel Selection, IBPSએ તેની પરીક્ષાઓનું કેલેન્ડર 3 ફેબ્રુઆરીએ જાહેર કર્યું હતું. આ કેલેન્ડર (IBPS Calendar 2021)માં RRB, PO, Clerk અને SO પરીક્ષાઓની સંભવિત તારીખો આપવામાં આવી છે. આ પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારો IBPSની સત્તાવાર વેબસાઈટ ibps.in પર જઈને પરીક્ષાનું સંપૂર્ણ સમયપત્રક ચકાસી શકે છે.

IBPS Calendar 2021 મુજબ IBPS ક્લાર્ક પ્રીલિમ્સની પરીક્ષા 28, 29 ઓગસ્ટ અને 4, 5 સપ્ટેમ્બર 2021ના ​​રોજ લેવામાં આવશે. તેની મેન્સ પરીક્ષા 31 ઑક્ટોબરના રોજ લેવામાં આવશે. IBPS પ્રોબેશનરી ઑફિસર (PO) પ્રિલીમ્સની પરીક્ષા 9, 10, 16 અને 17 ઓક્ટોબરના રોજ લેવામાં આવશે.

ત્યારે તેની મેન્સની પરીક્ષા 27 નવેમ્બરના રોજ લેવામાં આવશે. આ ઉપરાંત IBPS વિશેષ અધિકારી પ્રીલિમ્સની પરીક્ષા 18 અને 26 ડિસેમ્બર, 2021ના ​​રોજ લેવામાં આવશે. જ્યારે તેની મેન્સની પરીક્ષા 30 જાન્યુઆરી, 2022ના રોજ લેવામાં આવશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

IBPS Calendar 2021 પરીક્ષાઓનું સંપૂર્ણ સમયપત્રક નીચે આપેલ છે.

પરીક્ષાનું નામ      પ્રારંભિક પરીક્ષાની તારીખ      મુખ્ય પરીક્ષાની તારીખ
IBPS RRB 1, 7, 8, 14 અને 21 ઑગસ્ટ, 2021 25 સપ્ટેમ્બર અને 3 ઑક્ટોબર, 2021
IBPS Clerk 28 અને 29 ઑગસ્ટ 2021 અને 4 અને 5 સપ્ટેમ્બર, 2021 31 ઑક્ટોબર, 2021
IBPS PO 9 અને 10 ઓક્ટોબર, 2021 અને 16 અને 17 ઓક્ટોબર, 2021 27 નવેમ્બર, 2021
IBPS SO 18 અને 26 ડિસેમ્બર, 2021 30 જાન્યુઆરી, 2022

IBPS બેન્કિંગ ક્ષેત્ર ભારતમાં રોજગારની સૌથી મોટી તકો પૂરી પાડે છે. તે વિવિધ પોસ્ટ્સ પર ભરતી માટે વિવિધ પરીક્ષાઓનું આયોજન કરે છે. IBPS સંસ્થાની બેંકમાં કર્મચારીઓની નિમણૂકની જવાબદારી છે, જેની સ્થાપના 1975માં થઈ હતી. IBPS RRB, PO, Clerk પોસ્ટ્સની ભરતી માટે પરીક્ષાઓનું આયોજન કરે છે અને તે પછી જાહેર બેંકોમાં કર્મચારીઓની પસંદગી કરે છે.

આ પણ વાંચો: Aryabhatta Math Competition 2021: રાષ્ટ્રીય ગણિત સ્પર્ધા માટે નોંધણીની અંતિમ મુદ્દતમાં વધારો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">