Appleમાં નોકરી મેળવવાનું રહસ્ય! CEOએ પોતે કહ્યું – 4 ક્વોલિટી જરૂરી છે, 3C અને 1E

જો તમારી પાસે 3C અને 1E ક્વોલિટી છે, તો જ તમને Appleમાં નોકરી મળશે. એપલના સીઈઓ ટિમ કુકે (CEO Tim Cook) પોતે આ વિશે જણાવ્યું છે. જાણો આ શું છે?

Appleમાં નોકરી મેળવવાનું રહસ્ય! CEOએ પોતે કહ્યું - 4 ક્વોલિટી જરૂરી છે, 3C અને 1E
job in apple ceo tim cook
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2022 | 10:56 AM

શું તમે Appleમાં નોકરી કરવા માંગો છો…? જો હા, તો આ ન્યૂઝ જરૂર વાંચો. કંપનીના સીઈઓ ટિમ કુકે ખુદ તમારા માટે એક મોટો ખુલાસો કર્યો છે. તેણે જે કહ્યું છે તે તમારા માટે એપલમાં નોકરી મેળવવાનું સરળ બનાવશે. એપલના સીઈઓ Tim Cookએ યુનિવર્સિટી કોમેન્ટ્રી સેરેમની દરમિયાન જણાવ્યું હતું કે, કંપની ઉમેદવારમાં 4 આવશ્યક ગુણો શોધે છે – 3C અને 1E. ટિમ એ પણ સમજાવ્યું કે તે શું છે? આ સવાલનો જવાબ તમારે પણ જાણવો જોઈએ. કારણ કે તેના વિના Appleમાં જોબનું સપનું પૂરું કરવું અશક્ય છે.

તાજેતરમાં Apple CEO ટિમ કૂક ઈટાલીની એક યુનિવર્સિટીના પ્રારંભ સમારોહમાં ગયા હતા. ત્યાં તેણે દુનિયાભરના લાખો લોકોને પોતાની ડ્રીમ કંપની એપલમાં નોકરી મેળવવા માટે ચાવી આપી. તેણે શું કહ્યું જાણો છો?

Appleમાં નોકરી માટે 3C, 1E જરૂરી

  1. ટિમ કુકે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને કહ્યું કે, તે માને છે કે કંપનીની સફળતા બે બાબતો પર નિર્ભર છે. પ્રથમ વસ્તુ – તે કંપનીની સંસ્કૃતિ શું છે? બીજી વાત- કંપની કોને હાયર કરે છે? આ દરમિયાન ટિમ કુકે જણાવ્યું કે, Apple તેના કર્મચારીઓમાં ચાર કૌશલ્યોને શોધે છે – 3C અને એક 1E.
  2. અહીં 3Cનો અર્થ છે – Collaborate, Creativity અને Curiosity. જ્યારે Eનો અર્થ છે – Expertise. તેમણે કહ્યું કે, એપલ તેના ઉત્પાદનો દરેકના સંયુક્ત પ્રયાસોથી તૈયાર કરે છે. આ માટે સહકાર અને સાથે કામ કરવાની ક્ષમતા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
  3. પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
    નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
    એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
    જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
    આજનું રાશિફળ તારીખ 28-03-2024
    IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
  4. તેણે કહ્યું કે, એપલ એવા લોકોને શોધે છે જે અલગ રીતે વિચારે છે. જેઓ સામે સમસ્યા જુએ અને એ નથી વિચારતા કે અત્યાર સુધી તેનો ઉકેલ કેવી રીતે લાવવો. એક અલગ રસ્તો શોધવાનો પ્રયાસ કરે. એક અલગ અભિગમ રાખે.
  5. જિજ્ઞાસા અંગે કૂકે કહ્યું કે, તે Cliche છે, પરંતુ કોઈ પ્રશ્ન મૂર્ખતા ભરેલો નથી હોતો. જો કોઈ બાળકની જેમ પ્રશ્નો પૂછે તો તે સારી વાત છે.
  6. દેખીતી રીતે એપલ એક એવી કંપની છે. જ્યાં દરેક વ્યક્તિ કામ કરવાનું સપનું જુએ છે. લાખો લોકો આ માટે પ્રયાસ પણ કરે છે. અત્યારે એપલમાં 1.50 લાખથી વધુ લોકો કામ કરે છે. જો કે, ભૂતકાળમાં અન્ય IT કંપનીઓની જેમ, Appleએ પણ Hiringમાં ઘટાડો કર્યો છે. કેટલાકે તેમની નોકરી ગુમાવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">