GHC Recruitment 2022: વકીલાતના ક્ષેત્રમાં સરકારી નોકરી (Govt Job 2022) શોધી રહેલા યુવાનો માટે સુવર્ણ તક છે. ગુજરાત હાઈકોર્ટે સિવિલ જજની જગ્યાની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ કુલ 219 જગ્યાઓ ભરવામાં આવશે. તે માટે ઓનલાઈન અરજી કરી શકાય છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ અરજી કરવા માટે ગુજરાત હાઈકોર્ટ (GHC) ની અધિકૃત વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. આ પોસ્ટ માટે અરજી પ્રક્રિયા 3 ફેબ્રુઆરી 2022 થી શરૂ થઇ છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા વેબસાઈટ પર ઉપલબ્ધ નોટિફિકેશન કાળજીપૂર્વક વાંચે તે જરૂરી છે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલ આ ખાલી જગ્યા (Gujarat High Court Recruitment 2022)માટેની અરજી પ્રક્રિયા 2 માર્ચ 2022 સુધી ચાલુ રહેશે. આ કિસ્સામાં જે ઉમેદવારો અરજી કરવા માગે છે તેઓ અધિકૃત વેબસાઈટ પર જઈને અરજી ફોર્મ ભરી શકે છે. હાલમાં આ ખાલી જગ્યા અંગેની માહિતી ગુજરાત હાઈકોર્ટ દ્વારા શોર્ટ નોટિસ દ્વારા આપવામાં આવી છે.
આ રીતે નોટિફિકેશન જુઓ
ગુજરાત હાઈકોર્ટમાં સિવિલ જજની જગ્યા માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે ગુજરાત હાઈકોર્ટ ટૂંક સમયમાં તેની સત્તાવાર વેબસાઈટ પર ભરતી પ્રક્રિયા શરૂ કરશે. એપ્લિકેશન પ્રક્રિયા શરૂ કરતા પહેલા વેબસાઇટ પર વિગતવાર નોટિફિકેશન જારી કરવામાં આવશે. જો કે જો તમે કાયદાના સ્નાતક છો તો તમારી પાસે આ પદો માટે અરજી કરવાની સુવર્ણ તક છે.
શોર્ટ નોટિસ જોવા માટે અહીં ક્લિક કરો.
હોમપેજ પર Current Openings આપવામાં આવ્યું છે અને નિમણૂકની નોટિફિકેશન અહીં જ જારી કરવામાં આવશે. એટલે કે ભરતી પ્રક્રિયા ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે તે અંગે હજુ સુધી કંઈ કહેવામાં આવ્યું નથી.
આ પણ વાંચો :
આ પણ વાંચો :