પેપર લીક થયાના સમાચાર બાદ NEETની પરીક્ષા ફરીથી યોજવાની માંગ ઉભી થઈ, મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો

NEETની પરીક્ષા રદ કરવા અને તેને ફરીથી યોજવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી છે.

પેપર લીક થયાના સમાચાર બાદ NEETની પરીક્ષા ફરીથી યોજવાની માંગ ઉભી થઈ, મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો
A petition has been filed in the Supreme Court to conduct the NEET exam again.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 5:48 PM

NEETની પરીક્ષા રદ કરવા અને તેને ફરીથી યોજવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી છે. NEETની પરીક્ષા 12 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવી હતી. અરજીમાં ગુનાહિત કાવતરું અને NEET 2021 પરીક્ષાના પેપરો લીક કરવામાં કોચિંગ સેન્ટરોની સંડોવણીનો આરોપ છે. NEET 2021 ના ​​હજારો ઉમેદવારોએ દેશભરના વિવિધ કેન્દ્રો પર નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવાયેલી NEET UG 2021ની પરીક્ષા રદ કરવા માટે રિટ અરજી કરી છે. ઉમેદવારોએ કોર્ટને તાકીદ કરી છે કે તેઓ વાસ્તવિક, લાયક અને લાયકાત ધરાવતા ઉમેદવારોનાં હિતમાં NEET પરીક્ષા નવેસરથી યોજવા અધિકારીઓને સૂચના આપે.

આ અરજી એડવોકેટ મમતા શર્મા દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે, જે દિવસે NEET UGની પરીક્ષા લેવામાં આવી હતી, તે દિવસે CBIએ ચાર આરોપી વ્યક્તિઓ અને અન્ય અજાણ્યા લોકો સામે FIR નોંધાવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, પરીક્ષામાં પ્રોક્સી ઉમેદવારોનો ઉપયોગ કરીને છેડછાડ કરવામાં આવી હતી અને કેન્દ્રો દ્વારા પ્રતિ ઉમેદવાર 50 લાખનું લેવામાં આવ્યા હતા.

અરજદારોએ દલીલ કરી હતી કે, સીબીઆઈ દ્વારા નોંધાયેલી 12 સપ્ટેમ્બરની એફઆઈઆરથી સ્પષ્ટ છે કે, NEET UG 2021 પ્રવેશ પરીક્ષાનું પેપર એક ગુનાહિત કાવતરા હેઠળ લીક થયું હતું જેમાં પ્રખ્યાત કોચિંગ સેન્ટરો અને પેપર સોલ્વર્સ ગેંગની સંડોવણી મળી હતી. એવું કહેવામાં આવ્યું છે કે, NEET UG 2021 પ્રવેશ પરીક્ષાના પેપર લીક સંદર્ભે સીબીઆઈ સિવાય રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્યમાં પણ પોલીસ દ્વારા અનેક એફઆઈઆર નોંધવામાં આવી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

લાઈવ લો મુજબ, અરજીમાં શિક્ષણ મંત્રાલય, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને નેશનલ મેડિકલ કમિશન (NMC) ને સુરક્ષા પ્રોટોકોલનું ધોરણ વધારવા, પરીક્ષાઓ લેવા માટે ઉમેદવારોની બાયોમેટ્રિક ચકાસણી સહિતના નિર્દેશની માંગણી કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદની શિક્ષિકા દર્શના પટેલે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું, ઓલ ઇન્ડીયા સિવીલ સર્વિસ એથલેટીક ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ મેળવ્યો

આ પણ વાંચો: CAT 2021 : IIM અમદાવાદ દ્વારા CAT 2021 એડમિટ કાર્ડ જાહેર, જાણો પરીક્ષાની પેટર્ન વિશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">