હવે તમારે એન્જિનિયરિંગમાં આર્ટ્સ પણ ભણવું પડશે! IITએ કહ્યું- માત્ર વિજ્ઞાન નહીં ચાલે

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Jayraj Vala

Updated on: Oct 10, 2022 | 6:44 PM

એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં વિજ્ઞાનની સાથે સાથે આર્ટસના વિષયોનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. IIT બોમ્બેએ આ માટે HASMED ની ભલામણ કરી છે. જાણો આ શું છે?

હવે તમારે એન્જિનિયરિંગમાં આર્ટ્સ પણ ભણવું પડશે! IITએ કહ્યું- માત્ર વિજ્ઞાન નહીં ચાલે
પ્રતિકાત્મક તસવીર

વિજ્ઞાનનું જ્ઞાન હવે એન્જિનિયરો માટે પૂરતું નથી. તેઓએ તે વિષયનો પણ અભ્યાસ કરવો પડશે જે ઘણીવાર છેલ્લા સ્થાને મૂકવામાં આવે છે – આર્ટસ (Arts). કારણ કે આર્ટસ વિના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ શક્ય નથી. આ દેશની ટોચની એન્જિનિયરિંગ કોલેજ IIT બોમ્બેનું (IIT Bombay) કહેવું છે. આ લર્નિંગ ગેપને ભરવા માટે, IIT બોમ્બે HASMED અભ્યાસક્રમનો નવો કોન્સેપ્ટ લઈને આવ્યું છે. આ શું છે? તેનો અમલ કેવી રીતે થશે? આ અંતર્ગત એન્જિનિયરિંગના કોર્સમાં કયા વિષયોનો સમાવેશ કરવામાં આવશે? વિગતો વાંચો.

HASMED શું છે? આ વિવિધ વિષયોના નામ માટેનું ટૂંકું સ્વરૂપ છે. આ હેઠળ, BE/BTech જેવા એન્જિનિયરિંગના UG અભ્યાસક્રમોમાં 6 મુખ્ય વિષયો ઉમેરવામાં આવ્યા છે. જે છે-

  • H- માનવતા (Humanities)
  • A- કળા (Arts)
  • S- સામાજિક વિજ્ઞાન (Social Science)
  • M- મેનેજમેન્ટ (Management)
  • E- આંત્રપ્રિન્યોરશિપ (Entrepreneurship)
  • D- ડિઝાઇન (Design)

IIT બોમ્બે કહે છે કે, વિદ્યાર્થીઓએ તેમના નિયમિત એન્જિનિયરિંગ અભ્યાસક્રમ/અભ્યાસક્રમના ભાગરૂપે આ 6 વિષયોનો પણ અભ્યાસ કરવો પડશે. આ નોન-એન્જિનિયરિંગ વિષયો છે, પરંતુ તેમનું મહત્વ ઘણું વધારે છે.

Artsનો સહારો કેમ લેવો પડે?

IIT એ એક મીડિયા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે મેનેજમેન્ટ, ફાઇનાન્સ, કન્સલ્ટન્સી, સ્ટાર્ટ-અપ્સ જેવા અન્ય નોન-એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવાનું સામાન્ય બની ગયું છે. આ નવા વલણની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અભ્યાસક્રમને અપગ્રેડ કરવો જરૂરી છે. અહીં માત્ર વિજ્ઞાનના વિષયો નહીં ચાલે.

IIT બોમ્બેએ અભ્યાસક્રમ અપગ્રેડ કરવા માટે એક સમિતિની રચના કરી. આ કમિટીના કન્વીનર પ્રોફેસર કિશોર ચેટર્જીએ જણાવ્યું કે એન્જિનિયરિંગના 3 પ્રકારના વિદ્યાર્થીઓ છે – Specialist , Generalist, Super Generalist.

  • Specialist એવા છે કે જેઓ અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી શૈક્ષણિક અથવા સંશોધન માટે જાય છે અથવા કોર એન્જિનિયરિંગ ક્ષેત્રમાં નોકરી મેળવે છે.
  • Generalist તે છે જેઓ BE/BTech પછી મેનેજમેન્ટ, એનાલિટિક્સ, કન્સલ્ટન્સી જેવા વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી શોધે છે.
  • Super Generalist તે છે જેઓ એન્જિનિયર બન્યા પછી વિવિધ ક્ષેત્રોમાં સ્ટાર્ટ-અપ અથવા ઉદ્યોગસાહસિકતાનો માર્ગ પસંદ કરે છે.

IIT પ્રોફેસરે કહ્યું કે, આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે અમારો અભ્યાસક્રમ ત્રણેય પ્રકારના સેગમેન્ટના વિદ્યાર્થીઓની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે. આ માટે સમિતિએ 3 વર્ષનો ડેટા એકત્ર કરીને સમીક્ષા કર્યા બાદ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. આ સમિતિની રચના 2019માં કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા. કુલ 11 સભ્યો હતા. જો કે તેનો અમલ ક્યારે થશે તે હજુ સુધી જણાવવામાં આવ્યું નથી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati