DD News Gujarati Recruitment 2021: ન્યૂઝ રીડર અને વીડિયો એડિટર સહિતની ઘણી પોસ્ટ માટે ભરતી, જુઓ વિગતો

DD News Gujarati દ્વારા બહાર પાડેલા જાહેરનામા મુજબ ન્યૂઝ રીડર, કોપી એડિટર, બ્રોડકાસ્ટ સહાયક અને વીડિયો એડિટરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

DD News Gujarati Recruitment 2021: ન્યૂઝ રીડર અને વીડિયો એડિટર સહિતની ઘણી પોસ્ટ માટે ભરતી, જુઓ વિગતો
DD News Gujarati Recruitment 2021
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: May 25, 2021 | 3:50 PM

પત્રકારત્વના ક્ષેત્રમાં સરકારી નોકરીની (Government Job) શોધમાં છે, તેવા ઉમેદવારો માટે એક સુવર્ણ તક આવી છે. દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ દ્વારા કરાર પર કામ કરવા ઇચ્છુક મીડિયા કર્મચારીઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા મુજબ, ન્યૂઝ રીડર, કોપી એડિટર, બ્રોડકાસ્ટ સહાયક અને વીડિયો એડિટરની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદ (Doordarshan) દ્વારા જારી કરાયેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, આ ભરતી કરારના ધોરણે થશે. ડીડી ન્યૂઝ ગુજરાતી એ ભારત સરકારનું એક સરકારી પ્રસારણ સેવા એકમ છે, જે પ્રસાર ભારતી હેઠળ કાર્ય કરે છે. પસંદગી પામેલા ઉમેદવારોને સરકારી નોકરીનો લાભ મળશે.

આ ખાલી જગ્યા (DD News Gujarati Recruitment 2021) અંતર્ગત અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. આમાં ઉમેદવારોને અરજી કરવા માટે 16 જૂન 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આમાં વિશેષ બાબત એ છે કે, ઉમેદવારોની પસંદગી સીધા ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

ખાલી જગ્યાની માહિતી

ડીડી ન્યૂઝ ગુજરાતી દ્વારા જારી કરાયેલી ભરતી સૂચનામાં, અરજીની સંપૂર્ણ પ્રક્રિયા અને નિમણૂકની તમામ શરતો આપવામાં આવી છે. ઉમેદવારોને અરજી કરતા પહેલા ભરતીની સંપૂર્ણ સૂચના તપાસવાની સલાહ આપવામાં આવે છે.

લાયકાત અને વય મર્યાદા

વિવિધ પોસ્ટ્સ પર અરજી કરવા માટે વિવિધ લાયકાત નક્કી કરવામાં આવી છે. સામાન્ય રીતે, ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. આ ઉપરાંત, માસ કમ્યુનિકેશનમાં ડિપ્લોમા અથવા ડિગ્રી ધારકો પણ તેમાં અરજી કરવા પાત્ર છે.

આ સિવાય સંબંધિત વિષય / ક્ષેત્રમાં અનુભવ પણ હોવો જોઈએ. ન્યૂઝ રીડર માટેના ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી 40 વર્ષ હોવી જોઈએ. અન્ય પોસ્ટ પરના ઉમેદવારોની ઉંમર 21 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

કેવી રીતે અરજી કરવી

અરજી કરવા માટે, ઉમેદવારોએ ડીડી ન્યૂઝ ગુજરાતીની વેબસાઇટ ddnewsgujarati.com પર જવું. અહીં આપેલી માહિતી પ્રમાણે સૂચના અને એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવા પડશે. આવેદનપત્ર ભરવું અને આપેલ સરનામે મોકલવું પડશે.

અરજી ફોર્મ મોકલવાનું સરનામું Director (News), News Section, Doordarshan Kendra, Thaltej, Ahmedabad-380054

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">