CUET PG Admit Card જાહેર, જાણો કઈ રીતે કરી શકાશે ડાઉનલોડ

ઉમેદવારો સીયુઈટી પીજી (CUET PG 2022) એડમિટ કાર્ડ ઓફિશિયલ વેબસાઇટ cuet.nta.nic.in પર જઈને ડાઉનલોડ કરી શકે છે.

CUET PG Admit Card જાહેર, જાણો કઈ રીતે કરી શકાશે ડાઉનલોડ
CUET PG Admit Card 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2022 | 2:27 PM

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સીયુઈટી પીજી 2022 (CUET PG 2022) પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કર્યું છે. સીયુઈટી પીજી 2022 એડમિટ કાર્ડ 5 અને 6 સપ્ટેમ્બરે યોજાનારી પરીક્ષાઓ માટે જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો સીયુઈટી પીજી એડમિટ કાર્ડ ઓફિશયલ વેબસાઇટ cuet.nta.nic.in પર જઈને ડાઉનલોડ કરી શકે છે. સીયુઈટી પીજી પરીક્ષામાં બેસવા જઈ રહેલા ઉમેદવારોને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થની જરૂર પડશે. આવી પરિસ્થિતિમાં ઉમેદવારોને એપ્લીકેશન ફોર્મમાંથી એપ્લીકેશન નંબર ચેક કરવાની સલાહ આપવામાં આવે છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી સીયુઈટી પીજી પરીક્ષા બે શિફ્ટમાં આયોજિત કરી રહી છે. પહેલી શિફ્ટની પરીક્ષાઓ સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી લેવામાં આવશે. બીજી શિફ્ટ હેઠળ બપોરે 3 થી 5 વાગ્યા સુધી પરીક્ષા લેવામાં આવશે. સીયુઈટી પીજી પરીક્ષા કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવી રહી છે. એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે. આવી પરિસ્થિતિમાં ઉમેદવારોને તેને ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવા અને તેની પ્રિન્ટઆઉટ લેવાનું કહેવામાં આવે છે. પરીક્ષા કેન્દ્રમાં એડમિટ કાર્ડ વગર એન્ટ્રી આપવામાં આવશે નહીં.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

કેવી રીતે ડાઉનલોડ કરવું CUET PG Admit Card 2022?

  • સીયુઈટી પીજી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ cuet.nta.nic.in પર જાઓ.
  • હોમપેજ પર તમે એડમિટ કાર્ડની લિંક જોવા મળશે.
  • લિંક પર ક્લિક કર્યા પછી માંગેલી જાણકારી ફિલ કરો.
  • તમારે તમારો એપ્લિકેશન નંબર, ડેટ ઓફ બર્થ અને સિક્યોરિટી પિન ફિલ કરવાનું રહેશે.
  • આ ત્રણેય જાણકારી ફિલ કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.

CUET PG Admit Card 2022 Direct Link

કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ અથવા સીયુઈટી એ પોસ્ટગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન માટે લેવામાં આવતી કોમન એન્ટ્રેન્સ પરીક્ષા છે. આ પરીક્ષા યોજવાની જવાબદારી નેશનલ ટેસ્ટિંગ એજન્સીને આપવામાં આવી છે. એનટીએ એ શિક્ષણ મંત્રાલય હેઠળની એક સ્વતંત્ર ઈન્સ્ટીટ્યુશન છે. સીયુઈટી પીજી પરીક્ષા 2022-23 શૈક્ષણિક સત્ર માટે લેવામાં આવી રહી છે. આ પહેલી વખત છે જ્યારે કુલ 42 યુનિવર્સિટીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">