CUET 2022: કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ માટેની નોંધણી પ્રક્રિયા આજથી શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી

કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ માટે એપ્લિકેશન પ્રક્રિયા આજથી એટલે કે, 6 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. CUET માટેનું અરજીપત્ર NTA દ્વારા આજે ગમે ત્યારે બહાર પાડવામાં આવશે.

CUET 2022: કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ માટેની નોંધણી પ્રક્રિયા આજથી શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 11:30 AM

CUET Form 2022: કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET 2022) માટે એપ્લિકેશન પ્રક્રિયા આજથી એટલે કે, 6 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. CUET માટેનું અરજીપત્ર NTA દ્વારા આજે ગમે ત્યારે બહાર પાડવામાં આવશે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. NTA દ્વારા સુધારેલા CUCET શેડ્યૂલ મુજબ, ઉમેદવારો દિલ્હી યુનિવર્સિટીના UG અભ્યાસક્રમો અને અન્ય કૉલેજોમાં પણ પ્રવેશ માટે ઑનલાઇન અરજી કરી શકે છે. વધુ વિગતો ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ cuet.samarth.ac.in પર ઉપલબ્ધ થશે. અરજી માટેની વિન્ડો 1 મહિના માટે ખોલવામાં આવશે. પરીક્ષા જુલાઈમાં લેવામાં આવશે જોકે કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી.

ઉમેદવારોને જાણ કરવામાં આવે છે કે, CUETની સત્તાવાર વેબસાઇટ હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. પરંતુ ટૂંક સમયમાં તેને લોન્ચ કરવામાં આવશે. અગાઉ અરજી કરવાની તારીખ 2 એપ્રિલ હતી. જે બાદમાં NTA દ્વારા બદલીને 6 એપ્રિલ કરવામાં આવી હતી. સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવા માટે પ્રથમ વખત માત્ર એક જ પરીક્ષા લેવામાં આવશે. આ પ્રવેશ માટે 12મા ગુણનો આધાર રહેશે નહીં. CUET પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે.

આ રીતે કરો અરજી

અરજી કરવા માટે, સૌપ્રથમ CUETની વેબસાઈટ – cuet.nta.nic.in પર જાઓ તે પછી CUET રજીસ્ટ્રેશન 2022 લિંક પર ક્લિક કરો. હવે નામ, ફોન નંબર અને ઈમેલ આઈડી જેવા તમારા ઓળખપત્રો ટાઈપ કરીને નોંધણી કરો. રજીસ્ટર્ડ મોબાઈલ અથવા ઈમેલ પર મોકલેલ નવા રજીસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગઈન કરો. તે પછી એપ્લિકેશન ફી ચૂકવો. સબમિટ બટન પર ક્લિક કરો.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

NTA દ્વારા આજે CUET 2022 માહિતી બુલેટિન પણ બહાર પાડવામાં આવશે. આ જ દિલ્હી યુનિવર્સિટીએ પ્રવેશ નીતિ જાહેર કરી છે. આ સાથે, ઘણા અભ્યાસક્રમો માટેની યોગ્યતા વિશે પણ માહિતી આપવામાં આવી છે. જોકે ઘણી યુનિવર્સિટીઓમાં એડમિશન સંબંધિત માહિતી આવવાની બાકી છે. ઘણી બાબતો પર સ્પષ્ટતાની રાહ જોવામાં આવે છે, વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ CUCET UG અપડેટ્સ માટે વેબસાઇટની મુલાકાત લેતા રહે. અરજીની પ્રક્રિયા શરૂ થતાંની સાથે જ તમામ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પરીક્ષા 13 ભાષાઓમાં હશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા બહાર પાડવામાં આવેલી કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) 13 ભાષાઓમાં લેવામાં આવશે. આ તામિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, ગુજરાતી, ઉડિયા, બંગાળી, આસામી, પંજાબી, અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂ સહિત 13 ભાષાઓમાં યોજાશે.

કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓ પાસે ધોરણ 10ની માર્કશીટ, 12ની માર્કશીટ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ, વિદ્યાર્થીની સહી, આધાર કાર્ડ જેવા ફોટો આઈડી પ્રૂફ, ડ્રાઈવિંગ લાયસન્સ સાથે દસ્તાવેજો હોવા જોઈએ. આ સાથે કેટેગરીનું પ્રમાણપત્ર હોવું જોઈએ.

આ પણ વાંચો: UPSC Success Story: રિતિકાએ 22 વર્ષની ઉંમરે UPSC પાસ કરી, તેના બીમાર પિતાની સંભાળ રાખવા સાથે કરી તૈયારી

આ પણ વાંચો: FSSAI Answer Key 2021-22: ફૂડ એનાલિસ્ટ સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી પરીક્ષાની આન્સર કી થઈ જાહેર, આ રીતે કરો ચેક

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">