CUET 2022: કોલેજમાં પ્રવેશ માટે આગામી સત્રથી વર્ષમાં બે વાર યોજાશે CUET, UGC પ્રમુખે જાણાવ્યું NTAનું આયોજન

ધોરણ 12 પછી કોલેજમાં પ્રવેશ માટે આ વર્ષથી કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે CUETનું આયોજન થવા જઈ રહ્યું છે. દેશના ઉચ્ચ શિક્ષણમાં આ એક મોટો ફેરફાર છે.

CUET 2022: કોલેજમાં પ્રવેશ માટે આગામી સત્રથી વર્ષમાં બે વાર યોજાશે CUET, UGC પ્રમુખે જાણાવ્યું NTAનું આયોજન
CUET 2022 College admission
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 12:25 PM

About CUET Exam detail: ધોરણ 12 પછી કોલેજમાં પ્રવેશ માટે આ વર્ષથી કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે CUET (Common University Entrance Test)નું આયોજન થવા જઈ રહ્યું છે. દેશના ઉચ્ચ શિક્ષણમાં આ એક મોટો ફેરફાર છે. આ પ્રવેશ પરીક્ષા પછી, કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે 12મા બોર્ડની પરીક્ષાના ઉચ્ચ કટ-ઓફની રેસનો અંત આવશે. CUET 2022ની જાહેરાત આ મહિનામાં એટલે કે માર્ચ 2022માં જ કરવામાં આવી છે. હવે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે કે UGCના અધ્યક્ષ એમ જગદેશ કુમારે CUET વિશે નવી માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે, આ પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવી શકે છે. શું CUET બોર્ડની પરીક્ષાઓનું મહત્વ ઘટાડશે? તેમણે આનો જવાબ પણ આપ્યો છે.

યુજીસીના અધ્યક્ષ (UGC Chairman) એમ જગદીશ કુમારે મંગળવારે જણાવ્યું હતું કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) આગામી સત્રથી વર્ષમાં બે વાર કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) લેવાનું વિચારશે.

શું બોર્ડની પરીક્ષાઓ તેમની સુસંગતતા ગુમાવશે?

UGCના પ્રમુખ જગદીશ કુમારે કહ્યું કે, CUET ન તો બોર્ડની પરીક્ષાઓની પ્રાસંગિકતાનો અંત લાવશે કે ન તો તે કોચિંગની સંસ્કૃતિને પ્રોત્સાહિત કરશે. પરીક્ષા માટે કોઈ કોચિંગની જરૂર પડશે નહીં, તેથી કોચિંગ કલ્ચરને પ્રોત્સાહન આપવાનો પ્રશ્ન ઊભો થતો નથી. તેનો ફાયદો એ થશે કે રાજ્ય બોર્ડના વિદ્યાર્થીઓને સ્નાતક અભ્યાસક્રમો / ગ્રેજ્યુએશનમાં પ્રવેશની પ્રક્રિયામાં તકલીફ નહીં પડે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

પીટીઆઈ-ભાષા સાથેની મુલાકાતમાં, યુજીસી અધ્યક્ષે કહ્યું કે, CUETનું આયોજન કરવાની જવાબદારી NTAની છે. CUETનું કાર્ય માત્ર કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં પ્રવેશ પૂરતું મર્યાદિત રહેશે નહીં. કારણ કે ઘણી પ્રતિષ્ઠિત ખાનગી યુનિવર્સિટીઓએ સૂચવ્યું છે કે, તેઓ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ માટે CUET માર્કસનો ઉપયોગ કરવા ઇચ્છુક છે.

ધોરણ 11ના પણ પ્રશ્નો પૂછાશે?

વિદ્યાર્થીઓ ચિંતિત છે કે, CUETમાં પણ ધોરણ 11 ના અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે કે કેમ. યુજીસી ચેરમેને કહ્યું કે, ના, CUETમાં જે પણ પ્રશ્નો પૂછવામાં આવશે તે સંપૂર્ણપણે ધોરણ 12 ના અભ્યાસક્રમમાંથી હશે.

તેમણે કહ્યું કે, શરૂઆતમાં આ વર્ષે CUET એક વખત લેવામાં આવશે, પરંતુ NTA આગામી સત્રથી વર્ષમાં ઓછામાં ઓછા બે વખત પરીક્ષા લેવાનું વિચારશે. જગદીશ કુમારે ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે ભારતની 45 કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે CUET માર્કસનો ઉપયોગ કરવો ફરજિયાત છે. ધોરણ 12 ના માર્કસ નહીં અને કેન્દ્રીય યુનિવર્સિટીઓ તેમના પોતાના લઘુત્તમ પાત્રતા માપદંડ નક્કી કરી શકે છે.

આ પણ વાંચો: RBI Recruitment 2022: ભારતીય રિઝર્વ બેંક ઘણી જગ્યાઓ માટે બહાર પાડી ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: Maharashtra Schools: રજાઓ રદ થતાં નિરાશ થયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, જો અભ્યાસક્રમ પૂરો નહીં થાય તો જ એપ્રિલમાં શાળાઓ રહેશે શરૂ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">