CBSE Term 2 Exam 2022: CBSE ટર્મ 2ની પરીક્ષા ન આપી હોય તો પણ ધોરણ 10-12નું પરિણામ મળશે, જાણો કેવી રીતે થશે માર્કિંગ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSEના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. બોર્ડે જાહેરાત કરી છે કે, જે વિદ્યાર્થીઓ ટર્મ 2ની પરીક્ષામાં નહીં બેસે તેમને નાપાસ કરવામાં આવશે નહીં.

CBSE Term 2 Exam 2022: CBSE ટર્મ 2ની પરીક્ષા ન આપી હોય તો પણ ધોરણ 10-12નું પરિણામ મળશે, જાણો કેવી રીતે થશે માર્કિંગ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 2:44 PM

CBSE Marking Scheme 2022: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSEના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. બોર્ડે જાહેરાત કરી છે કે, જે વિદ્યાર્થીઓ ટર્મ 2ની પરીક્ષામાં નહીં બેસે તેમને નાપાસ કરવામાં આવશે નહીં. તેના બદલે તેમને ટર્મ 1 પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે ગ્રેડ આપવામાં આવશે. CBSE ટર્મ-2ની પરીક્ષા 26મી એપ્રિલથી શરૂ થઈ છે પરીક્ષા પહેલા લાઈવ વેબિનારનું (CBSE Webinar) આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વેબિનારમાં બોર્ડના પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ ટર્મ-1 પરીક્ષા (CBSE Term 2 Exam 2022)માં ગેરહાજર રહ્યા હતા અને ટર્મ-2ની પરીક્ષામાં પણ હાજર રહ્યા ન હતા તેમને કમ્પાર્ટમેન્ટ પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આવા વિદ્યાર્થીઓએ આખું વર્ષ ફરી અભ્યાસ કરીને પરીક્ષા આપવી પડશે.

કોરોના દરમિયાન બોર્ડે ગયા વર્ષે કમ્પાર્ટમેન્ટ પરીક્ષામાં (CBSE Compartment Exam) બેસવા માટે આવશ્યક પુનરાવર્તિત શ્રેણીની જોગવાઈ કરી હતી. જેમાં, જે વિદ્યાર્થીઓ ત્રણ કે તેથી વધુ વિષયોમાં પરીક્ષા આપી શકતા નથી અથવા લઘુત્તમ પાસીંગ માર્કસ મેળવવામાં અસમર્થ હોવાનું જણાવાયું હતું. તેમને આવશ્યક પુનરાવર્તિત શ્રેણીમાં રાખવામાં આવ્યા હતા. જો કોઈ વિદ્યાર્થી કોવિડ-19ને કારણે તમામ પરીક્ષાઓમાં હાજર રહી શકતો નથી અને તેમાંથી માત્ર ત્રણથી ચાર પેપર જ આપે છે, તો તેઓ “વૈકલ્પિક ગ્રેડિંગ સ્કીમ” હેઠળ પરિણામ મેળવી શકે છે. ભારદ્વાજે કહ્યું કે, વૈકલ્પિક ગ્રેડિંગ યોજના બોર્ડ દ્વારા સમયસર નક્કી કરવામાં આવશે અને તે વિદ્યાર્થીઓની તરફેણમાં હશે.

CBSE પરિણામ 2022 કોને મળશે તે અહીં જુઓ

  1. જેઓ ટર્મ-1ની પરીક્ષામાં હાજર રહ્યા છે પરંતુ ટર્મ-2ની પરીક્ષામાં ગેરહાજર રહ્યા છે તેમને બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવશે.
  2. જેઓ ટર્મ-2ની પરીક્ષામાં બેઠા છે પરંતુ ટર્મ-1ની પરીક્ષામાં ગેરહાજર છે તેમને પણ પરિણામ આપવામાં આવશે.
  3. IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
    પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
    ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
    કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
    એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
    ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
  4. ટર્મ-1માં તમામ પેપર માટે હાજર થયા પરંતુ ટર્મ-2માં પેપર 1 અથવા 2 માટે હાજર થયા ન હતા.
  5. જે વિદ્યાર્થીઓ ટર્મ-2ના તમામ પેપરમાં હાજર રહ્યા છે પરંતુ ટર્મ-1ના પેપરમાં હાજર રહી શકતા નથી તેમને પણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવશે.

શાળાઓને વિશેષ ભંડોળ આપવામાં આવશે

સીબીએસઈએ એમ પણ કહ્યું કે, ટર્મ-2ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા માટે શાળાઓને વિશેષ (CBSE School Special Fund) ફંડ આપવામાં આવશે. બોર્ડે જાહેરાત કરી છે કે, બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે દરેક શાળાને પ્રતિ ઉમેદવાર દીઠ 2 રૂપિયા મળશે. શાળાઓને પરીક્ષા કેન્દ્રોને સલામત બનાવવા અને પ્રોટોકોલનું પાલન કરવાની યોજના બનાવવાની સૂચના પણ આપવામાં આવી છે. કોવિડ સંબંધિત વ્યવસ્થા માટે શાળાઓને 5000 રૂપિયા ચૂકવવામાં આવશે. ઉપરાંત, પરીક્ષા કેન્દ્રની સેનિટાઈઝર, હાથ ધોવા અને સફાઈ માટે પ્રતિ દિવસ ઉમેદવાર દીઠ 5 રૂપિયા ચૂકવવામાં આવશે. ટર્મ-2 બોર્ડ પરીક્ષા દરમિયાન એક વર્ગમાં 18 થી વધુ વિદ્યાર્થીઓને બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં. હરોળમાં એક વર્ગમાં માત્ર ત્રણ વિદ્યાર્થીઓ અને વધુમાં વધુ 18 વિદ્યાર્થીઓ બેસી શકશે.

આ પણ વાંચો: BSF Group B Recruitment 2022: BSFમાં સબ-ઇન્સ્પેક્ટર સહિતની ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: Exim Bank Recruitment 2022: એક્ઝિમ બેંકમાં લોન મોનિટરિંગ સહિત અનેક વિભાગોમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરવી અરજી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">