દીકરીઓ માટે CBSEની સ્કોલરશિપ, દર મહિને મળશે આટલી રકમ, આ રીતે કરો અરજી

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Jayraj Vala

Updated on: Oct 14, 2022 | 9:05 PM

શાળામાં અભ્યાસ કરતી છોકરીઓ માટે CBSE શિષ્યવૃત્તિ મેળવવાની તક છે. CBSE બોર્ડે સિંગલ ગર્લ ચાઈલ્ડ મેરિટ સ્કોલરશિપ સ્કીમનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

દીકરીઓ માટે CBSEની સ્કોલરશિપ, દર મહિને મળશે આટલી રકમ, આ રીતે કરો અરજી
પ્રતિકાત્મક તસવીર

CBSE Girls Scholarship: શાળામાં અભ્યાસ કરતી છોકરીઓ માટે CBSE શિષ્યવૃત્તિ મેળવવાની તક છે. CBSE બોર્ડે સિંગલ ગર્લ ચાઈલ્ડ મેરિટ સ્કોલરશિપ સ્કીમનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. શુક્રવાર, 14 ઓક્ટોબર 2022 ના રોજ, CBSE ગર્લ્સ સ્કોલરશિપનું ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યું છે. આ સરકારી શિષ્યવૃત્તિ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર શરૂ થઈ ગઈ છે.

આ CBSE શિષ્યવૃત્તિ 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14મી નવેમ્બર છે. તમે cbse.gov.inની મુલાકાત લઈને નવી શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકો છો અને જો તમે પહેલાથી જ આ યોજનાનો લાભ લઈ રહ્યા હોવ તો તેનું નવીકરણ કરી શકો છો. આ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ કોણ લઈ શકે છે? આ અંતર્ગત દર મહિને કેટલા રૂપિયા આપવામાં આવશે? સંપૂર્ણ વિગતો વાંચો.

CBSE શિષ્યવૃત્તિ માટે કોણ અરજી કરી શકે છે?

આવી ગર્લ સ્ટુડન્ટ્સ જેમણે ધોરણ 10ની પરીક્ષા પાસ કરી છે અને 11માં એડમિશન લઈ રહ્યાં છે તેઓ આ માટે અરજી કરી શકે છે. 11મા અને 12મા ધોરણના અભ્યાસ દરમિયાન તમને દર મહિને એક નિશ્ચિત રકમ આપવામાં આવશે. પરંતુ વધુ 4 શરતો પૂરી કરવી પડશે-

  • તમે CBSE બોર્ડમાંથી અભ્યાસ કર્યો છે. એટલે કે, CBSE 10માની પરીક્ષા પાસ કરી.
  • 10મા બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ મેળવ્યા છે.
  • 10મા ધોરણમાં તમારી શાળાની ટ્યુશન ફી દર મહિને 1500 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.
  • વિદ્યાર્થી તેના માતાપિતાનું એકમાત્ર સંતાન હોવું જોઈએ.

જો તમે 11મામાં ભણતા હોવ અને પહેલાથી જ આ શિષ્યવૃત્તિનો લાભ લો છો, તો તમારે 12મા ધોરણમાં ચાલુ રાખવા માટે તેને રિન્યુ કરાવવું જરૂરી છે. જો તમને ધોરણ 11માં ઓછામાં ઓછા 50% ગુણ મળ્યા હોય તો જ તમારા માટે આ શિષ્યવૃત્તિનું નવીકરણ કરવામાં આવશે.

તમને કેટલી શિષ્યવૃત્તિ મળશે?

CBSE સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ સ્કીમ હેઠળ, તમને ધોરણ 11 અને 12 દરમિયાન બે વર્ષ માટે દર મહિને 500 રૂપિયા આપવામાં આવશે. આ પૈસા સીધા તમારા બેંક ખાતામાં આવશે જેની વિગતો તમે ફોર્મમાં ભરી છે. ECS અથવા NEFT મારફતે ઓનલાઇન મોડ દ્વારા ચુકવણી કરવામાં આવશે.

આ શિષ્યવૃત્તિ માટે CBSE સૂચના વાંચવા માટે ક્લિક કરો.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati