CBSEએ 2021-22 ટર્મ 1 બોર્ડની પરીક્ષા માટે સેમ્પલ પેપર કર્યું જાહેર, વિદ્યાર્થીઓ આ રીતે કરી શકે ડાઉનલોડ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે ટર્મ 1 બોર્ડ પરીક્ષા 2022 માટેના સેમ્પલ પેપરો જાહેર કર્યા છે.

CBSEએ 2021-22 ટર્મ 1 બોર્ડની પરીક્ષા માટે સેમ્પલ પેપર કર્યું જાહેર, વિદ્યાર્થીઓ આ રીતે કરી શકે ડાઉનલોડ
ફાઈલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 6:42 PM

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે ટર્મ 1 બોર્ડ પરીક્ષા 2022 માટેના સેમ્પલ પેપરો બહાર પાડ્યા છે. એક મોટા ફેરફારમાં CBSEએ આગામી વર્ષની બોર્ડ પરીક્ષા બે ટર્મમાં યોજવાનો નિર્ણય કર્યો છે. ધોરણ 10 અને 12ના નમૂનાના પેપરો સત્તાવાર વેબસાઇટ cbseacademic.nic.in પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ આ વેબસાઇટ પરથી જ સેમ્પલ પેપર ડાઉનલોડ કરી શકે છે. વિદ્યાર્થીઓને સેમ્પલ પેપરો (CBSE Sample Paper) પરથી ખ્યાલ આવશે કે, કયા પ્રકારનું પેપર આવશે અને તેમાં પ્રશ્નો કેવી રીતે રહેશે.

CBSE Sample Paper આ રીતે કરો ડાઉનલોડ

વિદ્યાર્થીઓ નીચે આપેલી ડાયરેક્ટ લિંક પર ક્લિક કરીને સેમ્પલ પેપર્સ સરળતાથી ડાઉનલોડ કરી શકે છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

CBSE Class 10th Sample Paper 2021-22: Term 1

CBSE Class 12th Sample Paper 2021-22: Term 2

જાણો કેવા પ્રકારની પરિસ્થિતિમાં 10 અને 12નું પરિણામ કેવી રીતે આવશે.

1. જો રોગચાળાની સ્થિતિમાં સુધારો થાય અને વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે શાળા કે પરીક્ષા કેન્દ્રમાં જઈ શકે તો?

જવાબ: બોર્ડ શાળાઓ/કેન્દ્રો પર ટર્મ I અને ટર્મ II ની પરીક્ષાઓ લેશે અને બંને પરીક્ષાઓ વચ્ચે થીયરી ગુણ સમાન રીતે વહેંચવામાં આવશે.

2. જો કોવિડ રોગચાળાને કારણે નવેમ્બર-ડિસેમ્બર 2021માં શાળાઓ બંધ રહે, પરંતુ ટર્મ -2 પરીક્ષાઓ શાળાઓ અથવા કેન્દ્રો પર યોજાય તો?

જવાબ: વિદ્યાર્થીઓ ઘરેથી ટર્મ -1 પરીક્ષા (MCQ આધારિત) ઓનલાઇન અથવા ઓફલાઇન મોડ આપશે. અંતિમ પરિણામમાં આ પરીક્ષાના ગુણનું વજન ઘટશે અને ટર્મ-2 ની પરીક્ષાનું વજન વધશે.

3. જો કોરોનાને કારણે માર્ચ-એપ્રિલ 2022માં શાળાઓ બંધ હોય, પરંતુ ટર્મ-1 ની પરીક્ષા શાળાઓ કે કેન્દ્રો પર યોજાય તો?

જવાબ: અંતિમ પરિણામ ટર્મ-1માં વિદ્યાર્થીની કામગીરી અને આંતરિક મૂલ્યાંકનના આધારે તૈયાર કરવામાં આવશે. ટર્મ-1 પરીક્ષાનું વજન વધારવામાં આવશે.

4. જો કોરોનાને કારણે શાળા સંપૂર્ણપણે બંધ કરવી પડે અને વિદ્યાર્થીઓએ ટર્મ-1 અને 2 બંને પરીક્ષાઓ ઘરેથી આપવી પડે તો?

જવાબ: આ કિસ્સામાં અંતિમ પરિણામ આંતરિક મૂલ્યાંકન, પ્રાયોગિક, પ્રોજેક્ટ વર્ક અને ટર્મ -1 અને ટર્મ -2 થીયરી પરીક્ષાઓના આધારે તૈયાર કરવામાં આવશે (જે વિદ્યાર્થીઓ ઘરેથી આપશે). જો કે, ઘરેથી આપવામાં આવતી પરીક્ષાઓનું વજન તે પરીક્ષાઓની ચકાસણી, વિશ્વસનીયતા અને માન્યતા પર આધારિત રહેશે.

NTAએ UGC NET પરીક્ષાની તારીખો બદલી

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (National Testing Agency, NTA) એ ડિસેમ્બર 2020 અને જૂન 2021 સાયકલ માટે UGC NET પરીક્ષાની તારીખો બદલી છે. NTAએ સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.nic.in પર પરીક્ષાનું સુધારેલું સમયપત્રક જાહેર કર્યું છે. UGC NETની પરીક્ષા હવે 6 થી 8 અને 17 થી 19 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. અગાઉ આ પરીક્ષા 6 થી 11 ઓક્ટોબર દરમિયાન યોજાવાની હતી.

આ પણ વાંચો: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે કરશે 45 કેન્દ્રીય યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે બેઠક, જાણો ક્યા વિષયો પર થશે ચર્ચા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">