CBSE 12th Result 2021: 99.67 ટકા સાથે છોકરીઓએ બાજી મારી, જાણો કેવું રહ્યું પરિણામ

|

Jul 30, 2021 | 4:12 PM

CBSE 12 નું પરિણામ જાહેર થયું છે. 70,000 થી વધુ વિદ્યાર્થીઓએ 95 ટકાથી વધુ મેળવ્યા છે. તે જ સમયે, આ વર્ષે લગભગ 1.5 લાખ વિદ્યાર્થીઓએ 90 ટકા ગુણ મેળવ્યા છે.

CBSE 12th Result 2021: 99.67 ટકા સાથે છોકરીઓએ બાજી મારી, જાણો કેવું રહ્યું પરિણામ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા શુક્રવારે સીબીએસઈનું 12માં ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. CBSE સાથે જોડાયેલી 14,088 શાળાઓએ આજે ​​CBSE ધોરણ 12 નું પરિણામ પ્રાપ્ત કર્યું છે. ગયા વર્ષે શાળાઓની સંખ્યા 13,108 હતી.

આ વર્ષે CBSE 12 નું પરિણામ 99.37 ટકા આવ્યું છે. આ વર્ષે 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. છોકરીઓએ છોકરાઓ કરતા સારું પ્રદર્શન કર્યું છે. છોકરીઓનું પરિણામ 99.67 ટકા છે, જ્યારે છોકરાઓનું પરિણામ 99.13 ટકા છે. એટલે કે છોકરીઓની પાસિંગ ટકાવારી 0.54 સારી રહી છે. 70,000 થી વધુ વિદ્યાર્થીઓએ 95 ટકાથી ઉપર સ્કોર કર્યો. તો લગભગ 1.5 લાખ વિદ્યાર્થીઓએ આ વર્ષે 90 ટકા ગુણ મેળવ્યા છે.

ધોરણ 10, 11 અને ધોરણ -12 ની પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. 10માં બોર્ડની પરીક્ષાના આધારે 30 ટકા ગુણ આપવામાં આવે છે, 30 ટકા ગુણ 11માં ધોરણના આધારે અને 40 ટકા ગુણ 12 મા ધોરણના યુનિટ, મધ્ય ટર્મ અને પ્રિ-બોર્ડના આધાર પર આપવામાં આવ્યા છે.

#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?

આટલા વિધાર્થીઓ થયા પાસ
આ વર્ષે 12માં ધોરણની પરીક્ષા માટે 14,30,188 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આમાંથી, નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા 13,04,561 છે જેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 12,96,318 છે. 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.

સુપ્રીમ કોર્ટે બુધવારે સર્વોચ્ચ અદાલતના 22 જૂનના ચુકાદા સામે રિવ્યૂ પિટિશનને ફગાવી દીધી હતી જેણે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ને પ્રાઇવેટ, પત્રવ્યવહાર અને બીજા કમ્પાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ માટે 12માં ધોરણની શારીરિક/ઓફલાઇન પરીક્ષાઓ કરવાની મંજૂરી આપી હતી. . ન્યાયાધીશ એ.એમ.ખાનવીલકર અને દિનેશ મહેશ્વરીની ખંડપીઠે કહ્યું કે, કોઈ કેસ સમીક્ષા માટે બનાવવામાં આવતો નથી.

નોંધનીય છે કે, CBSE ધોરણ 12 ના 65,184 થી વધુ ઉમેદવારોનું પરિણામ પ્રક્રિયા હેઠળ હોવાથી હાલ તેમનું પરિણામ જાહેર કરવામા આવ્યુ નથી.

આ પણ વાંચો : બમ્પર ભરતી! આ ખાનગી કંપની આ વર્ષે એક લાખ લોકોની કરશે ભરતી, જાણો વિગત

આ પણ વાંચો : CBSE 12th Result 2021 LIVE Updates : CBSE ધોરણ 12નું પરિણામ જાહેર,99.37 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ

Next Article