CBSE 10th 12th admit card 2022: CBSE એડમિટ કાર્ડ ક્યારે આવશે, 26 એપ્રિલથી યોજાશે પરીક્ષા

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની બોર્ડ પરીક્ષાઓ 26 એપ્રિલ 2022થી શરૂ થઈ રહી છે. CBSE 10મી બોર્ડની પરીક્ષા 26 એપ્રિલથી શરૂ થશે અને 24 મે 2022 સુધી ચાલશે.

CBSE 10th 12th admit card 2022: CBSE એડમિટ કાર્ડ ક્યારે આવશે, 26 એપ્રિલથી યોજાશે પરીક્ષા
CBSE 10th 12th admit card 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 12:07 PM

CBSE 10th 12th admit card 2022 date: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની બોર્ડ પરીક્ષાઓ 26 એપ્રિલ 2022થી શરૂ થઈ રહી છે. CBSE 10મી બોર્ડની પરીક્ષા 26 એપ્રિલથી શરૂ થશે અને 24 મે 2022 સુધી ચાલશે. CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષા 26 એપ્રિલથી 15 જૂન 2022 દરમિયાન લેવામાં આવશે. CBSE બોર્ડની પરીક્ષા 2022 શરૂ થવામાં હવે માત્ર 14 દિવસ બાકી છે. હવે લાખો વિદ્યાર્થીઓ CBSE એડમિટ કાર્ડ 2022ની રાહ જોઈ રહ્યા છે. CBSE 10મા 12માનું એડમિટ કાર્ડ બોર્ડ દ્વારા સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જાહેર કરવામાં આવશે. તમે ઑનલાઇન લિંક પરથી CBSE બોર્ડ પરીક્ષા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો.

જોકે, CBSEએ હજુ સુધી એડમિટ કાર્ડ જાહેર કરવાની તારીખ (CBSE admit card date 2022) અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અઠવાડિયાના અંત સુધીમાં એટલે કે 17મી એપ્રિલ 2022 સુધીમાં, CBSE ધોરણ 10 12 એડમિટ કાર્ડ ડાઉનલોડ લિંક જાહેર કરશે.

How to download CBSE admit card: CBSE એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું

1. CBSE વર્ગ 10 અને 12 એડમિટ કાર્ડ 2022ની જાહેરાત પછી, બોર્ડની વેબસાઇટ cbse.gov.inની મુલાકાત લો. મુખ્ય વેબસાઇટ પર ક્લિક કરો. CBSEની મુખ્ય વેબસાઇટ ખુલશે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

2. અહીં હોમ પેજ પર, તમે નવીનતમ વિભાગમાં cbse 10મા પ્રવેશ કાર્ડ 2022 અને cbse 12મા પ્રવેશ કાર્ડ 2022ની લિંક જોશો. તમારે જે ક્લાસ માટે એડમિટ કાર્ડ જોઈએ છે તેના પર ક્લિક કરો.

3. નવું પેજ ખુલશે. તમારો CBSE નોંધણી નંબર અને પાસવર્ડ દાખલ કરીને અહીં સબમિટ કરો. એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે, તેને ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ લો. તમે તમારી શાળામાંથી સીધું એડમિટ કાર્ડ પણ મેળવી શકો છો.

4. ધ્યાનમાં રાખો, એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા પછી, તેમાં આપવામાં આવેલી દરેક માહિતીને સારી રીતે તપાસો. કોઈપણ વિસંગતતાના કિસ્સામાં, તમારી શાળા દ્વારા તરત જ CBSEનો સંપર્ક કરો અને તેને સુધારો.

CBSE term 2 exam: CBSE ટર્મ 2 પરીક્ષા 2022

પ્રથમ સેમેસ્ટર સિસ્ટમની જેમ સીબીએસઈ બોર્ડ બારને બે ભાગમાં વહેંચીને પરીક્ષા લઈ રહ્યું છે. તેનું કારણ કોરોના વાયરસ છે. CBSE ટર્મ 1ની પરીક્ષા ડિસેમ્બર 2021માં લેવામાં આવી હતી. પરિણામ માર્ચ 2022માં બહાર પાડવામાં આવ્યું હતું. સીબીએસઈનું અંતિમ પરિણામ ટર્મ 1 અને ટર્મ 2 ના માર્કસને જોડીને તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો: IIT JAM 2022: IITના માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે JAM 2022 ફોર્મ બહાર પાડવામાં આવ્યું, જુઓ સંપૂર્ણ સમયપત્રક

આ પણ વાંચો: KVS Admission 2022: દિલ્હી હાઈકોર્ટે KVSમાં પ્રવેશની વય મર્યાદાને પડકારતી અરજીને ફગાવી દીધી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">