career Tips: ધોરણ 12 પછી કારકિર્દીના વિકલ્પો શોધી રહ્યા છો? આ ક્ષેત્રની માંગ ઝડપથી વધી રહી, જાણો તમામ વિગતો

પાવર સિસ્ટમ ઓપરેશન લિમિટેડ (POSOCO) એ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં એપ્રેન્ટિસની જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

career Tips: ધોરણ 12 પછી કારકિર્દીના વિકલ્પો શોધી રહ્યા છો? આ ક્ષેત્રની માંગ ઝડપથી વધી રહી, જાણો તમામ વિગતો
career Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 11:55 AM

પાવર સિસ્ટમ ઓપરેશન લિમિટેડ (POSOCO) એ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં એપ્રેન્ટિસની જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. POSOCO એ એપ્રેન્ટિસશિપ પોસ્ટ્સની ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે.

આ પદો માટે પાત્રતા ધરાવતા અને રસ ધરાવતા તમામ ઉમેદવારો છેલ્લી તારીખ પહેલા અરજી કરી શકે છે. અરજી કરવા માટે, ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ mhrdnats.gov.in પર જવું પડશે. અરજી કરવાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર સુધી છે. ઉમેદવારોએ નોંધ લેવી કે છેલ્લી તારીખ પછીની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

શૈક્ષણિક લાયકાત

એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારોએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા હોવો જોઈએ. જાહેર કરાયેલી સૂચના અનુસાર, ડિપ્લોમા પ્રમાણપત્ર બે વર્ષથી વધુ જૂનું ન હોવું જોઈએ. આ દરમિયાન ઉમેદવારોને દર મહિને 12000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ મળશે. સૂચના મુજબ એપ્રેન્ટીસશીપ તાલીમ માટે 6 જગ્યાઓ ખાલી છે. આ એપ્રેન્ટીસશીપ તાલીમ એક વર્ષ માટે રહેશે. પરીક્ષા આપ્યા બાદ પરિણામની રાહ જોઈ રહેલા લોકો પણ અરજી કરી શકે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ઉંમર મર્યાદા

સૂચના અનુસાર, એપ્રેન્ટિસશિપ ભરતી માટે મહત્તમ વય 18 વર્ષ હોવી જોઈએ. એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગની પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી મેરીટ લિસ્ટમાં કરવામાં આવશે. આ મેરિટ લિસ્ટ ડિપ્લોમામાં ઉમેદવારોએ મેળવેલા માર્ક્સ પર આધારિત હશે.

આ પછી ઉમેદવારોની ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ઈન્ટરવ્યુ થશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ અરજી કરતા પહેલા જાહેર કરાયેલ સૂચનાને સારી રીતે વાંચે. ખોટી માહિતી આપવા બદલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. અયોગ્ય ઉમેદવારોની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. સૌથી પહેલા NAT ના પોર્ટલ mhrdnats.gov.in ની વેબસાઈટ પર જાઓ. તમે POSOCO વેબસાઇટની મુલાકાત લઈને એપ્રેન્ટિસશિપ તાલીમ ભરતી માટે અરજી કરી શકો છો.

આ પણ વાંચો: BRO Recruitment 2021: બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનમાં અનેક જગ્યાઓ માટે ભરતી, અહીં જાણો વિગત

આ પણ વાંચો: નેશનલ ટેલેન્ટ સર્ચની મદદથી વિદ્યાર્થીઓને મળે છે PHD સુધીની સ્કોલરશિપ, જાણો કોણ લઈ શકે છે આ લાભ ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">